Charchapatra

નબળી ભેંહૂને, બગાઈયો ઝાઝી

સરકાર કોઇ પણ પક્ષની, તેના નેતૃત્વ હેઠળ ચાલતી હોય, આ પત્રલેખકને કોઇ ગમો-અણગામો કે આંતરિક કોલાહલ નથી! તેમ છતાં નબળી નેતાગીરી, સ્વચ્છંદી અને વહીવટીક્ષમતા ગુમાવતી જવાના અનેક કિસ્સાઓ જનસમાજ સામે છતા થતા જાય છે અને કહેવાય છે ડબલ એન્જીનની સરકાર મારા ભાઈ! સુજ્ઞ વાચકો જાણકારોને પર્દાફાશ કરવાની ભાગ્યે જ જરૂર છે. બધાં જ અખબારોમાં માહિતી વણથંભી વહ્યે જ જાય છે. 

એક અખબારે, નિડરતાથી પ્રગટ કરેલ માહિતી જાણવાજોગ પ્રસ્તુત છે.  (1) વડાપ્રધાન કાર્યાલયના પીએમઓ અધિકારી હોવાનો રોફ જમાવનાર કિરણ પટેલ નકલી અધિકારી હોવાનું તપાસમાં બહાર આવ્યું. માર્ચ-2023. (2) નકલી વિજ્ઞાની પોતે સ્કેપક્રાફટ ડિઝાઇનીંગ ટીમના સભ્ય હોવાની છાપ મિતુલ ત્રિવેદીએ ઊભી કરી, હાલ જેલમાં બંધ છે. ઓગષ્ટ-2023. (3) નકલી સરકારી કચેરી ઊભી કરી વડોદરાના બે ભેજાબાજોએ સરકાર પાસેથી 4.15 કરોડ રૂપિયાની ગ્રાન્ટ પચાવી પાડી. ઓક્ટોબર-2023 (4) નકલી CMO અધિકારી વિરાજ પટેલ છેતરપિંડી અને દુષ્કર્મના આરોપ હેઠળ કાર્યવાહી.

નવેમ્બર-2023. (5) નકલી આઇપીએસ અધિકારીના સ્વાંગમાં દરજીના વ્યવસાય સાથે સંકળાયેલ વ્યક્તિ વાહનચાલકોને મેમો પકડાવી રૂપિયા રળતો, દારૂના અડ્ડાવાળાઓ પાસેથી ઉઘરાણાં કરતો ઇસમ જેલના સળિયામાં કેદ. નવેમ્બર-23. (6) દાહોદ જિલ્લામાં નકલી સરકારી કચેરી ખોલીને, સંદીપ રાજપૂતે 18.59 કરોડની સરકારી ગ્રાન્ટ ઓહિયાં કરી. નવેમ્બર-2023. (7) નકલી ટોલટેક્ષ નાકું. વાંકાનેર પાસે વધાસિયા ટોલ પ્લાઝા નજીક ખાનગી ટોલનાકું ઊભું કરી, દોઢ વર્ષથી ઉઘરાણા કરતા ઇસમો, પાર્ટી જાહેર થઈ ગયા. નાણાં હજમ થઈ ગયા. ડિસેમ્બર-2023.

(8) મંત્રીશ્રીઓના નકલી પીએ. કેન્દ્રિયમંત્રી પુરુષોત્તમ રૂપાલા સાહેબના પીએ તરીકેની ઓળખ આપી. ધાક-ધમકી જમાવનાર નકલી પી.એ. ડિસેમ્બર-2023 (9) નકલી સિરપ- નડિયાદ ખાતે સિરપમાં ઝેરી કેમિકલ ભેળવી, લોકોના જીવ લેનાર દવા ઉત્પાદક સંસ્થા સામે તપાસ અને તવાઇ. ડિસેમ્બર-2023. (10) અહો આશ્ચર્યમ્: (રાષ્ટ્રીય ઘટના) આઇએમપીએસ દ્વારા યુકો બેંકના 41000 ખાતેદારોના ખાતામાં ઓચિંતા 820 કરોડ રૂપિયા જમા આપી દીધા. પરસેવા વિનાની કમાણી ઉપાડી-વાપરી નાંખ્યા. ખાતેદારોએ માન્યું હશે કે ખુદા દેતા હૈ તો છપ્પર ફાડકે દેતા હૈ!
કાકડવા  – કનોજ મહારાજ આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top