Vadodara

વડોદરામાં પાણીગેટ વિસ્તારમાંથી શ્રાવણિયા જુગાર પર દરોડો, 21 ખેલી ઝડપાયા

વડોદરા: પાણીગેટ વિસ્તારમાં પીસીબી પોલીસની (Police) ટીમે શ્રાવણીયા જુગાર (Gamble) પર સપાટો બોલાવ્યો હતો. જેમાં મહાદેવ તળાવ પાસે તથા રામવાટીકા સોસાયટીમાંથી 21 ખેલીઓને ઝડપી પાડ્યા હતા. જુગારીઓ પાસેથી 15 મોબાઈલ અને રોકડા 65 હજાર મળી 1.25 લાખનો મુદ્દામાલ કબજે કરી કબજે કરી પાણીગેટ પોલીસને સુપરત કરવામાં આવ્યો છે. 

પીસીબી પોલીસને માહિતી મળી હતી કે પાણીગેટ મહાદેવ તળાવ પાસે ખુલ્લામાં શ્રાવણિયા જુગાર રમાઇ રહ્યો છે. જેના આધારે સ્ટાફના જવાનો બાતમી મુજબના સ્થળ પર દરોડો પાડ્યો હતો. પોલીસને રેડના પગલે જુગારીઓમાંં દોડધામ મચી ગઇ હતી. જોકે 12 જુગારીઓ કમલેશ ઉર્ફે ટીનો સામા સલાટ, કૃણાલ પ્રકાશરાવ ખત્રી, રમેશ ક્રીપાલ શાહ,  રાકેશ ભૂપેન્દ્ર પટેલ, શ્રીકાંત ઉર્ફે મુંગો ઉર્ફે સાયકલ છોટેલાલ કનોજિયા, સાગર હસમુખ ગાંધી,ગુરુપ્રસાદ ઉર્ફે કાલુ પંચામ કહાર, સંતોષ ભાઇલાલ વાઘરી, રાકેશ ઉર્ફે દશરથ કહાર, મનોજ અમરત વાઘરીક ઉમેસ ઉર્ફે ઓજો જીતેન્દ્ર કહારને ઝડપી પાડ્યા હતા. તેમની અંગજડતી તથા દાવપરના મળી રોકડા 46 હજાર, 6 મોબાઇલ મળી 69 હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે. 

બીજા બનાવમાં વાઘોડિયા રોડ રાધિકા ભવન પાસે રામવાટીકા સોસાયટીમાં રહેતા અજીત વિઠ્ઠલદાસ પરીખના મકાનમાં કેટલાક લોકો જુગાર રમી રહ્યા છે. જેથી પીસીબી પોલીસે બાતમીના આધારે બાતમી મુજબના સ્થળ પર જઈને રેડ કરતા મકાનનો દરવાજો ખુલ્લો હતો.  અંદર જઈને તપાસ કરતાં બેડરૂમમાં પલંગ પર પાંચ પુરુષો અને ચાર મહિલાઓ બેસીને જુગાર રમી રહ્યા હતા.

જેથી પોલીસે 9 જુગારીઓને  અજીત પરીખ,અજીતના પત્ની પૂર્વીબેન, નિકુંજ જશવંતભાઈ ઉપાધ્યાય રહેવાસી સત્કાર સોસાયટી કારેલીબાગ, દિનેશ ચેલારામ નરીયાણી રહેવાસી ગોરાના પાર્ક ન્યુ વીઆઈપી રોડ, કનૈયાલાલ ઓછવલાલ દેસાઈ, તેમના પત્ની કોકીલાબેન રહેવાસી રત્નદીપ સોસાયટી વાઘોડિયા રોડ, સંગીતાબેન ધર્મેન્દ્રભાઈ ઠક્કર રહેવાસી ગોયા ગેટ સોસાયટી પ્રતાપ નગર, સારિકા પ્રિતેશભાઈ શાહ રહેવાસી આઈસ ક્યુમ બંગલો બાપોદ જકાતનાકા રોડ, કશ્યપ કિશોરકુમાર દરજી રહેવાસી સ્વામિનારાયણ નગર રામવાટીકાની બાજુમાં વાઘોડિયા રોડની ધરપકડ કરી હતી. તેમની પાસેથી નવ મોબાઈલ અને રોકડા 21 હજાર મળી કુલ 66 હજાર ની મતા કબજે કરી છે.

Most Popular

To Top