Gujarat

ગુજરાત વિધાનસભાની કામગીરી હવે પેપરલેસ બનશે

ગાંધીનગર: ગુજરાતમાં વિધાનસભા સત્ર સહિતની સંપુર્ણ કામગીરી પેપરલેસ કરી ડિજિટલાઈઝ (Digitalised) બનાવવા ગુજરાત વિધાનસભા (Gujarat assembly) સજ્જ થઈ ગયું છે. આગામી 13મી સપ્ટેમ્બરથી યોજાનાર વિધાનસભાનું ચોમાસુ સત્ર (Monsoon session) સંપૂર્ણપણે પેપરલેસ (Paperless) હશે. જે અંતર્ગત રાજ્યના તમામ ધારાસભ્યો માટે નેશનલ ઇ-વિધાન એપ્લિકેશન-NEVAની તાલીમ આપવાની કામગીરી આજથી શરૂ કરવામાં આવી છે. ગુજરાત વિધાનસભા ખાતે ધારાસભ્યોઓ માટે ચાર દિવસીય તાલીમ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે.

  • નેશનલ ઇ-વિધાન એપ્લિકેશનના ઉપયોગ થકી આગામી વિધાનસભાનું ચોમાસુ સત્ર ચાલશે : શંકર ચૌધરી

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ વર્કશોપ ખુલ્લો મુકતા જણાવ્યું હતું કે, ‘વન નેશન વન એપ્લિકેશન’ની પીએમ નરેન્દ્ર મોદીની કલ્પના અનુસંધાને ગુજરાત વિધાનસભાને પેપરલેસ બનાવવાની દિશામાં આજે ગુજરાતે મક્કમ પગલું ભર્યું છે. નેશનલ ઇ-વિધાન એપ્લિકેશનના ઉપયોગ થકી આગામી વિધાનસભાનું ચોમાસુ સત્ર ચાલશે. રાજ્યના તમામ ધારાસભ્યશ્રીઓ ટેબલેટની મદદથી ટેકનોલોજી આધારિત સમગ્ર કામગીરીમાં જોડાશે અને તે માટે આજથી તમામ ધારાસભ્યોને તાલીમબદ્ધ કરવામાં આવશે.

તેમણે કહયું હતું કે, ભવિષ્યમાં આ એપ્લિકેશનનો વ્યાપ વધારી તેની સાથે રાજ્યના નાગરિકોને જોડી પ્રજાલક્ષી કાર્યો તથા પ્રશ્નોનું ડિજીટલી ત્વરીત નિરાકરણ લાવવા માટેના પ્રયત્નો હાથ ધરાશે. એટલુ જ નહિ, વિધાનસભા કામગીરી સાથે જોડાયેલી તમામ બાબતોને આ એપ્લિકેશનમાં આવરી લઈ ધારાસભ્યો પણ આંગળીના ટેરવે તમામ માહિતી મેળવી શકશે. ઉપરાંત, ગૃહમાં આવેલા પ્રસ્તાવ પર પોતાનો મત તથા તેમની હાજરી પણ એપ્લિકેશનના માધ્યમથી આપી શકશે.
રાજય સરકારના સાયન્સ અને ટેકનોલોજી વિભાગ દ્વારા કરાયેલી ટેબલેટની ઝડપી ખરીદી સહિતની કામગીરી બદલ આભાર વ્યક્ત કરી અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ વિધાનસભાના અધિકારી તથા કર્મચારીઓને પણ સમગ્ર વ્યવસ્થાઓ ત્વરિત ઉભી કરવા બદલ અભિનંદન આપ્યા હતા.

વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લાએ જણાવ્યું હતું કે, ડિજીટલ ઈન્ડીયાના સપનાને સાર્થક કરવાની દિશામાં ગુજરાત વિધાનસભા નવતર પહેલ કરવા જઇ રહી છે. આગામી મહિનામાં ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર સંપૂર્ણપણે પેપરલેસ હશે. જે સંદર્ભમાં નેશનલ ઇ-વિધાન એપ્લિકેશન-NEVAની તાલીમ આપવાની કામગીરીનો શુભારંભ કરવામાં આવ્યો છે.

Most Popular

To Top