Vadodara

હરિયાણાના મેવાત ખાતે વ્રજ ધાર્મિક યાત્રાપર કરાયેલા હુમલાનો શહેરમાં વિરોધ

વડોદરા : હરિયાણાના મેવાત ખાતે ઇસ્લામી જેહાદી કટ્ટરવાદી અસામાજિક તત્વોએ યોજના બધ્ધ રીતે વ્રજ ધાર્મિક યાત્રા પર કાયરતા પૂર્ણ હુમલો કરી પોતાની આંતકવાદી માનસિકતા છતી કરી હોવાના આક્ષેપ સાથે આવા જેહાદી કટ્ટરવાદી તત્વોને કડક માં કડક સજા થાય તેવી માંગ સાથે વિશ્વ હિંદુ પરિષદ બજરંગદળ દ્વારા ગાંધીનગર ગૃહ ખાતે ધરણાં પ્રદર્શન કરવામાં આવ્યું હતું. હરિયાણાના નૂહ જિલ્લામાં સોમવારે બપોરે ભગવા યાત્રા દરમિયાન હિંસા ભડકી ગઈ હતી.સૂત્રો દ્વારા જાણવા મળ્યા મુજબ ભગવા યાત્રા જ્યારે જિલ્લાના નલ્હડ મહાદેવ મંદિરથી નીકળીને ઝંડા પાર્ક પહોંચી,ત્યારે મુસ્લિમ પક્ષના એક જૂથ પથ્થરમારો શરુ કરી દીધો.

જે બાદ હિન્દુવાદી સંગઠનના લોકો પણ ભડકી ગયા અને જવાબમાં પથ્થરમારો કર્યો. આ હિંસા એટલી હતી પોલીસબળની સંખ્યા ઓછી લાગી. જો કે થોડી વાર પછી મોટી સંખ્યા પોલીસ ફોર્સની તૈનાતી કરી દેવાઈ છે.કહેવાય છે કે નસીર અને જુનૈદની હત્યાના મામલે આરોપી મોનૂ માનેસરે એક વીડિયો જાહેર કર્યો હતો અને મેવાત આવવાની વાત કરી હતી.આ યાત્રામાં સામેલ થવાની વાત પણ તેણે કરી હતી.તેના આ વીડિયોને લઈને કેટલાંક લોકો નારાજ હતા અને યાત્રા પર હુમલો કરવા માટે પહેલેથી જ તૈયાર હોવાની વાત કરવામાં આવી રહી છે. પથ્થરમારા ઉપરાંત ફાયરિંગ થયું હોવાની વાત પણ સામે આવી છે.કેટલાંક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે જેમાં ઉપદ્રવી બસો અને અન્ય વાહનોમાં તોડફોજ કરતા જોવા મળે છે.ત્યારે આ મામલે જેહાદી કટ્ટરવાદી તત્વોને કડકમાં કડક સજા થાય તેવી માંગ સાથે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા ગાંધીનગર ગૃહ ખાતે ધરણાં પ્રદર્શન કરવામાં આવ્યું હતું.જેમાં મોટી સંખ્યમાં હોદ્દેદારો અને કાર્યકરો જોડાયા હતા.

Most Popular

To Top