ગાંધીનગર: (Gandhinagar) ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા રાજ્યમાં વિવિધ સ્થળોએ તલાટી કમ મંત્રીની પરીક્ષા તા. 7મી મે-23ના રોજ લેવામાં આવનાર છે. આ પરીક્ષામાં (Exam) ઉમેદવારોની સુવિધા માટે, પશ્ચિમ રેલવેએ (Railway) વિશેષ ટ્રેન (Train) ચલાવવાનો નિર્ણય કર્યો છે. 7 મે 2023ના રોજ પશ્ચિમ રેલવે દ્વારા ઉમેદવારોના હિતને ધ્યાને રાખી વિશેષ ટ્રેન દોડાવામાં આવશે.
- તલાટીની પરીક્ષા માટે રેલ્વે દ્વારા વિશેષ ટ્રેનો દોડાવાશે
- સાબરમતી પાલનપુર સાબરમતી ડેમુ સહિત સાત વિશેષ પરીક્ષા ટ્રેન ઉપરાંત રાજકોટ-દ્વારકા અને રાજકોટ-ભાવનગર વચ્ચે ત્રણ જોડી પરીક્ષા સ્પેશિયલ ટ્રેનો દોડશે
આ વિશેષ ટ્રેનમાં ટ્રેન નંબર 09471 સાબરમતી પાલનપુર સાબરમતી ડેમુ પરીક્ષા વિશેષ ટ્રેન સાબરમતીથી સવારે 4:30 કલાકે ઉપડીને કલોલ, મહેસાણા થઈ પાલનપુર સવારે 7:10 કલાકે પહોંચશે, આ ટ્રેન 09472 પાલનપુરથી સવારે 7:40 કલાકે ઉપડીને 10:10 વાગે સવારે સાબરમતી પહોંચશે. ટ્રેન નંબર 09473 સાબરમતી સ્ટેશનથી બપોરે 4:30 વાગે ઉપડીને કલોલ, મહેસાણા થઇ સાંજે 6:55 કલાકે પાલનપુર પહોંચશે, આ ટ્રેન 09474 પાલનપુરથી સાંજે 7:35 વાગે ઉપડીને રાત્રે 10:30 વાગે સાબરમતી પહોંચશે. ટ્રેન નંબર 09579 સવારે 4:50 વાગે ભાવનગર ટર્મિનસથી ઉપડીને ભાવનગર પરા, સિહોર, ધોળા જંકશન, બોટાદ, ધંધુકા, વસ્ત્રાપુર, ગાંધીગ્રામ રેલવે સ્ટેશન ખાતે સવારે 8:58 વાગે પહોંચશે. ત્યારબાદ આ ટ્રેન 09580 ગાંધીગ્રામ થઈ સાંજે 3:30 વાગે ઉપડી રાત્રે 8:10 વાગે ભાવનગર ટર્મિનસ પહોંચશે.
ટ્રેન નંબર 09591 સવારે ભાવનગર ટર્મિનસથી 4:10 વાગે ઉપડશે, જે ભાવનગર પરા, સિહોર, ધંધુકા, બોટાદ, રાણપુર, લીમડી, સુરેન્દ્રનગર હાલટ, સુરેન્દ્રનગર જંકશન, વાંકાનેર થઈ સવારે 8.50 વાગે રાજકોટ પહોંચશે, આ ટ્રેન 09592 રાજકોટથી સાંજે 4:45 વાગે ઉપડી રાત્રે 9:40 વાગે ભાવનગર ટર્મિનસ પહોંચશે. ટ્રેન નંબર 09529 અમરેલીથી સવારે 6 વાગે ઉપડીને અંબિયાપુર, ચલાલા, વિસાવદર, જૂનાગઢ સવારે 8:10 વાગે પહોંચશે, આ ટ્રેન 09530 સાંજે 3:30 કલાકે જૂનાગઢથી ઉપડીને અમરેલી 5:50 વાગે પહોંચશે.
ટ્રેન નંબર 09537 રાજકોટ ભાવનગર સુપરફાસ્ટ પરીક્ષા વિશેષ ટ્રેન રાજકોટથી સવારે 4:15 વાગે ઉપડીને વાંકાનેર, સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગર હાલટ, લીમડી, રાણપુર બોટાદ, ધંધુકા, સિહોર, ભાવનગર પરા થઈ ભાવનગર ટર્મિનસ સવારે 9:08 વાગે પહોંચશે, આ ટ્રેન 09538 ભાવનગર ટર્મિનસથી સાંજે 3:30 વાગે ઉપડી ને રાત્રે 8:20 કલાકે રાજકોટ પરત પહોંચશે. ટ્રેન નંબર 09519 રાજકોટ દ્વારકા પરીક્ષા વિશેષ ટ્રેન રાજકોટથી સવારે 6:30 કલાકે ઉપડીને હાપ, જામનગર, ખંભાળિયા થઈને સવારે 10:45 કલાકે દ્વારિકા પહોંચશે, જે પરત દ્વારિકાથી બપોરે 2:50 કલાકે ઉપડીને રાજકોટ સાંજે 6:40 કલાકે પહોંચશે.
7 મેના રોજ રાજકોટ-દ્વારકા અને રાજકોટ-ભાવનગર વચ્ચે ત્રણ જોડી પરીક્ષા સ્પેશિયલ ટ્રેનો દોડશે
ઉમેદવારો માટે, પશ્ચિમ રેલવેએ 7મી મે, 2023 (રવિવાર)ના રોજ રાજકોટ-દ્વારકા અને રાજકોટ-ભાવનગર વચ્ચે એક દિવસ માટે વિશેષ ભાડા પર ત્રણ જોડી પરીક્ષા સ્પેશિયલ ટ્રેનો ચલાવવાનો નિર્ણય કર્યો છે. આ ટ્રેનોના તમામ કોચ અનરિઝર્વ્ડ એટલે કે જનરલ કોચ હશે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ સુનિલકુમાર મીનાના જણાવ્યા અનુસાર, આ સ્પેશિયલ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે.
રાજકોટ-દ્વારકા-રાજકોટ (09519/09520)
આ ટ્રેન રાજકોટથી સવારે 06.30 કલાકે ઉપડશે અને સવારે 10.45 કલાકે દ્વારકા પહોંચશે. વળતી દિશામાં આ ટ્રેન દ્વારકાથી 14.50 કલાકે ઉપડશે અને 18.40 કલાકે રાજકોટ પહોંચશે. માર્ગમાં, આ ટ્રેન બંને દિશામાં હાપા, જામનગર અને ખંભાળિયા સ્ટેશનો પર ઉભી રહેશે.
ભાવનગર-રાજકોટ-ભાવનગર સુપરફાસ્ટ (09591/09592)
આ ટ્રેન ભાવનગર ટર્મિનસથી સવારે 04.10 કલાકે ઉપડશે અને સવારે 8.50 કલાકે રાજકોટ પહોંચશે. તેવી જ રીતે, વળતી દિશામાં, આ ટ્રેન રાજકોટથી સાંજે 16.45 વાગ્યે ઉપડશે અને રાત્રે 21.40 વાગ્યે ભાવનગર ટર્મિનસ પહોંચશે. રૂટમાં, આ ટ્રેન બંને દિશામાં ભાવનગર પરા, સિહોર, ધોળા, બોટાદ, રાણપુર, લીંબડી, સુરેન્દ્રનગર અને વાંકાનેર સ્ટેશનો પર ઉભી રહેશે.
રાજકોટ-ભાવનગર-રાજકોટ સુપરફાસ્ટ (09537/09538)
આ ટ્રેન રાજકોટથી સવારે 4.15 કલાકે ઉપડશે અને ભાવનગર ટર્મિનસ સવારે 09.25 કલાકે પહોંચશે. તેવી જ રીતે, પરત દિશામાં, આ ટ્રેન ભાવનગર ટર્મિનસથી 15.30 કલાકે ઉપડશે અને 20.30 કલાકે રાજકોટ પહોંચશે. માર્ગમાં, આ ટ્રેન બંને દિશામાં વાંકાનેર, સુરેન્દ્રનગર, લીંબડી, રાણપુર, બોટાદ, ધોળા, સિહોર અને ભાવનગર પેરા સ્ટેશનો પર ઉભી રહેશે.