National

સિંદૂરદાન પછી અચાનક દુલ્હાનું મોત, 30 વર્ષીય યુવાને આ કારણે ગુમાવ્યો જીવ

ભાગલપુર: દૈનિક દેશભરમાં યુવાનોમાં હાર્ટ એટેક (Heart Attack) આવવાના અનેક કેસ સામે આવી રહ્યા છે. અનેક કિસ્સાઓમાં યુવાનો ક્રિકેટ રમતાં હોય, ડાન્સ કરતાં હોય કે પછી બાઈક પર સવાર હોય તેવી સ્થિતિમાં પણ યુવાઓને હાર્ટ એટેક આવવાના કેસ સામે આવ્યા છે. આવી જ એક ઘટના છે બિહાર (Bihar) ના ભાગલપુરની. અહીં યુવાનનું દુલ્હનની માંગમાં સિંદૂર ભરતાં સમયે જ હાર્ટ એટેકના કારણે મૃત્યુ થયું હતું. ઘટનાની જાણ થઈ ત્યારથી જ દૂલ્હા (Groom) અને દુલ્હન (Bride)નો પરિવારમાં શોકમાં છે. તેમજ, પતિના મૃત્યુના સમાચાર સાંભળતાં જ દુલ્હન બેહોશ થઈ ગઈ હતી. જણાવવામાં આવ્યું કે 2 મેના રોજ યુવકને છાતીમાં દુ:ખાવો થયો હતો.

આ ઘટના ઝારખંડની પશ્ચિમી સિંહભૂમમાં રહેતાં વિનીતની છે. જેનું લગ્ન આયુષીની સાથે થયું હતું. 3 મે 2023ના રોજ બંનેના લગ્ન થવાનું નક્કી કરવામાં આવ્યું હતું. વિનીત દિલ્હીની એક પ્રાઈવેટ કંપનીમાં સોફ્ટવેર એન્જિનિયર હતો અને આયુષી એક મલ્ટીનેશનલ કંપનીમાં જોબ કરે છે. 3 મેના રોજ વિનીત વરઘોડો લઈને શહેરના શીતલા સ્થાનના ચૌક મિરજાનહાટમાં આવેલા માતેશ્વરી વિવાહ ભવનમાં પહોંચ્યો હતો. વરમાલા, ફોટો સેશન સહિતની અન્ય વિધિઓ પૂર્ણ કરવામાં આવી હતી. 4 ગુરુવારે સવારે સિંદૂરદાન થયું હતું. ત્યાર બાદ વિનીત બાથરૂમમાં ગયો હતો. જ્યારે તે બાથરૂમમાંથી બહાર આવ્યો ત્યારે તેને છાતીના ભાગમાં દુ:ખાવો થયો અને તે બેહોશ થઈને જમીન પર ઢળી પડ્યો હતો. વિવાહમાં ઉપસ્થિત લોકોએ વિનીતને ઉઠાવવાનો ખૂબ જ પ્રયત્ન ર્ક્યો પણ તેઓ ઉઠ્યા નહીં.

હાર્ટ એટેકથી મૃત્યુ થવાની આશંકા
પરિવારના લોકો વિનીતને તાત્કાલિક માયાગંજ હોસ્પિટલ લઈને પહોંચ્યા હતા. તપાસ દરમિયાન ડોક્ટરોએ વિનીતને મૃત જાહેર ર્ક્યા હતા. પરિવારના અનુસાર વિનીતને હાર્ટ એટેક આવ્યો હતો. 2 મેના રોજ એટલે કે લગ્નના પહેલા દિવસે પણ વિનીતની છાતીમાં દુ:ખાવો થયો હતો. બધાને લાગ્યું કે, એસિડિટીના કારણે દુ:ખાવો થઈ રહ્યો છે. એક ટેબલેટ લીધા પછી તેને આરામ પણ મળી ગયો હતો. આ જ કારણે પરિવારે વધુ ધ્યાન નથી આપ્યું. ત્યાર બાદ ધામધૂમથી લગ્ન થયા હતા. 3 મેના રોજ વિનીતના મૃત્યુના સમાચાર સાંભળીને બંને પરિવારોમાં શોકનું વાતાવરણ જોવા મળ્યું હતું. લોકોને વિશ્વાસ થતો ન હતો કે અચાનક વિનીતના મૃત્યુ કેવી રીતે થયા?

Most Popular

To Top