Charchapatra

બાળકોમાં વધતુ જતું કેન્સરનું પ્રમાણ

બાળકોમાં કેન્સર જેવી ગંભીર બિમારી થાય તે જ નવાઈ લાગે તેવી વાત છે! પણ, બાળકોમાં કેન્સર ઘર કરી ગઈ છે, સારવારની કોઈ અસર થતી નથી. પેકેટમાં મળતા ખાદ્ય પદાર્થો/ પીણાઓની ભરમારે થતી ટીવી પરની રંગારંગ જાહેરાતથી બાળક તે તરફ આકર્ષાય છે. બધી ગલી-મહોલ્લા કે સોસાયટીના નાકે જંક ફૂટ પાંચ રૂપિયા જેવી નજીવી કિંમતમાં સરળતાથી મળે છે. આવા પેક ખાદ્ય પદાર્થ/પીણાને બગડતા રોકવા માટે કટુંઓ તેને ટેસ્ટી બનાવવા માટે તેમાં શરીરને નૂકસાન થાય તેવા કેમીકલ્સનું મિશ્રણ કરે છે. જેથી ટેસ્ટી સ્વાદને કારણે બાળકો તેના દિવાના બની જાય છે. અને આવી પેક જંક ફુડની જ માંગણી કરે છે.

અને માતા-પિતા પણ તેમના વ્હાલસોયા દિકરાઓની માંગને પૂરી કરતા જ જાય છે. ફલસ્વરૂપે બાળકની રોગપ્રતિકારક શક્તિ પ્રમાણે તે વહેલો કે મોડો સામાન્ય કે ગંભીર માંદગીનો ભોગ બનતો જાય છે. સ્ટ્રોગ ઈમ્યુનીટીવાળા બાળકો ગંભીર માંદગીમાંથી સારા પણ થઈ જાય છે જ્યારે નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવનાર બાળક મરણને શરળ પણ થાય છે. બાળકો આવા પેક જંક ફૂડ કેટલા પ્રમાણમાં રોજે-રોજ ઉપયોગમાં લે છે તેનાથી પણ ખૂબ ફરક પડે છે. ફૂડ કાું ઓ પોતાનો નફો વધારવા માટે સસ્તા કે હલકી ગુણવત્તાવાળા ઈન્ડીગ્રેશનનો ઉપયોગ કરે છે.

જેમ કે લોટની જગ્યાએ મેદો, બીનકૃત્રિમ કલર્સ, સોડીયમ નાઈટ્રેટ, હલકી કક્ષાનું તેલ વ.વ. નાંખી ખાદ્ય સામગ્રીને સ્વાદીષ્ટ સાથે ખૂબ સુરત દેખાવની પણ બનાવે છે. જેથી ખાસ કરીને બાળકો તેના રસીયા બની જાય છે. ટેલીવિઝન પરથી જંકફુડની કલરફૂલ ધમકાબંધ જાહેરાતો બાળકોને તેની તરફ જાદૂઈરીતે આકર્ષે છે. વળી ઘણી કાુ. ઓ પદાર્થ/ પીણા બનાવતી વખતે પોતાનો નફો જ ધ્યાને લઈને સરકારી ગાઈડ લાઈનનો અમલ કરતા નથી તેઓને માનવીય અભિગમ કે માનવતા સાથે કોઈ લેવા-દેવા નથી. માટે માતા-પિતાઓ પોતાની જવાબદારી સમજે, પોતાના વ્હાલસોયા બાળકોને પેક જંગફુડ અને ડ્રીકસથી મૂક્ત રાખે તે જ સર્વે બિમારીનું નિરાકરણ છે.
સુરત     – પરેશ ભાટિયા    – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top