Vadodara

બરાનપુરા સીતારાવાડમાં નવા બાંધકામની બીજા માળની ગેલેરી તૂટી પડતા શ્રમિક દબાયો

વડોદરા: વડોદરા શહેરના બરાનપુરા વિસ્તારમાં જીઇબી ની સામે આવેલ સીતારાવાડમાં મકાનના નવા બાંધકામની ચાલી રહેલી કામગીરી દરમિયાન બીજા માળ ઉપરની ગેલેરીનો ભાગ તૂટી જતા એક વ્યક્તિ દબાઈ ગઈ હતી.જેને લઈ વિસ્તારમાં અફરાતફરી મચી હતી.જો કે ત્વરિત સ્થાનિક લોકોએ તેને બહાર કાઢી 108 મારફતે સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. વડોદરામાં નવી બંધાઈ રહેલા મકાનની કામગીરી દરમિયાન બીજા માળની ગેલેરી નો ભાગ તૂટી પડતા એક શ્રમિક દબાયો હતો જોકે ફાયર બ્રિગેડ પહોંચે તે પહેલા જ સ્થાનિક લોકોએ તેને 108 મારફતે હોસ્પિટલમાં રવાના કર્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા શહેરના બરાનપુરા વિસ્તારમાં જીઇબી ની સામે આવેલ સિતારાવાડમાં ત્રણ મજલી નવા મકાનના બાંધકામ ની કામગીરી ચાલી રહી છે.આ દરમિયાન રવિવારે સાંજના છ થી સાડા છ કલાકના અરસામાં આ નવા બંધાઈ રહેલા મકાનના બીજા માળની ગેલેરી નો ભાગ તૂટી પડ્યો હતો.જેને લઇ કામ કરી રહેલો એક શ્રમજીવી દબાઈ ગયો હતો.ધડાકાભેર ગેલેરીનો ભાગ તૂટી પડતા સ્થાનિક લોકો પણ સ્થળ પર દોડી આવ્યા હતા અને તુરત 108 બોલાવી દબાઈ ગયેલા શ્રમિકને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો.

જ્યાં તેની હાલત સુધારા પર હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું. અત્રે મહત્વની બાબતો એ છે કે નવા બંધાઈ રહેલા મકાનની ગેલેરી નો ભાગ તૂટી પડ્યો હતો જેમાં એક વ્યક્તિ દબાઈ જતા તેને ઈજા પહોંચી હતી જ્યારે જો કોઈ બાળકો અહીં નીચે રમી રહ્યા હોત અને તે દરમિયાન આ ઘટના બની હોત તો મોટી દુર્ઘટના બની હોત.તો બીજી તરફ વિના સેફટીએ શ્રમિકો પાસે કામ કરાવતા કોન્ટ્રાક્ટરની પણ આ ઘટના બાદ બેદરકારી છતી થઈ હતું.

કોલ મળતાં જ તરત જ સ્થળ પર પહોંચ્યા
સુલતાનપુરામાં સીતારાવાડ એરિયામાં એક મકાન પડેલું છે તેવો ફાયરબ્રિગેડમાં કોલ મળ્યો હતો. ઘટના સ્થળે આવી ને જોયું તો સેકન્ડ ફ્લોરથી ગેલેરીનો ભાગ તૂટી ગયેલ હતો.અને એક માણસ દબાઈ ગયેલ હતો.અમારા પહોંચતા પહેલા 108માં સ્થાનિક લોકો દ્વારા હોસ્પિટલમાં રવાના કરેલ હતા. -મનોજ સીતપરા, સબ ઓફિસર , ફાયર સ્ટેશન

Most Popular

To Top