સુરત: (Surat) ભેસ્તાન આવાસમાં રહેતી કિશોરી સાથે સલાબતપુરાના યુવકનો ઇન્સ્ટાગ્રામ (Instagram) પર સંપર્ક થયો હતો. ત્યારબાદ પ્રેમસંબંધ બંધાતા યુવકે લગ્ન કરવા દબાણ કર્યું હતું. પરંતુ કિશોરીની ઉંમર નાની હોવાથી પાંચ વર્ષ પછી લગ્ન (Marriage) કરવાનું કહેતા યુવક ઉન પાટીયા ખાતે તેની નાનીના ઘરે લઈ ગયો હતો. ત્યાં કિશોરી સાથે દુષ્કર્મ આચર્યુ હતું. ત્યારબાદ પણ કિશોરીના ઘરે જાઈ ગાળો આપી તેની માતા અને કિશોરીને તેના ફોટો ઇન્સ્ટાગ્રામ પર વાયરલ કરી જાનથી મારવાની ધમકી (Thraet) આપતા અંતે ડિંડોલી પોલીસમાં ફરિયાદ (Police Complaint) નોંધાવી હતી.
ભેસ્તાન આવાસમાં રહેતી ૧૭ વર્ષીય કિશોરીએ ડિંડોલી પોલીસ સ્ટેશનમાં અમાન અબ્દુલગની અંસારી (રહે.ખાજાનગર સલાબતપુરા) ની સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. બે વર્ષ પહેલા ઇન્સ્ટાગ્રામ ઉપર ‘અમાન કિંગ’ નામની આઇ.ડી.ઉપરથી કીશોરીને ફ્રેન્ડ રિકવેસ્ટ આવી હતી. કિશોરીએ રિકવેસ્ટ એક્સેપ્ટ કરી મેસેજથી વાતચીત કરતી હતી. ત્યારબાદ મોબાઈલ નંબરની આપ લે થતા અવર નવર વાતચીત દરમિયાન બન્ને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. ત્યારથી અવાર નવાર શહેરના અલગ અલગ વિસ્તારમાં મળતા અને ફરતા હતા. એકાદ વર્ષ પહેલા અમાને લગ્ન કરવાની વાત કરતા કિશોરીએ ‘મેરી ઉંમર અભી કમ હૈ ઔર મે અભી પઢ રહી હું અપન દોનો પાંચ સાલ કે બાદ શાદી કરે’ તેમ કહ્યું હતું.
અમાને “તુઝે મેરે સાથ અભી શાદી કરની હૈ તો કર નહીં તો રાસ્તે સે ઉઠા લુગા” તેવી ધમકી આપી હતી. દરમિયાન અમાન કીશોરીના ઘરે લગ્નની વાત કરવા આવતા કીશોરીની માતાએ લડકી અભી છોટી હૈ ઉસકી ઉંમર હો જાયેગી તો શાદી કરેગે” તેમ કહ્યું હતું. બાદમાં અમાન અને તેની માતા વારંવાર લગ્ન કરવા માટે ફોન કરતા હતા. દરમિયાન કીશોરી ૬ મહિના પહેલા ભેસ્તાન આવાસ ખાતે મામાના ઘરે રહેવા આવી હતી. અઢીં મહિના પહેલા અમાન અન્સારી ભેસ્તાન આવાસ ખાતે જઈ કીશોરીને બળજબરી કરી તેની મોપેડ પર ઉન પાટીયા ખાતે તેની નાનીના ઘરે લઇ ગયો હતો. તેની નાની એકલી હોય ઘરની બહાર ચાલી જતા નીચેના રૂમનો મુખ્યો દરવાજો અમાને અંદરથી બંધ કરી દીધો હતો. અને કીશોરી સાથે બળાત્કાર કર્યો હતો.
કીશોરી રડતા તેને ચુપ કરાવી ભેસ્તાન આવાસ સ્ટાર મેડિકલ પાસે ઉતારી ગયો હતો. ત્યારબાદ ગત ૧૫ જાન્યુઆરીએ ફોન કરીને કીશોરીને ‘તુ મેરે સાથ સાદી નહી કરેગી તો તેરે ફોટો ઇન્ટરનેટ પર વાઇરલ કર દુંગા તુઝે ઔર તેરે પરિવાર વાલેકો જાન સે માર ડાલુંગા’ તેવી ધમકી આપી હતી. બીજા દિવસે અમાને દરવાજો ખખડાવતા કીશોરી અને તેની માતાએ દરવાજો નહી ખોલતા ગાળો આપી હતી. કીશોરીની માતાને “તેરી લડકી કે સાથ મેરી સાદી નહી કી તો મેં તેરી લડકી ઔર તુઝે જાન સે માર ડાલુંગા તેવી ધમકીઓ આપતા અંતે પોલીસ ફરિયાદ નોંધાવતા ડિંડોલી પોલીસે વધારે તપાસ હાથ ધરી છે.