National

36 દિવસમાં પથ્થર ફેંકવાની બીજી ઘટના: છત્તીસગઢમાં વંદે ભારત પર પથ્થરમારો થયો

નવી દિલ્હી : વંદે ભારત (Vande India) એક્સપ્રેક્સ ટ્રેન ઉપર વારે ઘડીએ પથ્થરમારાની (stoning) ઘટનાના સમાચારો આવે છે. અને હવે છત્તીસગઢના (Chhattisgarh) દુર્ગમાં ફરી એકવાર ટ્રેન ઉપર પથ્થર મારવાઆ આવ્યા છે.પથ્થરમારાની આ ઘટનાથી ટ્રેનની બારીના કાચ ઉપર તિરાડો પડી ગઈ હતી. આ ઘાટીના ખુર્સીપાર ક્ષેત્રમાં બની હોવાનું અનુમાન લગાવાય રરહ્યું છે. ઘટના બાદ જીઆરપી અને આરપીએફનીની ટીમ આ તોફાની પથ્થર બાજોની તાપસ કરવામાં જોડાઈ ગઈ છે. પ્રદેશ અને દુર્ગ વિસ્તારમાં 36 દિવસમાં આ પ્રકારની બીજી ઘટના બની હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

  • છત્તીસગઢના દુર્ગમાં ફરી એકવાર ટ્રેન ઉપર પથ્થર મારો
  • કોચના E-1 ડબ્બાની બારીના કાચને થયું નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે
  • 36 દિવસમાં આ પ્રકારની બીજી ઘટના બની હોવાનું પ્રકાશમાં આવ્યું છે

કોચના E-1 ડબ્બાની બારીના કાચને થયું નુકસાન
પ્રાપ્ત માહિતી મુજબ શુક્રવારે સાંજે દક્ષિણ પૂર્વ મધ્ય રેલવે (SECR) ના રાયપુર વિભાગ હેઠળના ભિલાઈ નગર સ્ટેશન પાસે આ ઘટના બની હતી. આ ઘટના મુજબ ટ્રેન સાંજે 5.15 વાગ્યે દુર્ગ પહોંચી હતી. ત્યાં બે મિનિટ રોકાયા બાદ તે સાંજે 5.17 વાગ્યે રાયપુર જવા રવાના થઈ હતી. જ્યારે ટ્રેન ભિલાઈ નગર સ્ટેશન ક્રોસ કરી રહી હતી ત્યારે પથ્થરમારાની ઘટના સામે આવી હોવાનું કહેવાય રહ્યું છે. પથ્થરમારાને કારણે ઈ-1 કોચની બારીના કાચને નુકસાન થયું છે.

ટ્રેન નાગપુરથી બિલાસપુર તરફ જઈ રહી હતી
ઘટના બાદ તરત જ આરપીએફને જાણ કરવામાં આવી હતી. જે બાદ જવાનો ઘટનાસ્થળે પહોંચ્યા હતા. આ સેમી હાઈ સ્પીડ ટ્રેન નાગપુરથી બિલાસપુર આવી રહી હતી. આરપીએફ અને જીઆરપી પથ્થરબાજીના આરોપીઓને પકડવામાં કે તેની ઓળખ કરવામાં સક્ષમ નથી. આરોપીને શોધવા રેલવે ટ્રેકની બાજુમાં રહેતા લોકોને અપીલ કરવામાં આવી છે. આરપીએફએ અજાણ્યા હુમલાખોરો સામે કેસ નોંધ્યો છે.

આ પહેલા 14 ડિસેમ્બરે પણ ટ્રેનમાં પથ્થરમારો થયો હતો
આરપીએફ ભિલાઈના પૂર્ણિમા રાય બંજરેએ જણાવ્યું કે તેઓ આરોપીઓની ધરપકડ માટે સ્થાનિક પોલીસની પણ મદદ લઈ રહ્યા છે. જીઆરપી સહિતની ટીમો રેલવે ટ્રેકની બાજુમાં આવેલી બંદોબસ્તમાં સક્રિય કરવામાં આવી છે. દુર્ગ અને રાયપુરની આરપીએફ અને જીઆરપીની ટીમો પણ પોતાના સ્તરે તપાસ કરી રહી છે. આ ટ્રેન પર પથ્થરમારાની આ બીજી ઘટના છે. આ પહેલા 14 ડિસેમ્બરે પણ ટ્રેનમાં પથ્થરમારો કરીને બારીના કાચ તોડવામાં આવ્યા હતા.

Most Popular

To Top