SURAT

સુરતમાં ઇ-સિગારેટના 17.32 લાખના જથ્થા સાથે બે વ્યક્તિ પકડાયા

સુરત: (Surat) અડાજણમાંથી એસઓજીની (SOG) ટીમે બે જગ્યાઓએ રેઇડ કરી પ્રતિબંધીત ઈ-સિગારેટના (E-Cigarettes) ૧૭.૩૨ લાખના જથ્થા સાથે બે આરોપીઓની ધરપકડ (Arrest) કરી હતી. આ જથ્થો લાવનાર મુખ્ય સુત્રધારને વોન્ટેડ (Wanted) જાહેર કરાયો હતો.

  • ‘નો ડ્રગ્સ ઇન સુરત સિટી’ અભિયાન યથાવત્ : ઇ-સિગારેટના ૧૭.૩૨ લાખના જથ્થા સાથે બે પકડાયા
  • અડાજણમાંથી એસઓજીએ બે સ્થળએ રેઇડ કરી પ્રતિબંધીત ઈ-સિગારેટ ઝડપી પાડી, જથ્થો લાવનાર મુખ્ય સુત્રધાર વોન્ટેડ

શહેર પોલીસ કમિશ્નર અજયકુમાર તોમર દ્વારા સુરત શહેરમાં નાર્કોટીક્સ ડ્રગ્સની બદીને નેસ્તનાબુદ કરવા માટે “નો ડ્રગ્સ ઇન સુરત સિટી’ અભિયાન ચાલુ કરાયું છે. જે અભિયાન અંતર્ગત શહેર પોલીસની નાર્કોટીક્સ ડ્રગ્સ ઉપર ચાપતી નજર છે. દરમિયાન એસઓજીની ટીમે બાતમીના આધારે અડાજણ ગુજરાત ગેસ સર્કલ પાસે આવેલી Max Tattooz And Piercing માં રેડ કરી હતી. આરોપી જશ સંજય મિસ્ત્રી (ઉ.વ.૨૨ રહે.ફ્લેટ નં. બી-૩૦૧ નોવા એપેક્ષ એપાર્ટમેન્ટ જુલેલાલ સર્કલ આનંદ મહેલ રોડ અડાજણ તથા મુળ શાંતીનગર મીરા રોડ થાણે, મહારાષ્ટ્ર) ને ઝડપી પાડ્યો હતો.

તેની દુકાનમાંથી ગેરકાયદેસર રીતે રાખેલી પ્રતિબંધિત અલગ અલગ કંપનીની અલગ અલગ ફ્લેવર્સની ઈ-સિગારેટ, અલગ અલગ કંપનીની રીફીલેબલ ઈ-સિગારેટ, અલગ અલગ કંપનીની અલગ અલગ ફ્લેવરો, ફ્લેવર સાથેના પોર્ડસ, ફ્લેવર વગરના પોર્ડસ, રીફીલેબલ ઈ-સિગારેટની કોઈલ મળી કુલ ૧૫.૦૧ લાખની મતાનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. એસ.ઓ.જી. ના એએસઆઈ જગશી શાંતીભાઈ તથા પોકો સિકંદર બિસ્મિલ્લાને બાતમી મળતા એસ.ઓ.જી. પીઆઈ એ.પી.ચૌધરીની સૂચનાથી રેઇડ કરી હતી.

ત્યારબાદ એસ.ઓ.જી. ના એએસઆઈ ભરતભાઈ દેવીદાસભાઈ તથા પોકો દેવેન્દ્રદાન ગંભીરદાનને મળેલી બાતમીના આધારે બંગલા નં.૧૧ સુત્રાલી સોસાયટી આઈ.પી.સવાણી રોડ જલારામ મંદિર પાસે અડાજણ સુરત ખાતે રેઈડ કરી આરોપી વિકાસ ઉર્ફે વિક્કી પ્રવિણભાઈ મોદી (ઉ.વ.૪૨) ને ઝડપી પાડ્યો હતો. તેના મકનામાંથી પણ ઈ- સિગારેટ કુલ નંગ-૨૨૧ મળી કુલ ૨.૩૧ લાખની મતાનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.

Most Popular

To Top