Dakshin Gujarat

નવાગામમાં રૂપિયા બાબતે બે પરિવારો વચ્ચે ધીંગાણું, સામ-સામી ફરિયાદ કરાઈ

ભરૂચ: (Bharuch) અંકલેશ્વર તાલુકાના નવાગામ કરારવેલ ગામના મોટા ફળિયામાં રહેતા ગુમાન ભીખા વસાવા ગત શુક્રવારના રોજ પોતાના ફળિયામાં નીકળ્યો હતો. તે દરમિયાન છના જેસલા વસાવા તેના ઘર પાસે લાકડા ફોડતો હોય, જેને અગાઉ આપેલા રૂપિયા (Rupees) માંગતા રૂપિયા આપવાનું ના કહી અપશબ્દો ઉચ્ચારી ગુમાન વસાવા સાથે ઝઘડો (Querral) કર્યો હતો. આ ઝઘડાનું ઉપરાણું લઇ મુકેશ છના વસાવા, વિકાસ છના વસાવા અને દશરથ સોમા વસાવાએ મળી યુવાનને લાકડાના સપાટા મારી ઈજાઓ પહોંચાડી હતી. ઈજાઓને પગલે ઈજાગ્રસ્તને તાત્કાલિક પ્રથમ ગડખોલ સીએચસી બાદ ભરૂચ અને ત્યાંથી વધુ સારવાર માટે વડોદરા ખાતે ખસેડવામાં આવ્યો હતો.

જયારે સામે પક્ષે નોંધાવેલી ફરિયાદ અનુસાર, છના જેસલા વસાવા ગતરોજ સાંજે પોતાના ઘર પાસે લાકડા ફોડતા હતા. તે વેળા ફળિયામાં રહેતો ગુમાન ભીખા વસાવા હાથમાં પાવડો લઇ આવી અપશબ્દો ઉચ્ચારી ઝઘડો કર્યો હતો અને આવેશમાં આવી ગયેલા માથાભારે ઇસમેં હાથમાં રહેલો પાવડો માથાના ભાગે મારી ઈજાઓ પહોંચાડી હતી. તાલુકા પોલીસે મારા-મારી અંગે સામસામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

સુલતાનપુરામાં એક જ પરિવારના સભ્યો વચ્ચે શેરડીનો કચરો સળગાવવાને લઈને વિવાદ
ઝઘડિયા: ઝઘડિયાના સુલતાનપુરા ગામે ખેતરમાં કચરો સળગાવવાની બાબતે એક જ પરિવારના સભ્યો વચ્ચે ઝઘડો થતાં બે ઇસમો સામે પોલીસમાં ગુનો દાખલ કર્યો હતો.

સુલતાનપુરા ગામના કવલસિંહ જયેન્દ્રસિંહ રાઠોડ પોતાના ખેતરમાં જમરૂખની બાગાયતી ખેતી કરે છે. ગત તા.૧૬મીના રોજ કવલસિંહના કાકા મહેન્દ્રસિંહ રાઠોડ તેમજ પિતરાઇ ભાઇ કુલદિપસિંહ રાઠોડ તેમના ખેતરમાં શેરડી કાપણીનો કચરો સળગાવતા હતા. એ વેળા કવલસિંહે તેમને કહ્યું હતું કે, મારી જમરૂખી પર ફુલ અને ફળ આવેલા છે. તેને નુકશાન ના થાય તેનું ધ્યાન રાખજો. આ સાંભળીને સામે પિતરાઈ કુટુંબવાળા ગાળો બોલવા લાગ્યા હતા. અને કહેવા લાગ્યાં હતાં કે, અમારું આવું જ ચાલશે, તારે ચોવટ કરવી નહિ. તું સુધરી જજે નહિ તો તારા ટાંટીયા તોડી નાંખીશ. શેરડીનો કચરો સળગાવવાથી આઠેક જેટલી જમરૂખીને આગની ઝાળ લાગી હતી. જેને લઇને કવલસિંહને રૂ.પાંચ હજાર જેટ6લું નુકશાન થયું હતું. જે બાબતે કવલસિંહ જયેન્દ્રસિંહ રાઠોડે ઝઘડિયા પોલીસમાં ફરિયાદ આપતા મહેન્દ્રસિંહ સાધનસિંહ રાઠોડ તેમજ કુલદિપસિંહ મહેન્દ્રસિંહ રાઠોડ બન્ને રહે.ગામ સુલતાનપુરા તા.ઝઘડિયાના વિરૂદ્ધ જમરૂખી ઝાડ પર નુકશાન થતાં ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top