National

રમત મંત્રલાય એક્શન મોડમાં : કુસ્તી સંઘના આસિસ્ટન સેક્રટરીનો લેવાયો ભોગ

નવી દિલ્હી : પહેલવાનો દ્વારા કરવામાં આવેલા આરોપોને લઇ રમત મંત્રલાય (Ministry Of Sports) તુરંત એક્શન મોડમાં આવી ગયું છે. યૌન ઉત્પીડનને લઈને લગાવવામાં આવેલા આરોપો અંતર્ગત છેલ્લા ઘણા દિવસોથી આંદોલન (Movement) ચાલી રહ્યું હતું. આ વિવાદો વચ્ચે કુસ્તી (Wrestling) ફેડરેશનના (Federation) અધિકરીઓ કેન્દ્રમાં આવી ગયા હતા. અને હવે તુરંત એક્શન મોડમાં આવી ગયેલ ભારતીય કુસ્તી મંતત્રલય દ્વારા સંઘના અસિસ્ટન સેકિક્રેટરી વિનોદ તોમરનો (Vinod Tomar) ભોગ લેવાયો છે. તેમને તુરંત બરતરફ કરવાના પગલાં લેવામાં આવતા ખળભળાટ મચી ગયો છે.

  • વિનોદ તોમરનો ભોગ લેવાયો,છેલ્લા ઘણા દિવસોથી આંદોલન ચાલી રહ્યું હતું
  • વિવાદો વચ્ચે કુસ્તી ફેડરેશનના અધિકરીઓ કેન્દ્રમાં આવી ગયા હતા
  • યૌન ઉત્પીડનને લઈને લગાવવામાં આવેલા આરોપો લાગ્યા હતા

બ્રિજભૂષણ શરણ સિંહ આ મામલે હાલ કંઈ નહીં બોલે
આ એ જ સચિવ છે જેમણે બ્રિજભૂષણ શરણ સિંહની તરફેણમાં નિવેદન આપ્યું હતું. બ્રિજભૂષણ શરણ સિંહની તરફેણમાં નિવેદન આપતાં કુસ્તી મહાસંઘના આસિસ્ટન્ટ સેક્રેટરી વિનોદ તોમરે શનિવારે સાંજે કહ્યું હતું કે ફેડરેશનના મોટાભાગના લોકો બ્રિજભૂષણ શરણ સિંહની સાથે છે અને અંગત રીતે મને આ આરોપો યોગ્ય નથી લાગતા. તપાસનો રિપોર્ટ ન આવે ત્યાં સુધી બ્રિજભૂષણ શરણ સિંહ આ મામલે હાલ કંઈ નહીં બોલે અને ત્યાર બાદ તેઓ આરોપો અંગે પોતાનો મુદ્દો રજૂ કરશે.

જનરલ બોડીની બેઠકમાં તેઓ પોતાની સ્થિતિ જણાવશે
ઉલ્લેખનીય છે કે વિનોદ તોમરે જ શનિવારે આજે સાંજે કહ્યું હતું કે બ્રિજભૂષણ શરણ સિંહ હજી પણ તેમના પદ પર છે પરંતુ તપાસ ચાલુ ન થાય ત્યાં સુધી પોતાને કોઈ પણ સત્તાવાર કામથી દૂર રાખશે. આવતીકાલે મળનારી જનરલ બોડીની બેઠકમાં તેઓ પોતાની સ્થિતિ જણાવશે અને દેશભરના પ્રતિનિધિઓ વચ્ચે પણ આ વિષય પર ચર્ચા કરવામાં આવશે.

મંત્રાલયને તેની હાજરી હાનિકારક લાગી
ઉલ્લેખનીય છે કે વિનોદ તોમરને રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI) દ્વારા 29 ઓક્ટોબર 2002ના રોજ સહાયક સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. મંત્રાલયે વિનોદ તોમરની ભૂમિકા સહિત WFIની કામગીરી અંગેના અહેવાલોની નોંધ લીધી. આ અહેવાલોમાં, મંત્રાલયને જાણવા મળ્યું કે વિનોદ તોમરની હાજરી શિસ્ત માટે હાનિકારક હશે. રમતગમત મંત્રાલયે રમત સંહિતા 2011 (અનુશિષ્ટ-IX) ની જોગવાઈઓ અનુસાર સહાયક સચિવ વિનોદ તોમરને તાત્કાલિક સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો છે.

Most Popular

To Top