SURAT

સુરત: બીકોમ સેમ-4માં વિદ્યાર્થીઓનાં પરિણામમાં છબરડાં, ABVPનો ભારે વિરોધ

સુરત: વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) દ્વારા તાજેતરમાં જ બીકોમ (B.Com) સેકેન્ડ યર સેમિસ્ટર 4નાં પરિણામો (Result) જાહેર કરવામાં આવ્યાં હતા. વિદ્યાર્થીઓએ (Student) પેપરમાં લખવા છતાં તેઓને યોગ્ય માર્કસ આપવામાં આવ્યા ન હતાં. જેના કારણે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. ABVPએ જણાવ્યું હતું કે ઓનલાઈન પદ્ધતિથી પેપર ચેક કરવામાં આવ્યા છે જેના કારણે આ છબરડા વળ્યા છે. તેમજ આ પરિણામોનું મોડરેશન માટેની માગ કરી હતી.

  • ગુરુવારે ABVP દ્વારા VNSGUનાં વહીવટી ભવનની બહાર વિરોધ
  • ABVPએ આ પરિણામોનું મોડ્યુલેશનની માગ કરી
  • ઓનલાઈન પદ્ધતિ સુવ્યવસ્થિત નથી જેના કારણે પરિણામોમાં છબરડા જોવા મળી રહ્યાં છે: ABVP

તાજેતરમાં જ VNSGU દ્વારા બીકોમ સેમિસ્ટર 4નું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. આ પરિણામ ખૂબ જ ઓછું આવ્યું હતું. આ માટે ગુરુવારે ABVP દ્વારા VNSGUનાં વહીવટી ભવનની બહાર વિરોધ કરવામાં આવ્યો હતો. જેમાં તેઓએ કહ્યું હતું કે વિદ્યાર્થીઓ પરીક્ષામાં પેપરમાં લખ્યું હોવા છતાં તેઓને યોગ્ય માર્કસ આપવામાં આવ્યા નથી. જાણકારી મુજબ 100000 વિદ્યાર્થીઓને ન્યાય પરિણામમાં ન્યાય મળ્યો નથી. તેથી ABVPએ આ પરિણામોનું મોડ્યુલેશનની માગ કરી છે. અને વિરોધ નોંધાવ્યો છે.

આ ઉપરાંત અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા કહેવામાં આવ્યું છે કે જે ઓનલાઈન પદ્ઘતીથી પેપરની ચકાસણી કરવામાં આવી છે તે ઓનલાઈન પદ્ધતિ સુવ્યવસ્થિત નથી જેના કારણે પરિણામોમાં છબરડા જોવા મળી રહ્યાં છે. જેથી જ્યાર સુધી ઓનલાઈન પદ્ધતિ યોગ્ય ન બને ત્યાર સુધી જૂની પદ્ધતિથી જ પેપર ચેક કરવા માટે પણ જણાવ્યું હતું. ABVPએ કહ્યું છે કે જો તેઓની પરિણાનોનું મોડરેશન કરવાની માગ 24 કલાકમાં પૂર્ણ નહિં થશે તો તેઓ આ આંદોલનને ઉગ્ર કરશે.

Most Popular

To Top