Entertainment

યુટ્યુબ પર વીડિયો પોસ્ટ કરી રૂપિયા કમાવવાનું થયું સરળ, પોલિસીમાં કરાયા આવા ફેરફાર

નવી દિલ્હી: યુટ્યુબે (Youtube) હાલમાં જ પોતાના યુટ્યુબ મોનેટાઈઝેશન (Youtube channel Monetization) ક્રાઈટેરિયામાં ફેરફાર ર્ક્યા છે. જેનાથી નાના ક્રિએટર્સને પૈસાની કમાણી કરવામાં મદદ મળશે. YPP માં શામેલ થવા માટે પહેલાથી નિશ્ચિત માપદંડને બદલવામાં આવ્યું છે. પહેલા યુટ્યુબને મોનેટાઈઝ કરવા માટે ક્રિએટર્સની પાસે 1,000 સબ્સક્રાઈબર (Subscriber) અને 4,000 વોચ અવર્સ હોવા જરૂરી હતા. યુટ્યુબે પોતાના યુટ્યુબ પાર્ટનર પ્રોગ્રામ (YPP) હેઠળ મોનેટાઈઝેશન પોલિસીમાં લોકોને કેટલાક અંશે રાહત આપી છે.

આ છે નવી પોલિસી
નવી પોલિસી અનુસાર, યુટ્યુબને મોનેટાઈઝ કરવા માટે ક્રિએટર્સની પાસે 500 સબ્સક્રાઈબર અને 3,000 વોચ અવર્સ હોવા જરૂરી છે.

આ દેશોમાં પહેલા મળશે સર્વિસ
આ નવી પોલિસી કંપની અત્યારે સંયુક્ત રાજ્ય અમેરિકા, યુનાઈટેડ કિંગડમ, કેનેડા, તાઈવાન અને દક્ષિણ કોરિયામાં અમલી કરી શકે છે. YPP યોગ્યતામાં ફેરફાર કરવા ઉપરાંત યુટ્યુબે ક્રિએટર્સે માટે કમાણી કરવા માટે નવી સુવિધાઓ જાહેર કરી છે. હવે નાના ક્રિએટર્સ માટે પેડ ચેટ, ટિપિંગ, ચેનલ મેમ્બરશિપ અને શોપિંગ ફીચર ઉપલબ્ધ છે.

યુટ્યુબ શોર્ટસ માટે પણ બદલાયાં નિયમ
કંપનીના જુના નિયમ અનુસાર, યુટ્યુબ શોર્ટસના માધ્યમથી ચેનલ મોનેટાઈઝ કરવા માટે ક્રિએટર્સ પાસે 10 મિલિયન વ્યૂઝ અને 1,000 સબ્સક્રાઈબર હોવા જરૂરી હતું. કંપનીએ આ નિયમમાં પણ ફેરફાર કરીને 3 મિલિયન વ્યૂઝ અને 1,000 સબ્સક્રાઈબર કરી દીધા છે.

જો તમે પોતાના ઘરમાં સ્માર્ટ ટીવી પર યુટ્યુબની નીહાળવાની મજા માણો છો, તો તમારા માટે એક ખરાબ સમાચાર છે. યુટ્યુબે પોતાના ટીવી સબ્સક્રિપ્શનની કિંમત વધારવાની જાહેરાત કરી છે. યુટ્યુબ તરફથી કહેવામાં આવ્યું છે કે, સતત વધી રહેલા કન્ટેન્ટ ખર્ચના કારણે સબ્સક્રિપ્શનની કિંમત વધારવામાં આવી છે. આ નિર્ણય પછી યૂઝર્સને ટીવી પર યુટ્યુબ જોવા માટે પ્રતિ મહિના 64.99 ડોલરની જગ્યાએ 72.99 ડોલર આપવા પડશે. નવા સભ્યો માટે નવી કિંમત 16 માર્ચથી લાગુ થઈ ગઈ છે. આ ઉપરાંત, કંપનીએ કહ્યું કે, તે પોતાના 4કે પ્લસ એડ-ઓનની કિંમત 19.99 ડોલર પ્રતિ મહિનાથી ઘટાડીને 9.99 ડોલર પ્રતિ મહિના કરી રહ્યા છે.

યુટ્યુબ પર કમાણીની પ્રોસેસ શું છે?
યુટ્યુબ કન્ટેન્ટ ક્રિએટર્સને વીડિયો બનાવવા માટે પ્રેરિત કરે છે. યૂઝરને પસંદ આવતા વીડિયો બનાવવામાં આવે તો ચેનલ પર સબ્સક્રાઈબર્સની સંખ્યા વધે છે. આની સાથે જ ચેનલ ગ્રો થવા લાગે છે. ચેનલ પર વ્યૂઅર્સની સંખ્યા વધતા ક્રિએટર્સને એડ્સ અને પ્રીમિયમ સબ્સક્રિપ્શનના માધ્યમથી પૈસા કમાવવાની તક મળે છે.

Most Popular

To Top