SURAT

‘તું મારી સાથે લગ્ન નહીં કરે તો હું ઝેરી દવા પી મરી જઈશ અને તારૂ નામ લખતો જઈશ’ સુરતની ઘટના

સુરતઃ (Surat) માનદરવાજા ખાતે રહેતી અને નાના બાળકોને ભણાવતી યુવતીને ગોડાદરાના યુવક સાથે પ્રેમસંબંધ (Love) હતો. બંનેના પરિવારે લગ્ન (Marriage) માટે ઇનકાર કરતા યુવતીએ પ્રેમસંબંધ (Reletion) તોડી નાંખ્યો હતો. છતાં યુવકે પીછો કરીને યુવતીને ધમકી (Threat) આપી બંનેના ફોટો ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરી યુવતીને બદનામ કરી હતી. સલાબતપુરા પોલીસે આ અંગે બદનક્ષીની ફરિયાદ નોંધી વધારે તપાસ હાથ ધરી છે.

  • તું મારી સાથે લગ્ન નહીં કરે તો હુ ઝેરી દવા પી મરી જઈશ અને તારૂ નામ લખતો જઈશ
  • યુવતી સાથેની સેલ્ફી ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરી લગ્ન માટે દબાણ કરનાર સામે ગુનો
  • પરિવારે લગ્નની ના પાડતા યુવતીએ યુવક સાથે પ્રેમસંબંધ તોડી નાંખ્યો હતો

માનદરવાજા ખાતે રહેતી 22 વર્ષીય આરતીબેન (નામ બદલ્યું છે) મૂળ મહારાષ્ટ્રના ધુલિયાની વતની છે. આરતીબેને સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં આકાશ રામચંન્‍દ્ર વારડે (રહે. પુજા ડીજે મંડપ એન્‍ડ સાઉન્‍ડ, સુપર સિનેમાની સામે, ગોડાદરા) ની સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ આરતી ન્યુ બોમ્બે માર્કેટમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી કરી રહી હતી. દિવાળી બાદ તેણે આ નોકરી છોડી દીધી હતી. આરતીએ બીએ સુધીનો અભ્યાસ મહારાષ્ટ્રમાં કર્યો હતો. લોકડાઉનથી તે સુરતમાં માતા પિતા પાસે રહેતી હતી. આરતી માનદરવાજા પાસે બુદ્ધ વિહારમાં નાના બાળકોને ભણાવવા માટે જાય છે. ત્યાં આકાશ વારડે તેના મિત્રો સાથે બેસી રહેતો હોવાથી દશેક મહિના પહેલા તેની સાથે ઓળખાણ થઈ હતી.

બાદમાં તેમની મિત્રતા થઈ અને ધીમે ધીમે પ્રેમસંબંધ બંધાયો હતો. ત્યારે ઘણી વખત બહાર ફરવા ગયા ત્યારે ફોનમાં સેલ્ફી પડાવી હતી. બાદમાં તેમને પોતાના પરિવારમાં લગ્ન કરવા અંગે વાત કરતા આકાશની માતા અને પરિવારે લગ્ન માટે ઇનકાર કર્યો હતો. જેથી આરતીએ પ્રેમસંબંધનો અંત આણ્યો હતો. ત્યરબાદ આકાશ રસ્તામાં તથા આરતીની કામની જગ્યાએ જઈને તેનો પીછો કરતો અને તું મારી સાથે લગ્ન નહીં કરે તો હું ઝેરી દવા પી મરી જઈશ અને તારૂ નામ લખતો જઈશ તને બદનામ કરી નાંખીશ, આપણા ફોટો મારી પાસે છે તે ફોટો ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર અપલોડ કરી દઈશ તેવી ધમકી આપતો હતો.

આરતીએ બંને પરિવાર લગ્ન માટે રાજી ન હોવાથી આગળ સંબંધ રાખાની ના પાડી હતી. છતાં આકાશ અલગ અલગ નંબર પરથી ફોન કરતો હતો. ગત 13 ડિસેમ્બરે આકાશે તેની ઇન્સ્ટાગ્રામ આઈડી પર આરતી સાથેનો ફોટો શેર કર્યા હતા. અને સાથે મારા મોતનું કારણ આરતી હશે જેવી સેડ સ્ટોરી મૂકી બદનામ કરવા પ્રયાસ કરી લગ્ન માટે દબાણ કરતો હતો. જેથી આરતીએ સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં આકાશ સામે બદનક્ષીની ફરિયાદ નોંધાવતા પોલીસે વધારે તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top