Dakshin Gujarat

ભરૂચ-દહેજ બાયપાસ રોડ પર લક્ઝરી બસે અડફેટે લેતા માતાની નજર સામે દીકરીનું મોત

ભરૂચ: આજે શુક્રવારે સવારે ભરૂચ-દહેજ બાયપાસ રોડ (Bharuch Dahej Baipass Road) પર ગમખ્વાર અકસ્માત (Accident) સર્જાયો છે. અહીં પૂરપાટ ઝડપે દોડતી લક્ઝરી બસના ચાલકે એક બાઈક સવાર દાદા-પુત્ર અને એક બાળકીને અડફેટમાં લીધા હતા. આ ગોઝારા અકસ્માતમાં 5 વર્ષની બાળકીનું મોત (Death) નિપજ્યું છે. અકસ્માત બાદ રોષે ભરાયેલા લોકોએ રસ્તા પર ઉતરી જઈ ચક્કાજામ (Traffic) કરી દીધો હતો, જેના પગલે પોલીસનો (Police) કાફલો દોડી ગયો હતો.

  • ભોલાવના મહેશ પટેલ પૌત્રી અને પુત્રવધુને લઈ જતા હતા ત્યારે બની ઘટના
  • મઢુલી સર્કલ પાસે થયો અકસ્માત
  • લક્ઝરી બસના ચાલકે ટક્કર મારી
  • પૌત્રી ધ્યાનીનું ઘટનાસ્થળે જ થયું મોત
  • રોષે ભરાયેલા લોકોએ પત્થરો મારી બસનો કાચ ફોડી નાંખ્યા
  • સ્પીડ બ્રેકર બનાવવાની માંગણી
  • હાઈવે પર ચક્કાજામ કરી દેવાયો
  • પોલીસે લોકોને શાંત પાડ્યા

ભરૂચ-દહેજ બાયપાસ રોડના મઢુલી સર્કલ પાસે સવારે અકસ્માત થયો હતો. આજે સવારે ભોલાવથી મહેશ હરી પટેલ તેમની પુત્રવધુ ડિમ્પુ ધર્મેશ પટેલ અને પાંચ વર્ષની પૌત્રી ધ્યાનીને લઈ શ્રવણ ચોક્ડી તરફ જઈ રહ્યાં હતાં ત્યારે દહેજ બાયપાસ રોડ પર નંદેલાવ સ્થિત મઢુલી સર્કલ પાસે ફૂલસ્પીડમાં આવતી ખાનગી લક્ઝરી બસના ચાલકે ટક્કર મારી હતી. આ ટક્કરના લીધે બાઈક ચાલક દાદા-પૌત્રી અને પુત્રવધુ હવામાં દૂર ફંગાળોયા હતા.

આ અકસ્માતમાં પાંચ વર્ષીય બાળકીનું ઘટના સ્થળે તેની માતા અને દાદાની નજર સામે જ કરૂણ મોત નિપજ્યું હતું. દાદા અને માતાને ઈજા થઈ હતી. બંને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અકસ્માત બાદ આસપાસની સોસાયટીના લોકો ગામના પૂર્વ સરપંચ, સહિત આગેવાનો અને રાહદારીઓનો રોષ ફાટી નીકળ્યો હતો. પત્થરો મારી બસના કાચ ફોડી નાંખ્યા હતા. ડ્રાઈવરને મારવા લેતા તે ભાગ્યો હતો. આ માર્ગ પર કંપનીઓની ખાનગી બસો અને લક્ઝરી બસના ચાલકો ખૂબ જ સ્પીડમાં (Speed) બસો દોડાવતા હોય વારંવાર અહીં અકસ્માતની ઘટના બની રહી હોય લોકોએ રસ્તા ઉપર ઉતરી સ્પીડ બ્રેકરની (Speed Barker) માંગણી સાથે વાહનોને અટકાવી ચક્કાજામ કરી દઈ ભારે હંગામો મચાવ્યો હતો. બનાવની જાણ થતા ભરૂચના એ ડિવીઝનમાંથી પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. સ્પીડ બ્રેકર બનાવવાની ખાતરી આપી સ્થિતિને કાબુમાં લેવાના પ્રયાસો કરાયો હતા.

Most Popular

To Top