જિયોપોલિટિક્સમાં કેટલીક ઘટનાઓ એવી હોય છે જે માત્ર બે દેશો વચ્ચેના સંબંધોનો વિષય રહેતી નથી, પરંતુ સમગ્ર વિશ્વના આર્થિક, વ્યૂહાત્મક અને રાજકીય સમીકરણોને અસર કરતી હોય છે. અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલી સમજૂતી એવી જ એક ઘટના છે. વર્ષોથી પરસ્પર અવિશ્વાસ, પ્રતિબંધો, ધમકીઓ અને સૈન્ય અથડામણોની પૃષ્ઠભૂમિ ધરાવતા બે દેશો વચ્ચે સંવાદ અને સમાધાનનો માર્ગ ખુલવો વિશ્વ માટે આશાસ્પદ ઘટના છે.
મધ્યપૂર્વ માત્ર એક પ્રદેશ નથી; તે વિશ્વની ઊર્જા વ્યવસ્થાનું ધબકતું હૃદય છે. વિશ્વમાં વપરાતા કાચા તેલનો મોટો હિસ્સો આ પ્રદેશમાંથી આવે છે અને હોર્મુઝની ખાડી તેનું જીવનદ્વાર છે. જ્યારે પણ ઈરાન અને અમેરિકા વચ્ચે તણાવ વધે છે ત્યારે સૌથી પહેલાં તેની અસર તેલના બજારમાં જોવા મળે છે. તેલના ભાવમાં થતો વધારો માત્ર પેટ્રોલ પંપ સુધી મર્યાદિત રહેતો નથી; તે પરિવહન, ઉત્પાદન, કૃષિ, ઉદ્યોગ અને અંતે સામાન્ય નાગરિકના જીવનધોરણને અસર કરે છે. જો હોર્મુઝની ખાડી જો લાંબો સમય બંધ રહેત તો વિશ્વ અર્થવ્યવસ્થા ગંભીર સંકટમાં સપડાઈ જાત. આ સંજોગોમાં અમેરિકા અને ઈરાન વચ્ચે સમજૂતીનો માર્ગ ખુલવો વિશ્વ બજારો માટે રાહતના સમાચાર છે.
આ સમજૂતીનો સૌથી મોટો લાભ તે દેશોને થશે જે ઊર્જા આયાત પર નિર્ભર છે. ભારત એમાં અગ્રસ્થાને છે. તેલના ભાવમાં થતો દરેક વધારો ભારતના આયાત બિલ, વેપાર ખાધ અને મોંઘવારીને અસર કરે છે. તેથી મધ્યપૂર્વમાં શાંતિ અને સ્થિરતા ભારતના રાષ્ટ્રીય હિત સાથે સીધી રીતે સંકળાયેલી છે. આ સમજૂતીના પરિણામે તેલના ભાવ સ્થિર રહે અથવા તેમાં ઘટાડો થાય તે ભારત માટે લાભકારક છે. આયાત ખર્ચ ઘટશે, રૂપિયો મજબૂત બનશે, મોંઘવારી નિયંત્રણમાં રહેશે અને ઉદ્યોગોને સ્પર્ધાત્મક લાભ મળશે. સરકાર માટે વિકાસલક્ષી ખર્ચ વધારવાની તકો ઊભી થશે. આમ, મધ્યપૂર્વમાં શાંતિ ભારતના આર્થિક વિકાસ માટે સકારાત્મક પરિબળ બની શકે છે.
પરંતુ આ સમગ્ર ઘટનાક્રમનું બીજું એક મહત્વપૂર્ણ પાસું છે ઊર્જા સુરક્ષા. ભારતે છેલ્લા કેટલાક વર્ષોમાં સૌર ઊર્જા, પવન ઊર્જા અને ગ્રીન હાઈડ્રોજન જેવા ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. તેમ છતાં, વર્તમાન સમયમાં તેલ અને ગેસનું મહત્વ યથાવત છે. આથી મધ્યપૂર્વમાં સ્થિરતા ભારતને પોતાની ઊર્જા વ્યૂહરચનાને વધુ મજબૂત બનાવવા માટે અનુકૂળ સમય પ્રદાન કરે છે. આ તકનો ઉપયોગ કરીને ભારતે ઊર્જા સ્ત્રોતોમાં વૈવિધ્ય લાવવું અને વ્યૂહાત્મક સંગ્રહ ક્ષમતા વધારવી જરૂરી છે. આ સમજૂતીની સૌથી વધુ રાજકીય અસર કદાચ ઇઝરાયેલને થશે. ઇઝરાયેલ વર્ષોથી ઈરાનને પોતાના અસ્તિત્વ માટે સૌથી મોટો ખતરો ગણાવે છે. તેના મતે ઈરાનનો પરમાણુ કાર્યક્રમ, મિસાઈલ ક્ષમતા અને વિવિધ પ્રાદેશિક સંગઠનો સાથેના સંબંધો મધ્યપૂર્વની સ્થિરતા માટે જોખમરૂપ છે.
આ જ મુદ્દો અમેરિકા અને ઇઝરાયેલ વચ્ચે મતભેદનું કારણ બની શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પ અને બેન્જામિન નેતન્યાહુ લાંબા સમયથી નજીકના રાજકીય સહયોગી તરીકે જાણીતા છે. તેમ છતાં બંને દેશોના હિતો દરેક મુદ્દે એક સરખા હોય એવું જરૂરી નથી. અમેરિકાની પ્રાથમિકતા વૈશ્વિક બજારોમાં સ્થિરતા, ઊર્જા સુરક્ષા અને પોતાના નાગરિકોને આર્થિક રાહત આપવાની હોઈ શકે છે, જ્યારે ઇઝરાયેલની પ્રાથમિકતા સુરક્ષા અને ઈરાનની સૈન્ય ક્ષમતાને મર્યાદિત રાખવાની છે. આથી ભવિષ્યમાં ટ્રમ્પ અને નેતન્યાહુ વચ્ચેના સંબંધોમાં તણાવ ઊભો થવાની શક્યતા નકારી ન શકાય. અમેરિકા અને ઈરાન વચ્ચેનો આ સંવાદ મધ્યપૂર્વને વધુ સ્થિર બનાવે તો તેનો લાભ માત્ર આ પ્રદેશને જ નહીં પરંતુ સમગ્ર વિશ્વને મળશે. ભારત માટે આ પ્રદેશની શાંતિ અને સ્થિરતા દેશના આર્થિક વિકાસને વેગ આપી શકે છે, પરંતુ સાથે જ ઊર્જા ક્ષેત્રે આત્મનિર્ભરતા વધારવાના પ્રયાસો વધુ ઝડપથી આગળ વધારવાની જરૂરિયાત પણ યાદ અપાવે છે. પરંતુ હાલ માટે એટલું ચોક્કસ કહી શકાય કે વિશ્વે રાહતનો શ્વાસ લીધો છે.