સુરતઃ સુરત(Surat) જિલ્લા(District)માં સવારે 6 વાગ્યાથી લઈ સાંજના 4 વાગ્યા દરમિયાન જિલ્લામાં છુટો છુવાયો વરસાદ નોંધાયો હતો. જેમાં પલસાણા(Palsana) તાલુકામાં 22 મી.મી., ઉમરપાડા(Umarpada)માં 19 મી.મી., બારડોલી(Bardoli)માં 14 મી.મી., મહુવા(Mahuva)માં 15 મી.મી, ઓલપાડ(Olpad)માં 9, કામરેજ(Kamrej)માં 8 મીમી., ચોર્યાસીમાં 11 મી.મી., માંગરોળમાં 6 મી.મી., માંડવીમાં 8 મી.મી., સુરત શહેરમાં 10 મી.મી. વરસાદ નોંધાયો હતો. છેલ્લા દિવસો દરમિયાન પડેલા વરસાદના કારણે મહુવા તાલુકામાં મકાનોની દિવાલ ધસી(Wall rush) પડવાના, છત તુટી પડવાના જેવા છુટા છવાયા બનાવો બન્યા છે. જયારે મહુવાના શેખપુર ગામે પુર્ણા નદીના કોતરોમાંથી મુકેશભાઈ મનુભાઈ કુંકણા(46 વર્ષીય )નો મૃતદેહ મળી આવ્યો હતો.
મહુવામાં દીવાલ તૂટવાના અનેક બનાવો
મહુવા તાલુકાના સણવલ્લા ગામના રહેવાસી એવા મહેશભાઈ અંબુભાઈના ઘરની દિવાલ પડી ગઈ હતી. જયારે અનાવલ ગામના ભગુભાઈ છોટુભાઈ પટેલના ઘરની દિવાલ પડી ગઈ હતી. જયારે અન્ય બનાવમાં મહુવા તાલુકાના ભોરિયા ગામે મહેશભાઈ કોળધાના ઘરની દિવાલ તથા વસરાઈ ગામના ધિરૂભાઈ પટેલના ઘરની દિવાલ અને સોમીબેન પટેલના ઘરના નળીયા તુટી જવાના બનાવો બન્યા હતા. દેદવાસણ ગામના મંજુબેન પટેલના ઘરની આંગણની છત તથા દિવાલ તુટવાનો બનાવ બન્યો હતો. આ ઉપરાંત સાંબા ગામના કેસુભાઈ નાયકાના ઘરની દિવાલ પડી જવા પામી હતી. પુના ગામના ઘનસુખભાઈ પટેલના કોઢારાની દિવાલ અડધી દિવાલ પડી હતી. આ બનાવોમાં કોઈ જાનહાનિ કે પશુ હાનિ થઈ ન હતી.
વાહનવ્યવહાર ડાયવર્ટ કરાતા વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરવા તંત્રની અપીલ
સુરત જિલ્લામાં અતિભારે વરસાદથી પાણી ભરાવાને કારણે બારડોલી તાલુકાના 10 રસ્તાઓ બંધ કરાયા છે. આ રસ્તાઓ પર વાહનવ્યવહાર ડાયવર્ટ કરાયો હોવાથી વૈકલ્પિક રસ્તાઓનો ઉપયોગ કરવા જાહેર જનતાને જિલ્લા વહીવટ તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.
બંધ કરાયેલા રસ્તાઓ
1] ઉતારા,વધવા,કરચકા રોડ બંધ હોવાથી વૈકલ્પિક રોડ કરચકા મઢી વાત્સલ્યધામનો ઉપયોગ કરવો.
2] વાંકાનેર પારડી વાલોડ રોડ બંધ હોવાથી વૈકલ્પિક રોડ વાંકાનેર અલ્લુથી મહુવા સ્ટેટ હાઇવેનો ઉપયોગ કરવો.
3] જૂની કીકવાડ ગભેણી ફળિયા રોડ બંધ હોવાથી વૈકલ્પિક રોડ નેશનલ હાઈવે 53 નો ઉપયોગ કરવો.
4] સુરાલી ધારીયા ઓવારા રોડ બંધ હોવાથી વૈકલ્પિક રોડ સુરાલી કોતમુડા રોડનો ઉપયોગ કરવો.
5] સુરાલી કોતમુંડાથી બેલધા રોડ બંધ હોવાથી વૈકલ્પિક રોડ સુરાલી કોતમુડા રોડનો ઉપયોગ કરવો.
6] સુરાલી ગામે સવિજનકાભાઈના ઘરથી ધારીયા કોઝવે રોડ બંધ હોવાથી વૈકલ્પિક રોડ સુરાલી કોતમુડા રોડનો ઉપયોગ કરવો.
7] ખરવાસા મોવાછી જોઈનીંગ સામપુરા રોડ સ્ટેટ હાઈવે 165, મોતા અકોટી ઓરગામ સ્ટેટ હાઈવેનો ઉપયોગ કરવો.
8] ખોજ પારડી વાઘેચા જોઈનીંગ સ્ટેટ હાઈવે 165 રોડ બંધ હોવાથી વૈકલ્પિક રોડ બારડોલી કડોદ રોડ, સ્ટેટ હાઈવે 167નો ઉપયોગ કરવો.
9] ખોજ પારડીથી વાઘેચા રોડ બંધ હોવાથી વૈકલ્પિક રોડ સ્ટેટ હાઈવે 167નો ઉપયોગ કરવો.
10] ટીમ્બરવા કરચવા રોડ બંધ હોવાથી વૈકલ્પિક રોડ તેન અસ્તાન પલસોદ ખોજ રોડનો ઉપયોગ કરવા લોકોને અપીલ કરી છે.