SURAT

આ જીવતા જનાવરનું લોહી પી નશો કરતી ચીકલીગર ગેંગને પોલીસના મારની પણ કોઈ અસર નહીં

સુરત (Surat) : હાલમાં ચીકલીગર ગેંગ (Chikligar Gang) સામે જે રીતે ક્રાઇમ બ્રાન્ચ (Crime Branch) દ્વારા જાનની બાજી લગાવીને પકડવામાં આવ્યા તે બાદ હવે આ લોકોએ કરેલા ગુનાઓને ડિટેકશન (Detection) કરવામાં પોલીસને પરસેવો પડી રહ્યો છે. ચીકલીગર ગેંગ પહેલેથીજ માર ખાવાની આદી હોય છે. પોલીસ અનુસાર ચિકલીગર ગેંગને ફટકારીને કયારેય ગુના કબૂલ કરાવી શકાતા નથી. તેઓને પહેલેથી જ આ મામલે ટ્રેનિંગ (Training) લીધી હોય. હાલમાં પકડાયેલી ચિકલીગર ગેંગ મુખ્યતવે ડુક્કર (Pig) પકડવાનો ધંધો કરે છે. તેમાં હાલમાં જે ગેંગ પકડાઇ છે તેમાં ડુકકરનું લોહી (Blood) પીવાના શોખિન હોવાની વિગત પોલીસ તપાસમાં બહાર આવતા પોલીસ પણ ચોંકી ગઇ છે. તેમાં ગેંગ અનુસાર જીવતા ડુક્કરનુ લોહી પીતા નશો થતો હોવાની વાત આ ગેંગ દ્વારા કરવામાં આવી રહી છે. અલબત ચિકલીગર ગેંગને હાલમાં કંટ્રોલ કરવા પોલીસને પરસેવો પડી રહ્યો છે પરંતુ પોલીસ પણ આ ગેંગને ઇમોશનલી કાબૂમાં લઇને સંખ્યાબંધ ગુના કબૂલાવી લીધા હોવાની વિગત જાણવા મળી છે. દરમિયાન ક્રાઇમ બ્રાન્ચને તપાસમાં આ ગુનેગારો પાસેથી વિગતો કઢાવતા હાલમાંતો નાકે દમ આવી રહ્યો છે.

તમને જણાવી દઈએ કે, સુરત (Surat) ક્રાઇમ બ્રાન્ચની (Crime Branch) ટીમને મળેલી બાતમીને આધારે 28 જૂનની સવારે ચીકલીગર ગેંગને (Chikligar gang) ઝડપી પાડવા સુરત જિલ્લાના બારડોલી (Bardoli) નજીક સ્ટેટ હાઇવે (State Highway) પર વોચ (Watch) ગોઠવવી હતી. કારમાં આવેલા બે ચીકલીગરને ઝડપી પાડવા પોલીસે જીવના જોખમે આ બન્નેને દબોચ્યા હતા. ચીકલીગરોએ પોલીસ જવાનો પર કાર ચડાવી દેવા પણ પ્રયાસ કર્યો હતો. પોલીસે કાર પર લાકડીના સપાટા મારી આ બન્નેને રોકવા જીવ સટોસટની બાજી લગાવી દીધી હતી. પરંતુ ચીકલીગરોએ કાર મારી મુકવા માટે પ્રયાસ કર્યો હતો. જો કે, પોલીસે અગમચેતી વાપરીને બુલડોઝર અને ટ્રક જેવા વાહનોથી આગળનો રસ્તો બ્લોક કર્યો હોવાથી ચીકલીગરોને ફરજીયાત ગાડી રોકવાની ફરજ પડી હતી. જેથી પોલીસની ટીમે બન્ને માથા ફરેલા ચીકલીગરોને હથકડી પહેરાવીને દબોચી લીધા હતા. આ બન્નેને સુરત લાવીને તેમની પુછપરછ હાથ ધરવામાં આવી છે. બન્ને આરોપીઓ રીઢા ગુનેગાર હોવાનું પોલીસનું માનવું છે અને તેમની તપાસમાં અનેક મોટા ગુનાઓનો ભેદ ઉકલવાની સંભાવના છે.

Most Popular

To Top