National

ઉદયપુરમાં કનૈયાલાલ હત્યા કેસમાં વધુ બેની ધરપકડ, આરોપીઓનો કેસ લડવા વકીલોનો ઇનકાર

ઉદયપુ(Udaipur)રઃ કનૈયાલાલ(Kanaiyalala) હત્યા કેસ(Murder Case)માં વધુ બે આરોપી(Accused)ઓની ધરપકડ કરવામાં આવી છે. મોહસીન અને આસિફ નામના બે આરોપીઓની હત્યાના કાવતરા સાથેના સંબંધમાં ધરપકડ કરવામાં આવી છે. તેમજ વધુ 3 લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. બીજી તરફ કનૈયાલાલનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ SITએ આરોપીઓ સામે વધુ કલમો લગાવી છે. બંને પાસેથો હથિયારો મળી આવતા આ કેસમાં આર્મ્સ એક્ટ(Arms Act)નો ઉમેરો કરવામાં આવ્યો છે. આટલું જ નહીં, વકીલો(Lawyers)એ ઉદયપુર હત્યાકાંડના આરોપીઓનો કેસ લડવાની ના પાડી દીધી છે.

આરોપીઓનો કેસ લડવાનો વકીલોનો ઇનકાર
રાજસ્થાનના ઉદયપુરમાં કન્હૈયા લાલની હત્યાને લઈને લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. કારણ છે કે અજમેર સહિત અનેક જિલ્લાઓમાં બંધનું એલાન આપવામાં આવ્યું છે. તેની અસર પણ જોવા મળી, અજમેરમાં દુકાનો બંધ રાખવામાં આવી છે. તેમજ વકીલોએ હત્યા કેસના આરોપીઓનો કેસ લડવાની ના પાડી દીધી છે. આટલું જ નહીં, ઘણા વકીલોએ હુમલાખોરોને ફાંસી આપવાની માંગ કરી છે.

હત્યાના કાવતરાના કેસમાં વધુ બે આરોપીની ધરપકડ
ઉદયપુર હત્યા કેસમાં તપાસ ટીમે ગુરુવારે મોડી રાત્રે વધુ બે આરોપીઓની ધરપકડ કરી છે. હત્યાનું કાવતરું ઘડવા બદલ તેની ધરપકડ કરવામાં આવી હતી. મોહસીન અને આસિફ નામના આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. વધુ 3 લોકોની પણ પૂછપરછ ચાલી રહી છે.

SITએ આરોપીઓની કલમો વધારી
આ કેસમાં હથિયારો મળ્યા બાદ આર્મ્સ એક્ટ ઉમેરવામાં આવ્યો. કાવતરાખોરનું નામ સામે આવ્યા બાદ આ કેસમાં કલમ 120B પણ ઉમેરવામાં આવી હતી. એફઆઈઆરમાં કલમ 307, 326 પણ ઉમેરવામાં આવી હતી. કલમ 326 ગંભીર પ્રકૃતિના ઘા પર લાગુ કરવામાં આવે છે. તપાસ ટીમ સમગ્ર મામલાની સતત તપાસ કરી રહી છે. અગાઉ, ઉદયપુરની સ્થાનિક અદાલતે દરજી કનૈયાલાલની હત્યાના બંને આરોપીઓને 13 જુલાઈ સુધી કસ્ટડીમાં મોકલી દીધા હતા.

તપાસ એજન્સીઓ પહોંચી આતંકીની ફેક્ટરી પર
રિયાઝ અખ્તારી અને ગૌસ મોહમ્મદ, બંને હુમલાખોરોને અજમેર જેલમાં મોકલવામાં આવ્યા, રિયાઝ અખ્તારી અને ગૌસ મોહમ્મદ, ઉદયપુરના કનૈયાલાલ હત્યા કેસના બંને આરોપીઓ, અજમેરની ઉચ્ચ સુરક્ષા જેલમાં તબદીલ કરવામાં આવ્યા છે. ચુસ્ત સુરક્ષા વચ્ચે બંને આરોપીઓને અજમેરની ઘુઘરા ઘાટીમાં હાઈ સિક્યોરિટી જેલમાં બખ્તરબંધ વાહનમાં રાખવામાં આવ્યા છે. બંને ગુનેગારોને સાંજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને કોર્ટે તેમને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા હતા, એમ અધિકારીએ જણાવ્યું હતું. આરોપીઓની રાજસમંદ જિલ્લાના ભીમ વિસ્તારમાંથી ઘટનાના કલાકો બાદ ધરપકડ કરવામાં આવી હતી જ્યારે તેઓ મોટરસાઈકલ પર જઈ રહ્યા હતા. દરમિયાન રાજસ્થાનમાં સતત ચોથા દિવસે નેટ બંધ છે.

ઉદયપુરની ઘટના મામલે પોલીસ તંત્ર એક્શનમાં, જિલ્લાના SP અને IGની બદલી
રાજસ્થાન સરકાર પર પડ્યા, મોટી કાર્યવાહી, 32 IPS અધિકારીઓની બદલી કરવામાં આવી. કુલ 10 જિલ્લાઓમાં પોલીસ કેપ્ટનની બદલી કરવામાં આવી છે. ઉદયપુરમાં કનૈયાલાલ હત્યા કેસને લઈને કડક કાર્યવાહી કરવામાં આવી છે. ઉદયપુરના એસપી મનોજ કુમાર અને આઈજી હિંગલાજદાનની બદલી કરી દેવામાં આવી છે. તેમની જગ્યાએ હવે અજમેરના એસપી વિકાસ શર્માને ઉદયપુરના એસપી બનાવવામાં આવ્યા છે. આ સાથે જ પ્રફુલ કુમારને ઉદયપુરના આઈજીની જવાબદારી સોંપવામાં આવી છે. અજમેરના એસપી ચુનારામ જાટ હશે.

Most Popular

To Top