Gujarat

રાજકોટમાં પત્નીની નજર સામે જ પતિએ 11 છરીના ઘા મારી પ્રેમીની હત્યા કરી

રાજકોટ: રાજકોટ (Rajkot) શહેરના 150 ફૂટ રિંગ રોડ પર નાણાવટી ચોક નજીક આવાસ યોજના ક્વાર્ટરમાં 28 જૂને રાત્રે હત્યાનો (Murder) બનાવ બન્યો હતો. જેમાં 20 વર્ષીય યુવકની 11 ચપ્પુના ઘા મારી કપણી હત્યા કરી દેવમાં આવી હતી. આરોપીને SOGએ ભુજમાંથી (Bhuj) ઝડપી પાડ્યો છે. આ ઘટનામાં આરોપીની પત્ની (Wife) સાક્ષી હતી. અને તેની જ નજર સામે હત્યા કરવામાં આવી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર નાનીમાનાં ઘરે રહેતો 20 વર્ષીય અખ્તર હુસેનભાઈ પાયક નેન્સી નામની યુવતી સાથે ત્રણ વર્ષથી પ્રેમમાં હતો. ત્યાર બાદ નેન્સીના લગ્ન અખ્તર ઇબ્રાહીમભાઇ દલવાણી સાથે થયા હતા. પરંતુ તેનું પ્રેમ પ્રકરણ અખ્તર હુસેન સાથે હતું જે વાતથીત તેનો પતિ ઘણીવાર ગુસ્સે થયો હતો. ગત 28 જૂને જ્યારે નેન્સી તેના પ્રેમી અખ્તર સાથે બેઠી હતી ત્યારે તેનો પતિ અચાનક આવી પહોંચ્યો હતો અને આડેઘડ નેન્સીના નજર સામે જ પતિએ પેટમાં 11 ચપ્પુના ઘા ઝીંકી દીધા. માહિતી અનુસાર અખ્તર તેની નાનીમાના ઘરે છે. જ્યારે તે એક વર્ષનો હતો ત્યારે તેની મા તેની મુકીને પરપુરુષ સાથે ભાગી ગઈ હતી.

નેન્સીના નજર સામે જ પ્રેમીને છરીના 11 ઘા ઝીંકી દીધા
હત્યાની ઘટનામાં નજરે જોનાર સાક્ષીરૂપ નેન્સીએ ઘટનાની હકીકત પોલીસને જણાવી હતી. જેમાં તેણે જણાવ્યું હતું કે હું પ્રેમી અખ્તર સાથે બેઠી હતી ત્યારે જ પતિ હુસેન ધસી આવ્યો હતો. બાદમાં પ્રેમી અખ્તર પર છરીના આડેધડ ઘા મારી નજરની સામે જ ઝીંકી દીધા હતા. મારી સ્થિતિ એક તરફ ક્રૂર બનેલો પતિ હુસેન અને બીજી તરફ બચવા માટે તરફડીયા મારતો પ્રેમી અખ્તર હતો. વધુમાં જણાવ્યું હતું કેબચાવો બચાવોના બૂમો પાડતી હતી એવામાં માત્ર સેકન્ડોમાં જ છરીના ઘા ઝીંકી પતિ સાગરીત સાથે ભાગી થઈ ગયો હતો.

હત્યા કરનાર આરોપી હુસેનની મદદ કરનારા તેના પિતરાઇ ભાઇ નુરો ઉર્ફે નુરમોહમ્મદ કાસમભાઇ દલવાણીને પણ ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા પ્રમાણે હુસેનનું એક જ રટણ હતું કે, અગાઉ અખ્તરને મારી પત્નીનો પીછો છોડી દેવા સમજાવતો હતો જો કે તે સમજતો નહી હોવાનાં કારણે બંન્ને સાથે બેઠા હોવાની ખબર પડતા મને ગુસ્સો આવ્યો હતો અને મે છરીના ઘા મારી તેની હત્યા કરી નાખી હતી. હત્યા બાદ આરોપી હુસેન અને તેના કાકાના દીકરા નુરમહમદ સાથે પલ્સર બાઇક લઇ ભાગી ગયા હતા. SOGએ બાતમીના આધારે તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન મોબાઇલ નંબર પણ ટ્રેસ કરવામાં આવી રહ્યા હતાં. જેના કારણે લોકેશન મોરબી તરફનું મળતાં મોરબી સિટી એ-ડિવિઝન પોલીસની મદદ લેવામાં આવી હતી. બાદમાં આરોપીઓ ભુજ સુધી પહોંચી જતા પોલીસે હુસેનને ભુજના બસ સ્ટેશન પાસેના બગીચામાંથી દબોચી લીધો હતો.

Most Popular

To Top