SURAT

‘ગુસ્તાક એ રસુલ કી એક હી સજા, સિર તન સે જુદા’, કનૈયાલાલ બાદ સુરતના યુવકને ધમકી મળી

સુરત(Surat): ઉદયપુરમાં (Udaipur) દરજી યુવક કનૈયાલાલનું (Kanyalal) ગળું કાપી નિર્મમ હત્યા (Murder) બાદ સુરતના યુવરાજ પોખરણા નામના યુવકને પણ જાનથી મારી નાંખવાની ધમકી (Threaten) આપતા સુરત પોલીસ (SuratCityPolice) દોડતી થઈ છે. યુવરાજને સુરત પોલીસ દ્વારા સુરક્ષા આપવામાં આવી છે. એક ગનમેન યુવરાજની સુરક્ષામાં 24 કલાક તૈનાત રહેશે.

  • કનૈયાલાલની હત્યાની ટીકા કરનાર યુવકને મળી ધમકી
  • સુરતના યુવરાજ પોખરણાને જાનથી મારી નાંખવા ધમકી
  • સુરત પોલીસે યુવકને ગનમેનની સુરક્ષા આપી

ભાજપની ભૂતપૂર્વ પ્રવક્તા નુપૂર શર્માએ મહંમદ પયંગબરની માટે વાંધાજનક ટિપ્પણી કર્યા બાદ દેશભરમાં વાતાવરણ ડહોળાયું છે. કાનપુર સહિત અનેક શહેરોમાં નુપૂર શર્માનો વિરોધ થયો છે. ઈસ્લામીક દેશોએ પણ નુપૂર શર્માના સ્ટેટમેન્ટને વખોડી ભારતીય ચીજવસ્તુઓ પર પ્રતિબંધ મુક્યા છે. તેના પગલે ભાજપે નુપૂર શર્માને પ્રવક્તાના પદ પરથી હટાવી દીધી હતી. દરમિયાન સોશિયલ મીડિયામાં નુપૂર શર્માની વિરુદ્ધ અને તેની તરફેણમાં અનેક કોમેન્ટ્સ થઈ હતી. ઉદયપુરના દરજી કનૈયાલાલે નુપૂર શર્માની તરફેણમાં એક પોસ્ટ મુકી હતી જેના પગલે તેની નિર્મમ હત્યા કરી દેવાઈ હતી. આ કેસમાં પોલીસે ચાર આરોપીને પકડ્યા છે, બીજી તરફ કનૈયાલાલના હત્યારાઓના કૃત્યને વખોડતી પોસ્ટ સોશિયલ મીડિયામાં મુકનાર સુરતના યુવરાજ પોખરણા નામના યુવકને પણ સોશિયલ મીડિયામાં જાનથી મારી નાંખવાની ધમકી મળી છે.

કનૈયાલાલની હત્યા બાદ આ ધમકીને ગંભીરતાથી લેવામાં આવી છે. યુવરાજે સુરત પોલીસ કમિશનર પાસે સુરક્ષા માટે અરજી કરી હતી, જેના પગલે ગનમેનની સુરક્ષા આપવામાં આવી છે. નોંધનીય છે કે યુવરાજ પોખરણાએ ઉદયપુરમાં સામાન્ય દુકાનદારની હત્યા અને ત્યાર બાદ એનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ઘટના બાદ હત્યારાઓના કૃત્યનો વિરોધ કર્યો હતો. તેને પગલે ઈન્સ્ટાગ્રામ પર તેને એક મુસ્લિમ યુવક દ્વારા ધમકી મળી છે, જે અંગે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસે તે મુસ્લિમ યુવકની શોધખોળ હાથ ધરી છે. ધમકીના પગલે યુવરાજના પરિવારજનોમાં ચિંતા પ્રસરી ગઈ છે. યુવરાજને ફૈઝલ નામના યુવકે ધમકી આપી છે. ફૈઝલ નામના મુસ્લિમ યુવકે એવી ધમકી આપી છે કે ગુસ્તાક એ રસુલ કી એક હી સજા, સર તન સે જુદા.

Most Popular

To Top