Gujarat

દશામાનાં વિસર્જન સમયે વિવિધ જિલ્લામાં ડૂબી જવાથી 6 ભક્તોના મોત

અમદાવાદ: અષાઢની અમાસના દિવસે કરવામાં આવતા માં દશામાનાં (Dasha maa) સ્થાપનનાં 10મા દિવસે માતાજીને (Maataji) ધામધૂમથી વહેતા પાણીમાં વિસર્જન કરવામાં આવતું હોય છે. ત્યારે આજે રાજ્યના ઠેક ઠેકાણે જાગરણ બાદ આજે વહેલી સવારે માતાજીને વિદાય આપવામાં આવી હતી. રાજ્યના કેટલાક વિસ્તારમાં વાજતેગાજતે હર્ષોલ્લસથી માતાજીનું વિસર્જન કરવામાં આવ્યું હતું. પરંતુ આ આનંદનો દિવસ ક્યાંક શોકમાં પરિવર્તન પામ્યો હતો. કારણે કે રાજ્યના વિવધ જિલ્લામાં દશામાની મૂર્તિના વિસર્જનમાં 6 લોકોના મોતના સમાચાર સામે આવ્યા હતા. પાવન પર્વમાં દુર્ઘટના સર્જાતા મૃતકોના પરિવવારોમાં શોકનો માહોલ છવાયો છે.

  • માતાજીની મૂર્તિ વિસર્જન કરતી વખતે રાજ્યના વિવિધ જિલ્લામાં 6 માઈ ભક્તોના મોત
  • અંકલેશ્વરમાં 2 ભક્તોના નદીમાં ડૂબી જવાથી મોત
  • મૂર્તિ વિસર્જન દરમિયાન આણંદ અને પંચમહાલમાં પણ યુવક ડૂબ્યા

માતાજીના વિસર્જન દરમિયાન અંકલેશ્વરમાં 2 વ્યક્તિના મોત
માતાજીના પાવન અવસર પર ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. ત્યારે દશા માંના વિસર્જન દરમિયાન પણ ભક્તોમાં ભારે ભીડ જોવા મળી હતી. પરતું આ પાવન અવરસર દુ:ખમાં પરિવર્તન થયા હતો. અંકલેશ્વરના દઢાલ પાસે અમરાવતી ખાડીમાં મૂર્તિના વિસર્જન માટે ગયેલા 3 યુવાન ડૂબ્યા હતા. 3 યુવાનોમાંથી એક યુવાનને ડૂબતા બચાવી લેવામાં આવ્યો હતો. જ્યારે બે યુવકના ડૂબી જવાથી મોત થયા છે. એક સાથે બે યુવક નદીમાં ડૂબી જવાથી આનંદનો પર્વ દુ:કમાં ફેરવાયો હતો. પરિવાર તેમજ સ્થાનિકોમાં શોકની લાગણી છવાય ગઈ હતી.

સાબરકાંઠામાં એક યુવકનું ડૂબી જવાથી મોત
સાબરકાંઠાના ઈડરના કડિયાદરમાં ઘઉંવા નદીમાં દશામાંની મૂર્તિ પધરાવવા જતા યુવક નદીમાં ડૂબવા લાગ્યો હતા. ઘણી મહેનત બાદ પણ યુવકને બચાવી શકાયો ન હતો. ત્યારે પંચમહાલના મોરવા હડફના સુલિયાત ગામના તળાવમાં મૂર્તિ વિસર્જન કરવા ગયેલા યુવકનું ડૂબી જવાથે મોત નિપજ્યું હતું.

આણંદમાં કિશોર-કિશોરી ડૂબ્યા 
આણંદના સંદેશર પાસે કેનાલમાં વહેલી સવારે ચાર વાગ્યે દશા માતાની મૂર્તિના વિસર્જન કરવા ગયેલા એક કિશોર અને કિશોરી કેનાલમાં ડૂબ્યા હતા. કિશોર પાણીમાં ડૂબવા લાગ્યો હતો જ્યારે કિશોરીને સ્થાનિક લોકોએ બચાવી લીધી હતી. પરંતુ હોસ્પિટલમાં સારવાર મળે તે પહેલા જ કિશોરીનું મોત નિપજ્યું હતું. આ ઘટનાની જાણ થતા આણંદ ફાયર બ્રિગે઼ દ્વારા કેનાલમાંથી મૃતદેહ બહાર કાઢ્યો હતો.

Most Popular

To Top