Entertainment

અનુપમ ખેર રાષ્ટ્રપતિ ભવનમાં થલાઈવાને મળ્યા, શેર કરી તસવીર જે સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહી છે

મુંબઈ: ફિલ્મી દુનિયામાં તમે ઘણા કલાકારોની મિત્રતાના (Friend) ઉદાહરણો સાંભળ્યા હશે, પરંતુ આજે ફ્રેન્ડશીપ ડેના (Friendship) અવસર પર ફિલ્મ જગતની આ બે મહાન હસ્તીઓની દોસ્તી કંઈક એવી છે કે જેણે તેઓના ફેનનું દિલ જીતી લીઘું છે. આ બે મહાન હસ્તીઓ છે સાઉથ ઈન્ડસ્ટ્રીના થલાઈવા રજનીકાંત અને બોલિવૂડના મજબૂત અભિનેતા અનુપમ ખેર. તેમની મિત્રતા વિશે ભાગ્યે જ સાંભળવામાં આવ્યું છે. પરંતુ અનુપમ ખેરે રજનીકાંત સાથે ફોટો (Photo) શેર કરીને ચાહકોનું દિલ જીતી લીધું છે.

  • બોલિવૂડના મોસ્ટ ડિમાન્ડિંગ એક્ટર અનુપમ ખેરે રાષ્ટ્રપતિ ભવનમાંથી રજનીકાંત સાથેના બે ફોટા શેર કર્યા
  • મહિમા ચૌધરીએ કોમેન્ટ સેક્શનમાં લખ્યું- “એક જ ફ્રેમમાં મારા બે ફેવરિટ હીરો…”
  • અનુપમ ખેરે રજનીકાંત માટે એક ખાસ સંદેશ પણ લખ્યો

બોલિવૂડના મોસ્ટ ડિમાન્ડિંગ એક્ટર અનુપમ ખેરે રાષ્ટ્રપતિ ભવનમાંથી રજનીકાંત સાથેના બે ફોટા શેર કર્યા છે. તસવીરમાં અનુપમ ખેર અને રજનીકાંત હસતા અને કેમેરા સામે જોઈને પોઝ આપતા જોવા મળે છે. રજનીકાંત અને અનુપમ ખેરની આ તસવીર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ધૂમ મચાવી રહી છે. તેમજ આ તસ્વીરે તેમના ચાહકોનું દિલ જીતી લીઘું છે. આ ફોટો શેર કરતા સાથે અનુપમ ખેરે સાઉથ ઈન્ડસ્ટ્રીના થલાઈવા રજનીકાંત માટે એક ખાસ સંદેશ પણ લખ્યો છે.

અનુપમ ખેરે તસવીર શેર કરતા કેપ્શનમાં રજનીકાંતને પોતાના મિત્ર ગણાવ્યા છે. તેમણે લખ્યું- મારા મિત્ર રજનીકાંત જેવું કોઈ નહોતું, કોઈ નથી અને કોઈ હશે પણ નહીં! આજે તમને મળીને આનંદ થયો. જય હો! #AazadiKaAmritMahotsav અનુપમ ખેર અને રજનીકાંતની આ તસવીર રાષ્ટ્રપતિ ભવનની છે. રાષ્ટ્રપતિ ભવન ખાતે આયોજિત સ્વતંત્રતાના અમૃત મહોત્સવ કાર્યક્રમમાં બંનેની મુલાકાત થઈ હતી. આ જ કાર્યક્રમમાંથી અનુપમ ખેરે રજનીકાંત સાથેની એક તસવીર શેર કરી અને તેમને પોતાનો મિત્ર કહ્યા. અનુપમ ખેર અને રજનીકાંતને એક જ ફ્રેમમાં સાથે જોઈને ચાહકો ખૂબ જ ખુશ છે. એક જ ફ્રેમમાં બે દિગ્ગજ સ્ટાર્સને જોઈને દરેક વ્યક્તિ ખૂબ જ ખુશ છે. મહિમા ચૌધરીએ કોમેન્ટ સેક્શનમાં લખ્યું- “એક જ ફ્રેમમાં મારા બે ફેવરિટ હીરો…”. ચાહકો પણ સ્ટાર્સ પર પોતાનો પ્રેમ વરસાવી રહ્યા છે.

Most Popular

To Top