Gujarat

કોરોનાના નવા વેરિયેન્ટની ગુજરાતમાં એન્ટ્રી?, તંત્રમાં દોડધામ મચી

ગાંધીનગર: ચીનમાં કોરોનાનાં વધી રહેલા કેસોને લઇને ભારત સરકારે એડવાઈઝરી જાહેર કરી છે. દેશમાં ફરીથી માસ્ક, ટેસ્ટિંગ અને બૂસ્ટર ડોઝ ફરજિયાત કરવામાં આવ્યો છે. દેશના સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવીયાએ લોકોને સતર્ક રહેવા જણાવ્યું છે. ત્યારે હવે કોરોના બાબતે ગુજરાતનાં સ્વાસ્થ્ય મંત્રી આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં રીવ્યુ બેઠક યોજાઇ હતી. જેમાં રાજ્યમાં કોરોનાની સ્થિતિ બાબતે ચર્ચા કરવામાં આવી હતી. જો કે કોરોના મામલે રાજ્યમાંથી ચિંતાજનક સમાચારો સામે આવી રહ્યા છે. રાજ્યમાં કોરોનાના સબ વેરિયન્ટની એન્ટ્રી થાય તેવી આશંકા સેવાઈ રહી છે.

આ બે શહેરોમાં નોંધાયા કેસ
ચીનમાં કોરોનાનો ખતરનાક ઓમિક્રોનનો સબ વેરિયન્ટ BF.7 કહેર મચાવી રહ્યો છે. ત્યારે અમદાવાદ અને વડોદરામાં પણ આ વેરિયન્ટનાં કેસો હોવાની આશંકા છે. અમદાવાદનાં સોલા વિસ્તારમાં એક અઠવાડીયા પહેલા એક વ્યક્તિ કોરોના પોઝીટીવ આવ્યો હતો. જેથી તેના જિનોમ સિકવન્સ માટે ગાંધીનગર ખાતેની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. જેની તપાસમાં ઓમિક્રોનનો સબ વેરિયન્ટ હોવાનું સામે આવ્યું છે. જો કે યુવક કવોરન્ટીન થયા બાદ કોરોના મુક્ત પણ થઈ ગયો છે.  જ્યારે અન્ય એક કેસ વડોદરામાં નોંધાયો છે. જ્યારે વડોદરામાં નોંધાયેલો કેસ નવો છે. જો કે આ મામલે આરોગ્ય વિભાગ દ્વારા કોઇ જાહેરાત કરવામાં આવી નથી. કોરોનાના પોઝીટીવ કેસોનાં જીનોમ સિક્વન્સ કરવાની સૂચના આપી દેવામાં આવી છે. હાલમાં રાજયમાં જીનોમ સિકવન્સીંગ ઓછું કરવામાં આવી રહ્યું છે, પરંતુ જે પ્રમાણે વિશ્વનાં દેશોમાં કોરોના ખેર વર્તાવી રહ્યો છે તેને જોતા રાજ્યોમાં જીનોમ સિક્વન્સિંગની સંખ્યામાં વધારો કરવાની સૂચના કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવી છે. જીનોમ સિક્વન્સીંગ બાબતે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી

રાજ્યના કોવિડ કેર સેન્ટરો એલર્ટ
હાલમાં રાજ્યમાં કોરોના કેસો ઓછા આવી રહ્યા છે. પરંતુ જે પ્રમાણે કોરોનાની બીજી લહેરમાં હોસ્પિટલમાં બેડ, ઓક્સિજન તેમજ દવા ખૂટી પડી હતી તેને જોતા સરકારે આ મામલે સતર્કતા દાખવી કોવિડ કેર સેન્ટરોને એલર્ટ કરાયા છે. ઉપરાંત મેડિકલ ઓકસીજન પ્લાન્ટ, ઓકસીજન પાઇપ લાઇન, ઓકસીજન પ્લાન્ટ દવાનો જથ્થો વગેરે એલર્ટ રાખ્યા છે. હાલની તારીખમાં એક પણ કોવિડ કેર સેન્ટર કાર્યરત નથી. પરંતુ દિલ્હીથી જે સૂચના આવશે તે તમામ સૂચનાનું અમલીકરણ કરવામાં આવશે.

Most Popular

To Top