Entertainment

અનુષ્કા શર્માએ રસ્તા પર ટ્રાફિક જામ કર્યો, સોશિયલ મીડિયામાં લોકોએ કરી આવી કોમેન્ટ્સ

નવી દિલ્હી: બોલિવૂડ (Bollywood) અભિનેત્રી અનુષ્કા શર્માની (Anushka Sharma) ખૂબ ચર્ચા થઈ રહી છે. હાલમાં જ પુમા ઈન્ડિયા (Puma India) વિશે એક પોસ્ટ શેર કરી હતી, જેમાં તેણે તેની પરવાનગી વિના ફોટા શેર કરવા બદલ કંપનીની નિંદા કરી હતી. અને તાત્કાલિક ફોટ્સ હટાવવા માટે આ કંપનીને કહ્યું હતું. તેના આ રિએક્શનથી સોશિયલ મીડિયા (Social Media) યુઝર્સ ચોંકી ગયા હતા. કારણ કે વિરાટ કોહલી પુમા ઇન્ડિયા માટે જાહેરોતો કરે છે. જો કે થોડા સમય પછી અનુષ્કા આ કંપનીને પ્રમોટ (Promot) કરતી જોવા મળી હતી. તેથી સોશિયલ મીડિયા યુઝર્સે સમજી ગયા કે આ માત્ર નકલી પબ્લિસિટી સ્ટંટ (publicity stunt) છે. હવે અનુષ્કાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને લોકો મુંબઈના બાંદ્રા વિસ્તારમાં ભીડભાડવાળી જગ્યાને બ્લોક કરવા બદલ તેની આકરી નિંદા કરી રહ્યા છે.

અનુષ્કાના કારણે ટ્રાફિક જામ
સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલા આ વીડિયોમાં અનુષ્કા શર્મા એક દમદાર કારમાંથી આવતી જોવા મળી રહી છે. તેની આસપાસ મોટી સંખ્યામાં લોકોની ભીડ એકઠી થઈ હતી. અનુષ્કા રસ્તા પર પુમાની જાહેરાત કરતી જોવા મળી રહી છે જેના કારણે ટ્રાફિક જામ સર્જાયો હતો. અનુષ્કાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરસ થતાની સાથે જ લોકોએ તેના પર પ્રતિક્રિયા આપવાનું શરૂ કરી દીધું હતું. કોઈપણ કારણ વગર ટ્રાફિક જામ કરવા બદલ લોકો અભિનેત્રીની ટીકા કરી રહ્યા છે.

યુઝર્સે આપી આવી પ્રતિક્રિયા
અનુષ્કા શર્માના આ એક્ટને જોયા બાદ યૂઝર્સ સોશિયલ મીડિયા પર અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. એકે યુઝર્સે લખ્યું, ‘હેલો જુનિયર જયા બચ્ચન જી…’ બીજાએ કોમેન્ટ કરતા લખ્યું કે, ‘પોલીસ આ લોકોને કઇપણ કહેતી નથી.. ફુલ ટ્રાફિક જામ.’ અન્ય એક યુઝરે લખ્યું, ‘કેવા છે આ અભિનેતાઓ અને અભિનેત્રીઓ… ખૂબ જ રૂ઼ડ અને મતલબી..જ્યારે તેઓનું કામ હશે ત્યારે તેઓ કેમેરાની સામે બધું કરીશું. મીડિયાને બોલાવીને મીઠી-મીઠી વાત કરો જ્યારે જોયે છે ત્યારે એક પોઝ પણ નથી આપતા.

આ ફિલ્મમાં જોવા મળશે અનુષ્કા
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અનુષ્કા શર્મા ઘણા સમયથી સ્ક્રીન પરથી ગાયબ રહી છે, પરંતુ હવે તે જલ્દી જ મોટા પડદા પર કમબેક કરવા જઈ રહી છે. તે OTT પ્લેટફોર્મ Netflix પર રિલીઝ થનારી ‘ચકડા એક્સપ્રેસ’ની તૈયારીમાં વ્યસ્ત છે. તે તેના ચાહકો માટે ફિલ્મ સાથે જોડાયેલા BTS વીડિયો અને ફોટા પણ શેર કરતી રહે છે.

Most Popular

To Top