Dakshin Gujarat

અંકલેશ્વરની આ કંપનીમાંથી પોલીસે દારૂનો વેપલો ઝડપી પાડ્યો

ભરૂચ,અંકલેશ્વર: ઔદ્યોગિક નગરી અંકલેશ્વરની (Ankleshwar) હિના એન્જિનિયરિંગ કંપનીમાંથી પોલીસે દારૂનો (liquor) વેપલો ઝડપી પાડ્યો છે. પોલીસની રેડમાં (Raid) કંપનીના (Company) રૂમ અને પિકઅપ વાનમાંથી સગેવગે કરાતા દારૂના રૂ.૧૫.૨૯ લાખના જથ્થા સાથે બે આરોપીને ઝડપી પાડ્યા હતા. જ્યારે LCBએ અંકલેશ્વરના ભરણ ગામે ઈંટોના ટ્રકમાં (truck) લવાયેલો અને સીમમાં કટિંગ કરાતો રૂ.૧૧ લાખ ઉપરાંતનો દારૂનો જથ્થો ઝબ્બે કર્યો હતો.

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.ની હિના એન્જિનિયરિંગ કંપનીમાં બુટલેગર જિગ્નેશ પરીખે વિદેશી દારૂનો જથ્થો માંગવી સંતાડેલો છે. એવી બાતમીના આધારે જી.આઈ.ડી.સી. પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે વિદેશી દારૂનો જથ્થો પિકઅપ ગાડી નં.(MH-૪૮,CB-૦૭૨૯)માં સગેવગે કરતાં બે ઇસમને ઝડપી પાડ્યા હતા. પોલીસને પિકઅપ ગાડી અને કંપનીના ઓરડામાંથી વિદેશી દારૂની રૂ.૧૧ હજારથી વધુ બોટલ મળી આવી હતી. પોલીસે રૂ.૧૫.૨૯ લાખનો દારૂ અને ૪ લાખની પિકઅપ ગાડી તેમજ ફોન મળી કુલ રૂ.૧૯.૨૯ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો. અને કંપની ખાતે રહેતા મોટી ભૂરા કટારા અને કાના મોટી પાદરિયાને ઝડપી પાડ્યો હતો. જ્યારે વિદેશી દારૂનો જથ્થો મંગાવનાર બુટલેગર જિગ્નેશ પરીખ અને કંપનીના માલિકને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.

જ્યારે ભરૂચ એલસીબીએ અંકલેશ્વરના ભરણ ગામની સીમમાંથી વિદેશી દારૂ ભરેલા ટ્રક મળી કુલ રૂ.૧૫ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી કુખ્યાત બુટલેગર સહિત ૨ આરોપીને વોન્ટેડ જાહેર કર્યા છે. ભરણ ગામનો મુકેશ અર્જુન વસાવા ટ્રકમાં ગામની સીમમાં વિદેશી દારૂનું કટિંગ કરવાનો છે, એવી બાતમીના આધારે એલસીબી પોલીસે ગામની સીમમાં વોચ ગોઠવી હતી. દરમિયાન ટ્રકમાંથી વિદેશી દારૂ સગેવગે કરતી વેળા પોલીસે દરોડા પાડી ઈંટોના કવરિંગ પાછળ રાખેલી વિદેશી દારૂની ૧૦ હજારથી વધુ બોટલ ઝડપી પાડી હતી. રૂ.૧૧ લાખનો દારૂ અને ટ્રક મળી કુલ રૂ.૧૫ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી કુખ્યાત બુટલેગર મુકેશ વસાવા અને ટ્રક ચાલકને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.

ભરણનો મુકેશ વસાવા લિસ્ટેડ બુટલેગર
ભરૂચ ગામનો વોન્ટેડ આરોપી મુકેશ વસાવા દારૂના ધંધામાં લિસ્ટેડ બુટલેગર છે. વર્ષ-૨૦૧૭, ૨૦૧૯ અને ૨૦૨૦માં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલો છે. તેમજ ૨૦૨૧માં દારૂના હેરાફેરી અંગે બે ગુનામાં સંડોવાયેલો છે. તેમજ અગાઉ સુરત જિલ્લામાં પણ અલગ અલગ પોલીસમથકે દારૂની હેરાફેરીમાં સંકળાયેલો છે.

Most Popular

To Top