Gujarat

પારુલ યુનિવર્સિટીના બે વિદેશી વિદ્યાર્થીઓ દારૂના જથ્થા સાથે ઝડપાયા!

યુનિવર્સિટી તો વિદ્યાનું ધામ હોવી જોઈએ, એના બદલે વિદ્યાર્થીઓ ખેપ મારતા પકડાયા, એ સમાચારે વલસાડથી વડોદરા સુધીના પંથકમાં ભારે લોક ચર્ચા જન્માવી છે. પ્રાપ્ત થતી માહિતી મુજબ વલસાડ LCBએ પારડી નજીકથી Hyundai Alcazar (GJ05 JW 1197) કાર ઝડપી પાડી. ઝડપાયેલા વિદ્યાર્થીઓમાં “વિકટર ઉર્ફે તફારા લોવમોર મયામ્બો” અને “સીઝાબુલીસીલે એંઝલ ઉર્ફે માઇલેસનો” સમાવેશ થાય છે.

આ ઘટનાએ વલસાડથી લઈને વડોદરા સુધી ભારે ચર્ચા જગાવી છે. ખાસ કરીને કારણ કે આ વિદ્યાર્થીઓ જાણીતી પારુલ યુનિવર્સિટી સાથે સંકળાયેલા હોવાનું કહેવાય છે. નોંધનીય છે કે થોડા સમય પહેલાં પણ પારુલ યુનિવર્સિટીના કેટલાક વિદ્યાર્થીઓ વાઘોડિયા રોડ વિસ્તારમાં મારામારીના ગુનામાં ઝડપાયા હતા. થોડા સમય અગાઉ પણ પારુલ યુનિવર્સિટીના જ અન્ય કેટલાક વિદ્યાર્થીઓ વાઘોડિયા રોડ પાસે મારામારીના ગુના હેઠળ ઝડપાયા હતા.

અહીં પ્રશ્ન એ છે કે યુનિવર્સિટીમાં ભણવા આવતા વિદ્યાર્થીઓને એવું તે કેવું વાતાવરણ મળતું હશે કે તેઓ દારૂની ખેપ મારવા જેવા કામોને રવાડે ચડી જાય? શિક્ષણ અને કારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત કરવાની ઉંમરે વિદ્યાર્થીઓ જો કાયદા વિરુદ્ધ પ્રવૃત્તિઓમાં સંડોવાતા જોવા મળે, તો તે ચિંતાનો વિષય બની જાય છે. આ ઘટનાએ શિક્ષણ સંસ્થાઓમાં શિસ્ત, માર્ગદર્શન અને દેખરેખની જરૂરિયાત અંગે ફરી ચર્ચા શરૂ કરી છે.

Most Popular

To Top