વ્યારા-ઉનાઇ ચાર રસ્તા પાસેથી ૧.૫૮ લાખનો દારૂ ઝડપાયો

વ્યારા: ડાંગ (Dang) જિલ્લાના ભેંસકાંતરી રોડ તરફથી ઓપન બોડીની પિકઅપ ગાડી નં.(એમએચ ૪૧ એયુ ૩૧૧૩)માં ચોરખાનુ બનાવી બે ઇસમ વિદેશી દારૂ (liquor) ભરી વ્યારા (Vyara) તરફ આવી રહ્યાની બાતમી મળતાં વ્યારા પોલીસે વોચ ગોઠવી હતી. આ ગાડીને વ્યારા ઉનાઇ નાકા ચાર રસ્તા પાસે પોલીસે (Police) ઊભી રાખી તલાસી લેતાં તેના બોડીના નીચેના ભાગે ચોરખાનું મળી આવ્યું હતું. જેમાં જુદી-જુદી બ્રાન્ડની વિદેશી દારૂની નાની મોટી બોટલો નંગ ૯૨૮ કિં.રૂ. ૧,૫૮,૪૦૦નો પ્રોહિ. મુદ્દામાલ મળી આવ્યો હતો.

પિકઅપ ગાડી-૧ તથા મોબાઇલ ફોન નંગ-૧, આશરે કિં. રૂ. ૫૦૦ મળી કુલ રૂ.૫,૦૮,૯૦૦ના મુદ્દામાલ સાથે પીન્ટુ ખુમારામ દાવણીયા (ઉં.વ.૨૪), (હાલ રહે., ડીંડોરી બસ સ્ટેશન પાછળ, નાસિક, મહારાષ્ટ્ર, મૂળ રહે.,રૂપાવાસ, પાલી, રાજસ્થાન) તથા ક્લીનર રવિ રાજેશ પટેલ (ઉં.વ.૨૪)(રહે.,ગોડાદરા, નીલકંઠ સોસાયટી, મ.નં.૧૫ આસપાસ દાદા મંદિર પાસે, સુરત)ને ઝડપી પાડ્યો હતો. આ પ્રોહિ.નો મુદ્દામાલ મોકલનાર આરોપી રાહુલ પાટીલને વોન્ટેડ જાહેર કર્યો હતો.

ઝઘડિયામાં ૨૧ લાખની છેતરપિંડી કરનારા બે સામે ફરિયાદ
ઝઘડિયા તાલુકાના મુલદ ચોકડીએ સિવિલ ફેબ્રિકેશનના કામ કરતા બે ઇસમોએ પેઇન્ટિંગનું કામ કરાવીને તેના બિલનાં નાણાં ન ચૂકવાતાં ઝઘડિયા પોલીસે ગુનો નોંધ્યો હતો. મહારાષ્ટ્રના પુણેના દીપક કુલકર્ણી તેમજ ભરૂચના શોયેબ મુલ્લાએ નેશનલ હાઇવે પર આવેલી મુલદ ચોકડી પાસે એક બંધ હોટલના કમ્પાઉન્ડમાં ઓફિસ બનાવીને ઝઘડિયા GIDCમાં સિવિલ ફેબ્રિકેશન અને પેઇન્ટિંગનું કામ કરતા હતા.

એ દરમિયાન બંને ઇસમે પેઇન્ટિંગના કામ માટે અંકલેશ્વરના સંતોષ અચ્છુતાનંદ મિશ્રાને વર્ક ઓર્ડર આપ્યો હતો. પેઇન્ટિંગનું કામ પૂરું થયા બાદ રૂ.૨૧,૨૧,૯૮૫નું બિલ આપ્યું હતું. બિલ આપ્યા બાદ સંતોષ મિશ્રા વખતોવખત રકમની માંગણી કરતા હતા. એ વખતે બંને ઇસમ રકમ ચૂકવણી બાબતે ખોટાં ખોટાં બહાનાં બતાવીને સમય બગડતા હતા. હાલમાં ફરીવાર બિલની માંગણી કરતાં ગાળો બોલીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. સમગ્ર બાબતે ઝઘડિયા પોલીસમાં સંતોષ મિશ્રાએ બંને ઈસમ વિરુદ્ધ ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top