Gujarat

ભાજપ પ્રદેશ અધ્યક્ષે રેમડેસિવિર વિતરણ મામલે હાઈકોર્ટમાં જવાબ રજૂ કરવા વધુ સમય માગ્યો

રાજ્યમાં કોરોનાનો કહેર ચાલી રહ્યો છે, ત્યારે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા સુરતમાં રેમડેસિવિર ઇન્જેક્સનનું વિતરણ કરાયું હતું. આ મામલે ગુજરાત હાઈકોર્ટમાં કરવામાં આવેલી અરજીની સુનાવણીમાં સી. આર. પાટીલ અને રાજ્ય સરકાર તરફથી જવાબ રજૂ કરવાં માટે વધુ સમયની માંગણી કરવામાં આવી હતી. જેના પગલે હવે આ રીટની વધુ સુનાવણી ત્રણ સપ્તાહ બાદ હાથ ધરાશે.

Most Popular

To Top