Comments

સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસની ઐતિહાસિક સીરિયા મુલાકાત

વર્ષ ૨૦૧૧માં સીરિયામાંગૃહયુદ્ધ ફાટી નીકળ્યા બાદ આંતરરાષ્ટ્રીય મંચ પરથી એક પ્રકારે અલગ પડેલું (એકાંતવાસ ભોગવી રહેલું) સીરિયા હવે ફરીથી વૈશ્વિક પ્રવાહમાં જોડાઈ રહ્યું છે. યુએન (UN)ના મહાસચિવએન્ટોનિયોગુટેરેસનીસીરિયાની રાજધાની દમાસ્કસની ઐતિહાસિક મુલાકાત વૈશ્વિક રાજનીતિ અને મધ્યપૂર્વનાસમીકરણોમાં એક અત્યંત મહત્વપૂર્ણ વળાંક સમાન સાબિત થઈ છે.સત્તાવાર રીતે કોઈ પણ યુએન વડા દ્વારા ૧૭ વર્ષમાં (બાન કી-મૂનની ૨૦૦૯ની મુલાકાત બાદ) સીરિયાની આ પ્રથમ મુલાકાત છે.

વર્ષ ૨૦૨૪ના અંતમાં પૂર્વ રાષ્ટ્રપતિ બશરઅલ-અસદનીસત્તાના પતન અને લાંબા ગૃહયુદ્ધના અંત પછી સીરિયામાં એક નવા રાજકીય સંક્રમણની શરૂઆત થઈ છે.વર્તમાન વચગાળાના રાષ્ટ્રપતિ અહમદઅલ-શરાનું શાસન આંતરરાષ્ટ્રીય સમુદાય સાથેના સંબંધોને ફરીથી પ્રસ્થાપિત કરવા અને યુદ્ધમાં પાયમાલ થયેલા અર્થતંત્રને બેઠું કરવાના પ્રયાસો કરી રહ્યું છે.તાજેતરમાં એન્ટોનિયોગુટેરેસેદમાસ્કસની મુલાકાત લઈને રાષ્ટ્રપતિ અહમદઅલ-શરા તથા વિદેશ મંત્રી અસાદઅલ-શૈબાનીસહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે વિસ્તૃત બેઠકો કરી છે.આ મુલાકાત દરમિયાન માનવતાવાદી સહાય, શરણાર્થીઓનીવાપસી અને યુદ્ધગ્રસ્તવિસ્તારોનાપુનર્નિર્માણ પર મુખ્ય ભાર મૂકવામાં આવ્યો હતો.

ચર્ચાના મુખ્ય મુદ્દાઓમાંસિરીયાનાપુનર્નિર્માણ અને આંતરરાષ્ટ્રીય સહયોગ તેમજ સુરક્ષા અને સરહદી પડકારોનો સમાવેશ થાય છે. સીરિયાની અર્થવ્યવસ્થા અનેક વર્ષોનાસંઘર્ષને કારણે તૂટી ગઈ છે.દેશની બે-તૃતીયાંશ વસ્તીનેસહાયની જરૂર છે. આ મુલાકાતમાં યુએનએજન્સીઓ દ્વારા પુનર્નિર્માણપ્રોજેક્ટ્સને વેગ આપવા અને આર્થિક પુનરુત્થાન માટે ચર્ચા થઈ છે. સીરિયા હજુ પણ આંતરિક સુરક્ષા પડકારો અને ઇઝરાયલ સાથેના સરહદી તણાવનો સામનો કરી રહ્યો છે. ગુટેરેસેસીરિયાનુંસાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતાની રક્ષા કરવા પર ભાર મૂક્યો છે, તેમજ શાંતિરક્ષક દળો (UNDOF)ની ભૂમિકાની પણ સમીક્ષા કરી છે.

બદલાતી વૈશ્વિક પરિસ્થિતિ જોતાં સિરીયાને વર્તમાન સમયમાં પ્રતિબંધોમાં રાહત અને વૈશ્વિક સ્વીકૃતિ ખાસ જરૂર છે. અમેરિકા અને પશ્ચિમી દેશો દ્વારા સીરિયા પરના કેટલાક પ્રતિબંધો હળવા કરવામાં આવ્યા છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે પણ અગાઉના આતંકવાદ સંબંધિત પ્રતિબંધોમાં રાહત આપી છે. અત્યાર સુધી એક રીતે સિરીયાકૂટનીતિક એકાંતવાસભોગવતું આવ્યું છે યુએનમહાસચિવની આ મુલાકાત એ વાતની સ્પષ્ટ સાક્ષીપૂરે છે કે આંતરરાષ્ટ્રીય સમુદાય હવે સીરિયાના નવા શાસનને સ્વીકારવા અને તેને વૈશ્વિક પ્રવાહમાં પાછું લાવવા માટે તૈયાર છે.

સીરિયામાં થઈ રહેલા આ ઐતિહાસિક રાજકીય બદલાવ અને યુએનની પહેલ પર ભારતની પણ ઊંડી નજર રહેલી છે. ભારત અને સીરિયા વચ્ચે વર્ષોથી પરંપરાગત અને મૈત્રીપૂર્ણ રાજદ્વારી સંબંધો રહ્યા છે. જ્યારે સીરિયા ગંભીર ગૃહયુદ્ધ અને આંતરરાષ્ટ્રીય એકાંતવાસમાંથી પસાર થઈ રહ્યું હતું, ત્યારે પણ ભારતે માનવતાવાદી ધોરણે સીરિયાને દવાઓ, અન્ન સામગ્રી અને અન્ય જરૂરી સહાય પૂરી પાડવાનું ચાલુ રાખ્યું હતું. મધ્યપૂર્વમાં શાંતિ, સ્થિરતા અને સુરક્ષા જળવાઈ રહે તે ભારતની વિદેશ નીતિનું હંમેશાં મુખ્ય કેન્દ્ર રહ્યું છે. સીરિયાનુંપુનર્નિર્માણ અને ત્યાં સ્થિર સરકારની સ્થાપના ક્ષેત્રિય વેપાર, સુરક્ષા અને આતંકવાદ વિરોધી સહકારની દ્રષ્ટિએ ભારત માટે પણ અત્યંત સ્વાગત યોગ્ય પગલું સાબિત થઈ શકે છે.

જોકે સિરીયા માટે આગામી સમય એટલો આસન નહીં હોય, તેના સામે અનેક મોરચે પડકારો ઊભા છે. સિરીયા અત્યારે શાંતિ અને સ્થિરતા તરફ ડગલાં ભરી રહ્યું છે ત્યારે જો સીરિયાનું નવું શાસન આંતરરાષ્ટ્રીય સહયોગનો યોગ્ય ઉપયોગ કરીને દેશમાં સમાવેશી રાજનીતિ, કાયદો અને વ્યવસ્થા તેમજ માનવાધિકારોની રક્ષા સુનિશ્ચિત કરે, તો આ મુલાકાત સીરિયાના ઉજ્જવળ અને સ્થિર ભવિષ્યની મજબૂત નીવ સાબિત થઈ શકે છે. લાખો વિસ્થાપિત નાગરિકોનીઘરવાપસી અને ઐતિહાસિક શહેરો (જેમ કે અલેપ્પો)ના પુનર્નિર્માણ માટે યુએન અને વૈશ્વિક ફંડિંગ અત્યંત નિર્ણાયક બનશે. સંયુક્ત રાષ્ટ્રનાવડાની આ સીરિયા મુલાકાત માત્ર એક કૂટનીતિક ઔપચારિકતા નથી, પરંતુ તે યુદ્ધની રાખમાંથીઉભા થવા મથતાસીરિયન પ્રજા માટે એક નવી આશાનું કિરણ છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top