Vadodara

વડોદરાના આજવા રોડ પરથી ગાંજાના જથ્થા સાથે કેરિયર ઝડપાયો, સપ્લાયર વોન્ટેડ

વડોદરા શહેરના આજવા રોડ પર સાયકલ પર ગાંજાની ડિલિવરી આપવા જતા કેરિયરને ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી ગાંજાનો જથ્થો કબજે કરીને સપ્લાય કરનાર શખ્સને વોન્ટેડ જાહેર કર્યો છે.

વડોદરા શહેરના આજવા રોડ પર એક શખ્સ સાયકલ પર નશાયુક્ત ગાંજાનો જથ્થો લઈને જન કલ્યાણ સોસાયટીના નાકા પાસે આવવાનો છે. તેવી બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે જન કલ્યાણ સોસાયટીના નાકા પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન એક શખ્સ સાયકલ પર સરદાર એસ્ટેટ તરફથી પ્લાસ્ટિકના થેલામાં ગાંજો લઈને આવી રહ્યો હતો. તેથી ક્રાઈમ બ્રાન્ચની ટીમે સાઇકલ સવાર આવતા તેને ઉભો રાખી થેલામાં ચેક કરતા 985 ગ્રામ માદક પદાર્થ ગાંજો મળી આવ્યો હતો. કેરિયરની પૂછપરછ કરતા ગાંજો એકતાનગર સયાજી કબ્રસ્તાન પાસે રહેતા સલીમ અકબર શેખ પાસેથી લાવ્યો હોવાનું જણાવ્યું હતું. જેથી ગાંજાનો જથ્થો અને સાયકલ મળી 10 હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી બાપોદ પોલીસને આગળની કાર્યવાહી માટે સુપ્રત કરાયો છે.

Most Popular

To Top