વડોદરા: આ વર્ષે સતત વિવાદમાં રહેલું ધંધાદારી ગરબા આયોજક યુનાઈટેડ વે ફરી એકવાર વિવાદમાં આવ્યું છે. ખેલૈયાઓ પાસે 5000 રૂપિયા લીધા પછી કોઈ સુવિધા ઊભી નહિ કરી કાદવ માં ગરબા રામાદનાર યુનાઈટેડ વેએ મૂકેલા ગુંડા જેવા બાઉન્સરની દાદાગીરી બહાર આવી છે.
યુનાઇટેડ વેના ખેલૈયાના આક્ષેપ અનુસાર એક યુવાનને બાઉન્સર દ્વારા માર મારવામાં આવ્યો હતો. ગરબા રમવા જવા દેવા માટે બાઉન્સરને 500 રૂપિયા આપી યુવાન ગરબા રમવા જતો હતો તેવો આક્ષેપ ખેલૈયાએ કર્યો હતો.જે યુવાન ને માર મારવામાં આવ્યો છે તે યુવાનનો વિડીયો સામે આવ્યો હતો.
યુવાન મોબાઈલ ચોરી કરતો હોય તેવો આક્ષેપ બાઉન્સર દ્વારા કરવામાં આવ્યો હતો, પરંતુ ખેલૈયા દ્વારા આ આક્ષેપને નકારતા ખેલૈયાના જણાવ્યા અનુસાર અમે યુવાન ને ચેક કર્યો પણ એના પાસે મોબાઇલ જ ન હતો. બનાવની જાણ પોલીસ ને કરાતા પોલીસ દ્વારા યુવાન ને પોલીસ સ્ટેશન લઈ જવાયો હતો
યુનાઇટેડ વેના ગુંડા જેવા બાઉન્સરોએ નિર્દોષ યુવાનને માર માર્યો
By
Posted on