બે મોબાઇલ ફોન તથા અંગ્રેજી શરાબની ખાલી બોટલ નંગ -2 કબજે કરાઇ
વડોદરા: નવાપુરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એમ.એસ.અસારીની દેરવણી હેઠળ આજ-રોજ સ્ટાફના માણસો નવાપુરા પો.સ્ટે વિસ્તારમા પેટ્રોલીંગમા હતા તે દરમિયાન કંટ્રોલ રૂમની વર્ધી આધારે શીન્દે કોલોની ઘર.ન.29 મા 9 ઇસમોને દારૂની મહેફીલ માણતા પકડી પાડી તેઓ પાસેથી અંગ્રેજી દારુની બે ખાલી બોટલો, પ્લાસ્ટિકના ગ્લાસ, પાણીની બે નંગ બોટલ તથા મોબાઇલ ફોન નંગ -2જેની કિંમત રૂ 10,000 કબજે કરી તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
*ઝડપાયેલા આરોપીઓના નામ, સરનામાની યાદી*
(1) હિતેશભાઇ જગદીશભાઇ ખારવા રહે-નવાપુરા શીંદે કોલોની મકાન નં.29 (2) હિમલેશભાઇ હસમુખભાઈ ખારવા રહે-ગણેશ ચોક નાની ખારવાવાડ પથ્થરગેટ
(3) અનીલભાઈ રમેશભાઈ ખારવા રહે.નવાપુરા ખારવાવાડ સિકોતરમાતાના મંદિર પાસે
(4) હિરેનભાઈ કનુભાઇ ખારવા રહે.શીયાબાગ ભાઉદાસ મહોલ્લો સાંઇધામ હોસ્ટેલ
(5) દિપેશભાઇ દિનેશભાઇ ખારવા રહે. ગણેશ ચોક નાની ખારવાવાડ પથ્થરગેટ
(6) દિનકરભાઇ અરવિંદભાઇ ખારવા રહે, મદનઝાંપા રોડ હનુમાનજીના મંદિર પાસે
(7) પરેશ તુલસીદાસ ખારવા રહે.નવાપુરા ખારવાવાડ સિકોતરમાતાના મંદિર પાસે
(8) મુકેશભાઇ બાલકીશન શર્મા રહે.મોટી તંબોળીવાડ પથ્થરગેટ મદનઝાંપા રોડ
(9) આશીષ મહેશભાઇ ખારવા રહે.હરિભક્તીની વાડી આકાશ દર્શન એપાર્ટમેન્ટ મકાન નં.૧૫