Business

કાઝી બેકરાર પણ શું વિકી (મિયા)-કેટરીના (બીવી) છે તૈયાર?

Photos of Katrina-Vicky as bride & groom will make you go gaga!

ડિસેમ્બર શરૂ થઇ ચૂકયો છે ને લોકો એ જાણવા ઉત્સુક છે કે કેટરીના-વિકી કૌશલના લગ્નની વાત અફવા છે કે હકીકત? ફિલ્મ સ્ટાર્સ વિશે ધારણા માંડનારા ખોટા ય પડી શકે ને સાચા પણ પડી શકે. કેટરીના-વિકી સંબંધ વિશે કહેવું જોઇએ કે તેમના વચ્ચે રીલેશન હોવાની વાત તો છેલ્લા બે વર્ષથી છે અને એ પણ સમજી લેવાની જરૂર છે કે સલમાન ખાન આજ સુધીમાં સંગીતા બીજલાની, સોમી અલી, ઐશ્વર્યા રાય, લુલીયા વંતૂર કે કેટરીના સાથે પરણ્યો નથી. તેને સંબંધમાં રસ છે, લગ્ન સંબંધથી દૂર ભાગે છે. તેની સાથે પ્રેમ સંબંધ રાખનારી હારીને બીજા સાથે પરણી ગઇ છે. કેટરીનાને પણ મોડુ મોડુ આ સમજાયું છે એટલે સલમાનનાં વિકલ્પો ખોજે છે.

તેણે રણબીર કપૂર સાથે પ્રેમ અને લગ્નના પ્રયત્ન કરી જોયેલા પણ તેમાં હતાશ થઇ પાછી વળેલી. સલમાને ફરી તેને સ્વીકારેલી કારણ કે તે તેને છોડી ગયેલી તેની પત્ની નહોતી. તો શું હવે વિકી કૌશલ સાથે પરણશે? આજકાલ પત્નીની ઉંમર યા પ્રિયતમાની ઉંમર મોટી અને તેના પ્રેમમાં પડેલાપુરુષની ઉંમર નાની હોય તે કોમન થતું જાય છે. અત્યારે પણ ઐશ્વર્યા રાયની ઉંમર 48 તો અભિષેક બચ્ચનની 45 વર્ષ છે. ગાઢ પ્રેમમાં પડેલા કહેવાતા મલાઇકા અરોરાની ઉંમર 48 અને અર્જૂન કપૂરની 36 છે. જેના લગ્ન તૂટી ગયા હોવાની વાત હવામાં છે તે પ્રિયંકા ચોપરા 39ની છે તો તેનો પતિ નિક જોનાસ 29 વર્ષનો છે. તો શું 38 વર્ષની કેટરીના કૈફ સાથે 33 વર્ષના વિકી કૌશલના લગ્ન થશે? ફિલ્મવાળાઓ લગ્નજીવનની ગંભીરતામાં માનતા નથી. જયાં સુધી ફાવ્યું ત્યાં સુધી રહો નહીંતર છૂટા પડો. અત્યારે આમીર ખાન ફાતિમા સના શેખ સાથે પરણશે એવી વાત હવામાં છે.

એ બંને વચ્ચે સંબંધ હોવાનું તો કયારનું ચર્ચાતું હતું પણ કિરણ રાવને ડાયવોર્સ આપ્યા પછી એ ફિલ્મો બનાવવામાં જેટલો ગંભીર છે એટલો લગ્ન જાળવવા બાબતે નથી. આમીર અત્યારે 56 વર્ષનો છે ને ત્રણ સતાનોનો પિતા છે ને ફાતિમા સના શેખ 29 વર્ષની. એટલે કે આમીર તેનાથી 27 વર્ષ મોટો છે. પરંતુ કુછ ભી હો સકતા હૈ. એટલે કેટરીના-વિકી કૌશલ પણ પરણી શકે છે. કેટરીના કૈફ 45થી વધુ ફિલ્મ કરી ચુકેલી સ્ટાર છે જયારે વિકીના નામે હજુ 13 ફિલ્મો જ ચડી છે ને હીરો તરીકે તો હજુ તેનાથી અડધી કહી શકાય. કેટરીના સલમાન, શાહરૂખ, અક્ષયકુમાર જેવા ટોપ સ્ટાર્સની હીરોઇન ગણાય છે જયારે વિકી કૌશલ હજુ મનોરંજક ફિલ્મોનો સ્ટાર ગણાતો નથી ભલે તેની ફિલ્મો સફળ રહી હોય.

પણ તે બન્ને કશું કહે તે પહેલાં મિડીયા વડે એવી વાત ઉડી ચુકી છે કે રાજસ્થાનમાં તેમના લેવીશ વેડિંગની તૈયારી થઇ ચૂકી છે. સવાઇ માધોપુરના બરવારાના કિલ્લાની લકઝરી હોટલને લગ્ન સ્થળ તરીકે પસંદ કર્યું છે. કહેવાય તેવું એવું પણ છે કે મહેમાનોનું જે લિસ્ટ બાવાયું છે તેમાં કરણ જોહર, રોહિત શેટ્ટી, સિધ્ધાર્થ મલ્હોત્રા, કિયારા અડવાણી, વરુણ ધવન, અલી અબ્બસ ઝાફર, કબીર ખાન વગેરેને સમાવાયા છે ને તેમાં સલમાન ખાન નથી. પરંતુ જયાં સુધી પરણે નહીં ત્યાં સુધી આ એક અફવા જ છે.

Most Popular

To Top