વિસ્થાપિતો પાસે તમામ દસ્તાવેજો છે, તેઓના બાપ દાદાના પણ પ્રમાણપત્રો છે, તેમ છતાં પણ તેઓને જાતિના દાખલા નહી મળતા ઉચ્ચ અધિકારીઓ સમક્ષ પણ રજૂઆત
કાલોલ :;
કાલોલ તાલુકાના નેવરીયા ગામે મધ્ય પ્રદેશના નર્મદા વિસ્થાપિતો માટે વસાહત બનાવવામાં આવી છે અને મોટી સંખ્યામાં વિસ્થાપિતો ઘણા વર્ષોથી વસવાટ કરે છે. ત્યારે છેલ્લા કેટલાક સમયથી આ વિસ્થાપિતો કે જેઓ અનુસૂચિત જન જાતિના હોય તેઓને કાલોલ મામલતદાર કચેરીમાં થી જાતિનો દાખલો કાઢી આપવામાં આવતો નથી. વિસ્થાપિતોનો આક્ષેપ છે કે બીજા તાલુકાઓ મા વિસ્થાપિતો ને જાતિનો દાખલો મળી જાય છે.જ્યારે કાલોલ તાલુકામાં જ આ પ્રશ્ન ઉભો થયો છે. તેઓના સંતાનોને ભણતર માટે અને નોકરી માટે જાતિના દાખલાની જરૂર પડે છે ત્યારે એક વ્યક્તિ ને જાતિનો દાખલો નહી મળવાથી નોકરી ખતરામાં આવી ગઈ છે. વિસ્થાપિતો પાસે તમામ દસ્તાવેજો છે, તેઓના બાપ દાદા ના પણ પ્રમાણપત્રો છે, તેમ છતાં પણ તેઓને જાતિના દાખલા નહી મળતા ઉચ્ચ અધિકારીઓ સમક્ષ પણ રજૂઆત કરી હોવાનું જણાવી રહ્યા છે.
