Business

નીતિન ગડકરી યુટ્યુબથી કમાય છે કરોડો રૂપિયા, જાણો તેઓ કેવા વીડિયો અપલોડ કરે છે

આજના સમયમાં દરેક વ્યક્તિ પ્રખ્યાત થવા માંગે છે. ઘણા પૈસા (Lot Of Money) કમાવવા માંગે છે. યુટ્યુબ ચેનલ (YouTube Channel) દ્વારા વિડીયો (Video) બનાવીને પૈસા કમાવવાનું આજના સમયમાં સૌથી મોટું માધ્યમ છે. લોકપ્રિય (Famous) થવા અને પૈસા કમાવવા માટે હવે જાણીતા વ્યક્તિઓ પણ યુટ્યુબ ચેનલ ચલાવવા લાગ્યા છે. ભારત સરકારમાં રોડ અને ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર નીતિન ગડકરી પણ યુટ્યુબથી કરોડોની કમાણી કરી રહ્યા છે.

  • ભારત સરકારમાં રોડ અને ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર નીતિન ગડકરી પણ યુટ્યુબથી કરોડોની કમાણી કરી રહ્યા છે
  • તેઓ યુટ્યુબથી દર મહિને ₹4 લાખ કમાય છે
  • આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ, યુનિવર્સિટીઓમાં આપેલ ભાષણ, ઇન્ટરવ્યુ, જાહેર સભાના વીડિયો અપલોડ કર્યા છે

દર મહિને 4 લાખ રૂપિયાની કમાણી
કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ તાજેતરમાં એક મીડિયા વાર્તાલાપમાં જણાવ્યું હતું કે તેઓ યુટ્યુબથી દર મહિને ₹4 લાખ કમાય છે. તેમણે જણાવ્યું કે રોગચાળા દરમિયાન તેમની વ્યુઅરશિપ રેકોર્ડ ઊંચાઈએ વધી હતી જેના માટે યુટ્યુબ તેમને દર મહિને રોયલ્ટી તરીકે 4 લાખ ચૂકવે છે. મંત્રીએ કહ્યું કે તેમણે ક્યારેય વિચાર્યું ન હતું કે તેમના ભાષણોને આટલા વ્યુઝ મળશે અને બદલામાં તેમને પૈસા પણ મળશે.

જાણો, ગડકરી કેવા વીડિયો અપલોડ કરે છે
મંત્રી ગડકરીએ કહ્યું કે લોકડાઉન દરમિયાન તેમણે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા રસોઈ બનાવવાનું અને લેક્ચર આપવાનું શરૂ કર્યું હતું. તેમને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ, યુનિવર્સિટીઓ વતી ભાષણ આપવા માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા. તે તમામ વીડિયો તેમણે તેમની યુટ્યુબ ચેનલ પર અપલોડ કર્યા હતા. તેમના જણાવ્યા અનુસાર ચેનલ પર અત્યાર સુધીમાં 950 થી વધુ લેક્ચરના વીડિયો અપલોડ કરવામાં આવ્યા છે.

ગડકરી રસોઈના શોખીન છે
જ્યારે તેમને તેમની રસોઈ વિશે પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે ગડકરીએ કહ્યું કે રોગચાળા દરમ્યાન તેઓ રસોઇયા બની ગયા હતા અને ઘરે રસોઈ બનાવવાનું શરૂ કર્યું હતું. તેમણે કહ્યું કે તેઓને એ કામ કરવામાં ખૂબજ આનંદ આવે છે.

ચેનલ પર કેટલા સબ્સ્ક્રાઇબર્સ છે?
નીતિન ગડકરીની યુટ્યુબ ચેનલ પર નજર નાખતા ખબર પડે છે કે ચેનલ તેમના તમામ ભાષણોનો સંગ્રહ છે. પછી તે પ્રેસ કોન્ફરન્સ હોય, ચેનલ સાથેનો ઈન્ટરવ્યુ હોય કે પછી જાહેર સભાનું લાઈવ સંબોધન હોય. તમને જણાવી દઈએ કે તેમણે મોદી સરકાર આવ્યાના લગભગ એક વર્ષ બાદ પોતાની ચેનલ બનાવી હતી. 25 માર્ચ 2015ના રોજ શરૂ થયેલી આ ચેનલને અત્યાર સુધીમાં 4 કરોડથી વધુ વ્યૂઝ મળ્યા છે.

Most Popular

To Top