Vadodara

વિદેશ જવાની ઘેલછા કરતા યુવકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી

વડોદરા : વિદેશ જવાની ઘેલછા રાખનારાઓ માટે આ કિસ્સો લાલ બત્તી સમાન છે. લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ના મારે તેવી ઘટના સામે આવી છે. વડોદરા ના પોષ વિસ્તાર ગણાતા એવા અલકાપુરીમાં આવેલ skill whiz immigration pvt ltd નામની કંપની દ્વારા વિદેશ જવા ઈચ્છુક ૭૦ થી ૮૦ યુવકોને છેતર્યા હોવાનો ઘટસ્ફોટ થયો હતો . અલકાપુરી વિસ્તારમાં આવેલ સીટી સેન્ટર પોઈન્ટના છઠા માળે ૬૧૮ નંબરની દુકાનમાં આવેલ skillwhiz immigration pvt ltd કંપની દ્વારા વિદેશ જવા ના ઈચ્છુક યુવાનો સાથે ચીટીંગ કરવામાં આવતા યુવકો દ્વારા ઓફિસે હોબાળો કરવામાં આવ્યો હતો.

આજથી દોઢ બે વર્ષ પહેલા માલદા જવા માટે ફાઈલ વર્ક પરમીટ કરવા માટે પ્રોસેસ માટે આપવામાં આવી હતી. અને યુવકો પાસેથી લાખો રૂપિયાના ખંખેરી લીધા હતા. બાદમાં યુવકો ઓફીસ પર તેમની ફાઈલ અંગેની પ્રોસેસ પૂછતાછ કરવા માટે જતા તો તેમને ગલ્લા તલ્લા કરતા હતા. તેમને પછી પોલેન્ડ જવાના વર્ક પરમીટ ની પ્રોસેસ શરૂ કરવામાં આવી હતી. જે બે વર્ષ બાદ વર્ક પરમીટ આવતા તે પણ ફોર્ડ વર્ક પરમીટ હોવાનું યુવકોને માલુમ થતા તેઓ છેતરાયા હોવાની જાણ થઈ હતી. આ કંપનીમાં ૭૦ થી પણ વધુ યુવકો છેતરાયા હોવાનું માલુમ પડ્યું છે.

70થી વધુ લોકોને કંપનીએ છેતર્યા
આજે અમે બધા અલકાપુરી વિસ્તારમાં આવેલ સીટી સેન્ટર પોઇન્ટ ના skillwhiz immigration pvt ltd કંપનીમાં આવ્યા છે આ કંપની એ મને છેતરીને અમારી સાથે ચીટીંગ કર્યું છે. મારા જેવા અહી ૭૦ થી વધુ લોકોને આ કંપનીએ છેતર્યા છે. દોઢ બે વર્ષ પહેલા માલદા જવા માટે ફાઈલ વર્ક પરમીટ માટે મૂકી હતી. અને મારી પાસેથી ૭૫,૦૦૦ રૂપિયા લીધા હતા. મેં કુકના ડોક્યુમેન્ટ આપ્યા હતા. મારી પરમીટ ડ્રાઈવરની આવી હતી તે પણ દોઢ બે વર્ષ બાદ તેની માટે પણ મેં બહુ ધક્કા ખાધા હતા જવાબ આપતા નહોતા.- પાર્થ સોની, ભોગ બનનાર

Most Popular

To Top