National

યોગીના ‘ચૂંટણી બજેટ’માં અયોધ્યા માટે 140 કરોડ : ખેડુતોને લોન માટે 400 કરોડ પાણી માટે 600 કરોડ

ઉત્તર પ્રદેશ (UP)ની યોગી સરકારે સોમવારે તેનું સામાન્ય બજેટ (BUDGET) રજૂ કર્યું. રાજ્યમાં આગામી વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા યોગી સરકારના આ કાર્યકાળનું આ છેલ્લું પૂર્ણ બજેટ છે. યોગી સરકારે આ બજેટ સંપૂર્ણ પેપરલેસ (PAPERLESS) રજૂ કર્યું છે, નાણાં પ્રધાન સુરેશ ખન્ના પણ કમ્પ્યુટરથી બજેટ રજૂ કરવા વિધાનસભામાં હાજર થયા હતા.

યુપી સરકારનું આ બજેટ રાજ્યના ઇતિહાસમાં અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ છે. આ બજેટ 5 લાખ 50 હજાર 270 કરોડ 78 લાખ રૂપિયા છે. કૃષિ કાયદાની હાલાકી ઉપરાંત યુપી સરકારે ખેડૂતોને મફત પાણી આપવાની, સસ્તી લોન આપવા માટે જાહેરાત કરી છે. નાણાં પ્રધાને જાહેરાત કરી કે અમારી સરકાર 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાનું કામ કરી રહી છે. ખેડુતોને સસ્તી લોન આપવા માટે 400 કરોડ ફાળવવામાં આવ્યા છે, ખેતી માટે મફત પાણી આપવા માટે 600 કરોડ ફાળવવામાં આવ્યા છે.

યુપી સરકાર દ્વારા આ વખતે બજેટમાં એક્સપ્રેસ વે, મેટ્રો અને એરપોર્ટના નેટવર્ક પર ભાર મૂકવામાં આવ્યો છે. યુપીના નાણાં પ્રધાન સુરેશ ખન્નાએ પોતાના બજેટ ભાષણમાં ગંગા એક્સપ્રેસ વે, પૂર્વાંચલ એક્સપ્રેસ વે, ગોરખપુર લિન્ક એક્સપ્રેસ વે માટે ફાળવણી કરી હતી. રાજ્યમાં મેટ્રો પ્રોજેક્ટને ગતિ આપતા નાણામંત્રી સુરેશ ખન્નાએ કાનપુર, ગોરખપુર, વારાણસીમાં મેટ્રો પ્રોજેક્ટની જાહેરાત કરી હતી. કાનપુર મેટ્રો માટે આશરે 600 કરોડ રૂપિયા, વારાણસી-ગોરખપુર મેટ્રો માટે 100 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. આ સિવાય સરકારે દિલ્હી-મેરઠ રેપિડ રેલ પ્રોજેક્ટ માટે 1326 કરોડ રૂપિયાની જાહેરાત કરી છે.

યુપી સરકારે અયોધ્યા, જેવર એરપોર્ટ માટે નાણાંની જાહેરાત કરી છે. આ સિવાય જેવર એરપોર્ટ નજીક ઇલેક્ટ્રોનિક સિટી બનાવવાની પણ ચર્ચા છે. નાણાં પ્રધાને જાહેરાત કરી હતી કે અલીગઢ, આઝમગઢ, મુરાદાબાદ અને શ્રાવસ્તી એરપોર્ટનો વિકાસ લગભગ પૂર્ણ થઈ ગયો છે અને ચિત્રકૂટ અને સોનભદ્ર એરપોર્ટો માર્ચ 2021 સુધીમાં પૂર્ણ થઈ જશે.

અયોધ્યાના સમગ્ર વિકાસ પર ધ્યાન કેન્દ્રિત
યોગી સરકાર ફરી એક વખત અયોધ્યા બજેટ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. અયોધ્યાના સંપૂર્ણ વિકાસ માટે 140 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત અયોધ્યા એરપોર્ટનું નામ મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ એરપોર્ટ અયોધ્યા હશે, આ માટે 101 કરોડની બજેટ જોગવાઈ સૂચવવામાં આવી છે. નાણામંત્રીએ પોતાના બજેટ ભાષણમાં રામ મંદિર તરફ જવા માટે 300 કરોડથી વધુની પણ જાહેરાત કરી છે.

કોરોના રસીકરણ માટે 50 કરોડ રૂપિયા
અપેક્ષા કરવામાં આવી હતી કે યુપી સરકાર ચૂંટણી પૂર્વે નિ:શુલ્ક કોરોના રસીની જાહેરાત કરી શકે. જોકે, બજેટમાં હજી સુધી કંઇ કહ્યું નથી. પરંતુ, કોરોના રસીકરણ માટે કુલ 50 કરોડની જાહેરાત કરવામાં આવી છે.

ચૂંટણી પૂર્વે કરવામાં આવેલી ઘોષણાઓ
ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણી આવતા વર્ષે યોજાવાની છે. આવી સ્થિતિમાં યુપી સરકાર દ્વારા આ વખતે આ ટર્મનું છેલ્લું પૂર્ણ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. યોગી આદિત્યનાથના નેતૃત્વમાં છેલ્લા ચાર વર્ષથી ભાજપ રાજ્યમાં શાસન કરી રહ્યું છે. આવી સ્થિતિમાં હવે ચૂંટણીનું વર્ષ નજીક છે ત્યારે ભાજપનું ધ્યાન ફરીથી સત્તા પર પાછા આવવાનું છે. પાછલા કેટલાક વર્ષોમાં યોગી સરકાર સતત સપા-બસપા અને કોંગ્રેસના નિશાના પર રહી છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top