National

ભારતીય ટીમને આંચકો લાગ્યો, દંડ સાથે WTC પોઈન્ટ્સ કાપ્યા, જાણો સંપૂર્ણ વિગતો

બીજી ટેસ્ટ ચેમ્પિયનશિપ (ICC World Test Championship) શરૂ થઈ ગઈ છે. ભારતની ટીમે ઇંગ્લેન્ડ સામે (India VS England) પ્રથમ ટેસ્ટ મેચ (Test match) રમીને પોતાના અભિયાનની શરૂઆત કરી હતી.

પ્રથમ ટેસ્ટ મેચ ડ્રો થવાને કારણે ભારત અને ઈંગ્લેન્ડને પોઈન્ટ વહેંચવાની ફરજ પડી છે. આવી સ્થિતિમાં બંને ટીમોને 4 પોઈન્ટ આપવામાં આવ્યા હતા. પરંતુ આ પછી આઈસીસી (ICC)એ બંને ટીમોને ધીમા ઓવર રેટ (Slow over rate) માટે દંડ ફટકાર્યો છે. તેના પરીણામ સ્વરુપે, બંને ટીમોના ટેસ્ટ ચેમ્પિયનશિપ પોઈન્ટમાંથી 2-2 પોઈન્ટ કપાઈ ગયા છે હવે ટેસ્ટ મેચ બાદ બંને ટીમોના 2-2 પોઈન્ટ છે. તમને જણાવી દઈએ કે આ વખતે ICC એ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટને લઈને ઘણા ફેરફાર કર્યા છે.

ટેસ્ટ મેચ જીતનાર ટીમને 12 પોઈન્ટ આપવામાં આવશે. ત્યાં જ ડ્રો કે ટાઈની સ્થિતિમાં બંને ટીમોને 4 પોઈન્ટ આપવાનો નિયમ બનાવવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં ભારતીય ટીમે વરસાદને કારણે નોટિંઘમ ટેસ્ટ ડ્રો રહી હોવાને કારણે ચોક્કસપણે 8 પોઇન્ટ ગુમાવ્યા છે. બીજી ટેસ્ટ ચેમ્પિયનશિપ હેઠળ, ભારતે 6 ટેસ્ટ શ્રેણી રમવાની છે, જેમાં 3 શ્રેણી વિદેશી ધરતી પર અને 3 શ્રેણી ઘરઆંગણે રમવાની છે. ભારત હાલમાં વિદેશી ધરતી પર ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ શ્રેણી રમી રહ્યું છે. ભારતે વિદેશી ધરતી પર બાંગ્લાદેશ અને દક્ષિણ આફ્રિકા સામે ટેસ્ટ શ્રેણી રમવાની છે. આ સિવાય ભારતની ટીમ શ્રીલંકા, ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા સામે તેમના ઘરે ટેસ્ટ શ્રેણી રમશે.

ધીમી ઓવર માટે પોઈન્ટ કપાયા
તમને જણાવી દઈએ કે પ્રથમ ટેસ્ટ મેચ દરમિયાન, બંને ટીમોને ધીમી ઓવર રેટથી બોલિંગ કરવામાં આવી હતી, ત્યારબાદ બંને ટીમોને મેચ ફીના 40 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે. આ સિવાય, મેચ રેફરી ક્રિસ બ્રોડ દ્વારા ધીમી ઓવર રેટ માટે દોષિત સાબિત થયા બાદ, બંને ટીમના ખાતામાંથી પેનલ્ટી ઓવરમાંથી દરેકના બે પોઇન્ટ કાપવામાં આવ્યા છે. હવે લેટેસ્ટ પોઇન્ટ ટેબલમાં બંને ટીમોના માત્ર 2-2 પોઇન્ટ છે.

Most Popular

To Top