Gujarat

વર્લ્ડ કપ 2023 ફાઇનલ: 100થી વધુ ચાર્ટર્ડ પ્લેન ઉતરશે, અમદાવદમાં VVIP અને સેલેબ્સનો જમાવડો

નવી દિલ્હી: ભારતની (India) યજમાનીમાં યોજાયેલ વર્લ્ડ કપ 2023ની (Worldcup 2023) ફાઇનલ મેચ અમદાવદના (Ahmedabad) નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાવાની છે. ગઇ કાલે જ કોલકાતામાં ઓસ્ટ્રેલિયા (Australia) અને સાઉથ આફ્રિકા વચ્ચે સેમીફાઇનલ મેચ રમાઇ હતી. જેમાં ઓસ્ટ્રેલિયાએ સાઉથ આફ્રિકાની સામે જીત મેળવી હતી. જો કે તે પહેલા ભારતે ન્યૂઝીલેન્ડને હરાવી ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. વર્લ્ડ કપની ફાઇનલ (Final) મેચ માટે ભારતીય ટીમ અમદાવાદ આવી ગઇ છે. ત્યારે ઓસ્ટ્રેલિયાની ટીમ પણ આજે સાંજ સુધીમાં અમદાવાદ પહોંચશે.

ઈન્ડિયા અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના આ મહાજંગને નિહાળવા મોટી સંખ્યામાં લોકો અમદાવાદના સ્ટેડિયમ ખાતે ઊમટે એવી સ્થિતિ જોવા મળી રહી છે. તેમજ આ મહા-મુકાબલાના સાક્ષી બનવા અનેક VVIP પણ હાજર રહેશે. એટલું જ નહિ તેમાંના મોટા ભાગના સેલિબ્રિટીઝ ચાર્ટર્ડ પ્લેનમાં અમદાવાદ આવશે.

મળતી માહિતી મુજબ આ મેગા મેચ જોવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) પણ અમદાવાદ આવશે. વર્લ્ડ કપ ફાઇનલ પહેલા ભારતીય અને ઓસ્ટ્રલિયા બંને ટીમના કેપ્ટન સાબરમતી રિવરક્રૂઝ પર ખમણ, ઢોકળાં ગુજરાતી નાસ્તોની મજા માણશે. બંને ટીમના કેપ્ટન અને ટીમ સાબરમતી રિવરક્રૂઝ પર ડિનર કરશે. તેમજ સાબરમતી રિવરફ્રન્ટના અટલબ્રિજની મુલાકાત પણ લેશે. જેથી તમામ ખેલાડીઓની સુરક્ષા માટે સાબરમતી નદી અને રિવરફ્રન્ટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્તની તૈયારી કરવામાં આવશે.

આઈસીસી વન ડે વર્લ્ડકપના ઈતિહાસમાં ફરી એકવાર ફાઈનલ મુકાબલામાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટક્કર થવા જઈ રહી છે. આ અગાઉ 20 વર્ષ પહેલાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ફાઈનલ મુકાબલો રમાયો હતો, જેમાં ઓસ્ટ્રેલિયા જીત્યું હતું. હવે 20 વર્ષ બાદ ભારતીય ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયા સામે બદલો લેવા ઉતરશે. આ મહાજંગને જોવા માટે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આવે તેવા સમાચાર વહેતા થયા છે.

વર્લ્ડ કપના (World Cup 2023) સેમી ફાઇનલમાં ભારતે (India) ન્યુઝીલેન્ડને (New Zealand) હરાવી ફાઇનલમાં (Final) પ્રવેશ મેળવ્યો હતો. આ સાથે જ ગુરુવારે ઓસ્ટ્રેલિયાએ (Australia) સાઉથ આફ્રીકાને (South Africa) હરાવી ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો છે. હવે આઈસીસી વર્લ્ડ કપની ફાઇનલ મેચ આ બંન્ને ટીમો વચ્ચે 19 નવેમ્બરના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. જેને નિહાળવા અને ભારતીય ક્રિકેટ ટીમને પ્રોત્સાહન આપવા વડાપ્રધાન (PM Modi) અમદાવાદ જશે.

Most Popular

To Top