Charchapatra

માણસની ઓકાત કેટલી?

ઘી નો એક લોટો અને લાકડા ઉપર લાશ, થઈ થોડા કલાકમાં રાખ, બસ આટલી છે માણસની ઓકાત…એક બુઢા બાપા, સાંજે ગુજરી ગયા,પોતાની આખી જિંદગી, પરિવારના નામે કરી ગયા. ક્યાંક રડવાનો અવાજ, તો ક્યાંક વાતમાં વાત અરે જલ્દી લઈ જાઓ કોણ રાખશે આખી રાત! બસ આટલી છે, માણસની ઓકાત..મર્યા પછી નીચે જોયું, નજારો નજર સામે જોયો! પોતાના મરણ પર કોઈ લોકો જબરજસ્ત,તો કોઈ લોકો જબરજસ્તીથી રડતાં હતાં! નથી રહ્યા , જતાં રહ્યાં ચાર દિવસ કરશે વાત.!બસ આટલી છે  માણસની ઓકાત.છોકરો સારો ફોટો બનાવશે, સામે અઞરબતી મૂકશે,સુગંધી ફૂલોની માળા હશે, અશ્રુભરી શ્રધ્ધાંજલિ હશે! પછી એ ફોટા પર જાળાં પણ કોણ કરશે સાફ!?

બસ આટલી છે માણસની ઓકાત…આખી જિંદગી, મારું મારું કર્યું.પોતાના માટે ઓછું, બીજાના માટે વધારે જીવ્યા.કોઈ નહીં આપે સાથ જશો ખાલી હાથ.તલભાર સાથે લઈ જવાની નથી ઓકાત માણસની. બસ આટલી છે માણસની ઓકાત…પહેલાં ​પોતાને સમજ્યો નહીં…એટલે બીજાને સમજી શક્યો નહિ! પછી તો બીજા પર ઘાત અને ખુદ ઉપર આઘાત! બસ આટલી છે માણસની ઓકાત. ખૂબ જ સરસ મનોમંથન છે એવું નથી લાગતું?                                                                    
સુરત     – સુરેન્દ્ર દલાલ    – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top