Charchapatra

દેશના ભવિષ્યનું પરિણામ શું?

ગતરોજ તારીખ : ૧૨ ડિસેમ્બર,૨૦૨૩ ને મંગળવારે પ્રસ્તુત ચર્ચાપત્રની કોલમમાં કિરણ સૂર્યાવાલાના સટિક શાબ્દિક ચાબખા સહિત સાંપ્રત સમયની સરકારનો જે રીતે સીધો ઉધડો લીધો છે,એના સમર્થનમાં..વધુ અથવા તો..આવનારા સમયમાં જે કાલ્પનિક ભયનો ઓથાર સમગ્રતયા ગુજરાતભરમાં, દેશભરમાં મધ્યમ વર્ગના લોકોને સતાવી રહ્યો છે એ..કે,હાલની સરકારમાં જે રીતે બધું ચાલી રહ્યું છે કે, ચલાવવામાં આવી રહ્યું છે..

એનો ચિતાર – વરતારો જોતાં એવું લાગે છે કે,આ દેશમાં હવે ફક્ત ને ફક્ત બે જ વર્ગનું માળખું જોવા મળશે, એમાં.. શ્રમિક ( ગરીબ ) અને ધનિક ( મૂડીપતિ ) ની વચ્ચે ઈશારા પર અને ઈરાદા પર મદાર રાખીને મૂડીવાદીઓની પગચંપી કરતો નેતાવર્ગ જ રહેશે.સરવાળે મધ્યમવર્ગીય સમાજ કહો કે, મધ્યમ વર્ગનાં લોકોનું નામોનિશાન મટી જશે.આ જ પરિણામ ભોગવવા માટે,જોવા જાણવા માટે મરણપથારીએ પડેલી લોકશાહી મૂક સાક્ષી ભાવે ..હર હાલ મેં ખુશ રહો ને બદલે..હર હાલતમાં તમે, દુઃખમાં જ રહેશો એવી કલ્પના અસ્થાને નથી.
સુરત  – પંકજ શાંતિલાલ મહેતા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

હોસ્પિટલોની ગોબાચારી
કોર્પોરેટ હોસ્પિટલો તબિબી વ્યવસાયને બદનામ કરી રહી છે ના શિર્ષકથી ગુજરાત મિત્રના  ટ્રધી પોઇન્ટમાં સમક્તિ શાહ સાહેબે ઉદાહરણ સહિતના જે વાતો લખી છે તે આ કોર્પોરેટ હોસ્પિટલના વહીવટદારો વાંચે તો પોતાની જાત માટે તેમને શરમ ઉપજે કે ઉપજવી જ જોઇએ. હોસ્પિટલોમાં પણ ડોક્ટરોને તેના વિષયના ઓપરેશન માટે ટારગેટ આપવામાં આવે છે અને તેના બદલામાં ડોક્ટરોને માસિક લાખો રૂપિયાનો માતબર પગાર પણ ચૂકવે છે તેથી ડોકટરો પણ દર્દીને ટારગેટમાં બેસાડવાના જ પ્લાનથી વાતો કરે છે અને દર્દીને ડર અને મૂઝવણમાં મૂકી દે છે.

વળી, મેડીકલેમની પણ તેમાં ભૂંડી ભૂમિકા જોડાય છે. જ્યારથી જુદી જુદી કાું.ઓએ મેડીકલેઇમની યોજના મૂકી છે ત્યારથી જ હોસ્પિટલના શીસેપ્શન કાઉન્ટર પર બોર્ડ લાગી ગયા કે જો દર્દીનો મેડીકલેઇમ હોય તો પહેલાથી જણાવવું. શું ફર્ક પડે છે મેડીકલેઇમ કે મેડીકલેઇમ વગરના દર્દીઓમાં? શા માટે હોસ્પિટલ આગોતરા દર્દીના મેડીકલેઇમ જાણવા માટે ઉત્સુક રહે? તે બધા પ્રશ્નોના જવાબો દર્દી અને તેના સતાઓ પાસે છે જ. આ સમસ્યાનો ઉપાયમાં સરકારી – અર્ધસરકારી કે ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલમાં જ સારવાર લે. નરેન્દ્ર મોદી દ્વારા શરૂ થયેલ જન ઔષધિ કેન્દ્રની જ દવા ખરીદવાનો આગ્રહ રાકે. કોર્પોરેટ હોસ્પિટલની દૂર રહે તે દર્દી અને તેનાં સ્નેહીનનોના હિતમાં છે.
સુરત     – પરેશ ભાટિયા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top