Charchapatra

ભ્રષ્ટાચારનો ભોરિંગ

તાજેતરમાં ઓરિસ્સાના એક કોંગ્રેસી નેતાને ત્યાં સીબીઆઇએ દરોડો પાડતાં એને ત્યાંથી 300 કરોડ રૂા. કેશ સંપત્તિ મળી આવી અને બીજા એક કિસ્સામાં યુપીના એક સેક્રેટરી લેવલના આઇએએસ અધિકારી એ.પી.સીંગના એક મકાન ઉપર સીબીઆઇએ છાપો મારતાં 400 કરોડ રૂા. કેશ મળી આવ્યા. સીબીઆઇના આઠ અધિકારીઓને પોલીસની હાજરીમાં આ રૂા. ગણતા 4 દિવસ લાગ્યા! વળી આ અધિકારી પાસે સોના-ચાંદીનો જંગી ખજાનો ઉપરાંત 20 બીજાં મકાનો અને કિંમતી જમીનોના દસ્તાવેજો અને લખાણો મળી આવ્યાં. આપણા દેશમાં આવા તો 5000 આઇએએસ અને 4900 જેટલા આઇપીએસ અધિકારીઓ હોવાનું નોંધાયું છે.

જે લોકો પ્રતિ વર્ષ દેશમાંથી બેનંબરી પાંચ લાખ કરોડ રૂા. ઉસેટી રહ્યા છે. આ માત્ર એ ગ્રેડ શ્રેણીનો આંકડો છે. બી-સી અને ડી લેવલના ખાય એ તો જુદું! વળી આ દેશના સેવક કહેવાતા કોર્પોરેટરો, ધારાસભ્યો, સાંસદો, મંત્રીઓ અને ગવર્નરો જુદા. કેટલું રંધાતું હશે અને કેટલું ખવાઇ જતું હશે? એ વિચાર જો વર્તમાન ભાજપી સત્તાધારીઓ હોય કે ભૂતકાલીન કોંગ્રીસીઓ હોય, કોઇને ચોખ્ખા કહી શકાય એમ નથી! જેઓ સત્તામાં બેઠા છે તેઓ 7 નહીં 700 પેઢીઓ ખાય એવી અભૂતપૂર્વ જંગી લૂંટ ચલાવી રહ્યા છે. પ્રજાને હિંદુ મુસલમાન અને સનાતન ધર્મના નામે મૂર્છિત કરાઇ છે જે સાચું ખોટું વિચારવાનું છોડી મુસ્લિમોના કાલ્પનિક ભયથી ધર્મના નામે આપસમાં લડી ખુવાર થવા દોડી રહી છે અને દેશ લૂંટાઇ રહ્યો છે.
સુરત     – જીતેન્દ્ર પાનવાલા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

દીક્ષા ગ્રહણ કરનાર તમામ મુમુક્ષો અભિનંદનને પાત્ર છે
સુરતમાં પ્રતિ વર્ષ દરમ્યાન વેસુની તપોભૂમિ પર જે મુમુક્ષુઓ દીક્ષા ગ્રહણ કરીને સુખ, સાજનો નો ત્યાગ કરે છે એ તમામ મુમુક્ષુઓ  અભિનંદનને પાત્ર છે. આજે સ્વાર્થ લોભ અને ભૌતિક સુખની ચાહના ધરાવતી આ સૃષ્ટિમાં મોહ માયા વૈભવ સુખ અને સ્વજનોને છોડીને દીક્ષા ગ્રહણ કરી સંયમી જીવન જીવવું ખૂબ જ કઠિન અને મુશ્કેલ કાર્ય છે. આ સંસારી જીવનનો ત્યાગ કરનાર તમામ મુમુક્ષુઓને નૂતન નામ અપાયાં હતાં જે સ્વર્થા યોગ્ય જ છે.
સુરત     – રાજુ રાવલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top