Columns

આપણી પાસે …

કોફી શોપ ના માલિક માટે શનિવારનો દિવસ ખુબજ વ્યસ્ત રહ્યો.કોફી હાઉસમાં ખુબજ ગરદી હતી બેસવાની જગ્યા ન હતી અને એકપછી એક કસ્ટમર અવતાજ જતા હતા.કોફી શોપ નો માલિક સવારથી પગપર ને પગપર કામ કરીને એકદમ થાકી ગયો હતો.સાંજ પડતા તેને  માથામાં એકદમ અસહ્ય દુખાવો થવા લાગ્યો.હજી રાત સુધી કામ કરવાનું હતું.તેણે વિચાર્યું કે લાવ દુકાન ની બહાર એક લટાર મારું,અને થોડેદુર આવેલા કેમીસ્ટને  ત્યાંથી કોઈ પેઇન્કિલર દવા લઈને ખાઈ લઉં.

કોફીશોપ સ્ટાફને હવાલે કરી તે બહાર નીકળ્યો,ચાલીને કેમિસ્ટની દુકાને ગયો,પેઇન્કિલર દવા લીધી,પાણી ની બોટલ લીધી અને દવા ત્યાંજ ગળી લીધી અને રાહત નો શ્વાસ લેતા વિચાર્યું કે હવે થોડા સમયમાં દુખાવો ઓછો થશે અને સારું લાગશે.

કાઉન્ટર પર પૈસા આપતા તેણે અમસ્તાજ સેલ્સગર્લને પૂછ્યું,”તારા બોસ મિ.સાવરકર [કેમિસ્ટ] ક્યાં ગયા છે ?આજે કેશ કાઉન્ટર પર નથી?”  સેલ્સગર્લે જવાબ આપ્યો,”સરનું માથું ખુબજ દુખતું હતુ એટલે થોડે દૂર આવેલી કોફીશોપમાં ગરમ કોફી પીવા ગયા છે. તેઓ કહે છે ગરમ કોફી પીવાથી તેમનો દુખાવો ઓછો થશે અને સારું લાગશે.” સેલ્સગર્લનો જવાબ સાંભળી કોફી શોપનો માલિક વિચારમાં પડી ગયો  અને માત્ર ,”હં અચ્છા ….”કહી નીકળી ગયો

કેમીસ્ટની દુકાનેથી ચાલીને પોતાના કોફી શોપ પર જતા રસ્તામાં તે વિચારવા લાગ્યો કે આ કેવી વિચીત્રતા છે; હું ગરમ કોફી સામે હોવા છતાં માથાના દુખાવાથી રાહત મેળવવા કેમિસ્ટની દુકાને દવા લેવા ગયો ;અને દવા પાસે હોવા છતાં કેમિસ્ટ માથાના દુખાવામાંથી રાહત લેવા કોફીશોપમાં કોફી પીવા આવ્યો.

આ સંજોગ……આ પ્રસંગ…. એક વસ્તુ સમજાવે છે કે આ આપણા માનવજીવનની હકીકત છે કે આપણે જયારે કોઈપણ તકલીફ કે મુશ્કેલી આવે ત્યારે તેનો ઉપાય બહાર શોધીએ છીએ;જયારે હકીકતમાં તે મુશ્કેલી અને તકલીફનો ઉપાય આપણી પાસેજ હોય છે.  આપણે માણસો સુખ મેળવવા માટે દિન રાત દોડભાગ કરીએ છીએ…..દુનિયાભરમાં ખુશી અને આનંદ શોધવા ભટકીએ છીએ……મનની શાંતિ મેળવવા ઠેર ઠેર મંદિરો અને યાત્રાસ્થળોમાં દર્શન કરવા જઈએ છીએ…….. પરંતુ ખરું સુખ, સાચો આનંદ અને મનની શાંતિ આપણી અંદર ,આપણા જ હૃદયમાં જ છે. હકીકતમાં બધો આધાર આપણા મન અને મસ્તિષ્કની પરિસ્થિતિ પર રહેલો છે. ઈશ્વરને પણ બહાર શોધવાની જરૂર નથી તે પણ આપણી પાસેજ છે ,આપણી અંદર જ છે

            લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top