Charchapatra

ખાનગી હાથોમાં નાગરિકોની કેવી દશા થશે?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હમણાં કહયું હતું કે વેપાર ધંધો કરવાનું કામ સરકારનું નથી. આ વિધાન ઉપરથી સ્પષ્ટ સમજાય એમ છે કે વર્તમાન સરકાર રેલવે તથા બેંકોનું ખાનગીકરણ કરવા તરફ આગળ વધી રહી છે. વીજળી તથા પાણીની વ્યવસ્થા પણ ખાનગી સાહસોને સોંપી દેવાની વાતોનો અંદેશો તો સમકિત શાહે ઘણા મહિનાઓ પહેલા આપી દીધો છે.

જો બધુ ખાનગી હાથોમાં જતું રહેશે તો આમ પ્રજા કદાચ જીવી નહિ શકે. જે લોકોમાં નીતિ તથા કરૂણા નથી એવા ખાનગી હાથો શું ભારતની આમપ્રજાને કોઇ ચીજ પણ વાજબી ભાવે આપશે ખરા???

1969ના જુલાઇ મહિનામાં તત્કાલિન વડાપ્રધાને ચૌદ મોટી બેંકોનું રાષ્ટ્રીયકરણ કરેલું હતું ત્યારબાદ આજસુધી એક પણ એવી સરકારી બેંક ઉઠી ગઇ નથી. ખાનગી સહકારી બેંકો તો ઢગલેબંધ ઉઠી ગઇ છે. હવે જો સરકારી બેંકો પણ ખાનગી હાથોમાં જાય તો એ ખાનગી હાથોમાં એ બેંકો સલામત રહેશે ખરી?? છેલ્લે તો સામાન્ય નાગરિક જ આવા ખાનગીકરણના કારણે બધી વાતે બેહાલ થઇ જાય તો નવાઇ નહિ.

સુરત              -બાબુભાઇ નાઇ    -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top