Business

બ્રહ્માંડમાં આપણે એકલાં નથી!

જેતરમાં અમેરિકાની ડિફેન્સ રિસર્ચ સંસ્થા પેન્ટાગોનના એક રિપોર્ટથી દુનિયા અચંબામાં પડી ગઈ હતી! પેન્ટાગોને પોતાના આ રિપોર્ટમાં એવું સ્વીકાર્યું છે કે, આ બ્રહ્માંડમાં આપણે એકલાં નથી, બીજું કોઈ પણ છે! જી, હા, આપણે વાત કરી રહ્યા છીએ એલિયન્સ (પરગ્રહવાસીઓ) અને UFO (અનઆઇડેન્ટિફાય ઓબ્જેક્ટ)ની, જેને હવે ઓફિશ્યલી UAP (અનઆઇડેન્ટિફાય એરિયલ ફિનોમીના) તરીકે પણ ઓળખવામાં આવે છે. અમેરિકાએ એવું માની લીધું છે કે, છેલ્લાં ૧૫થી ૧૭ વર્ષમાં પૃથ્વી પર ૧૪૪થી વધુ UAP જોવાં મળ્યાં હતાં. અલબત્ત, આ આઈડેન્ટિફાય નહીં થયેલી વસ્તુઓ એલિયન પણ હોય શકે છે! આ બાબતને સીધી સ્વીકારી નથી તો તેનો ઇન્કાર પણ કરાયો નથી. પરિણામે ફરી એક વખત એવી ચર્ચા છેડાઈ છે કે, આ બ્રહ્માંડમાં આપણે એકલાં નથી, બીજું કોઈ પણ હોય શકે છે.

UAPનાં રહસ્યો પર વિવિધ ભાષામાં સેંકડો સાયન્સ ફિક્શન ફિલ્મો બનાવવામાં આવી છે. બોલિવૂડમાં ‘વહાં કે લોગ’(૧૯૬૭) ભારતની પ્રારંભની સાયન્સ ફિલ્મોમાંથી એક છે. આ ફિલ્મ એક એજન્ટના મૃત્યુમાં મંગળ ગ્રહથી આવેલા એલિયન સામેલ હોવાની શોધખોળ પર આધારિત છે. ‘કોઇ મિલ ગયા’ (૨૦૦૩)માં સ્પેસથી આવેલા એલિયન્સ અને માણસ વચ્ચેની દોસ્તીની વાત છે તો હોલિવૂડમાં ‘ઇન્ડિપેન્ડન્સ ડે’, ‘મેન ઇન બ્લેક’, ‘અરાઇવલ’, ‘પ્રિડેટર’ અને ‘પેસિફિક રિમ’ જેવી ફિલ્મો એલિયન અને UAPની રહસ્યમયી દુનિયા પર બનાવવામાં આવી છે.

તાજેતરમાં જૂન ૨૦૨૧માં UAPની તપાસ માટે બનાવવામાં આવેલી અમેરિકાના પેન્ટાગોનની ટાસ્કફોર્સે એક રિપોર્ટ બહાર પાડ્યો છે. ૯ પાનાંના આ રિપોર્ટમાં ૨૦૦૪થી ૨૦૨૧ની વચ્ચે ૧૪૪ UAP (અન-આઈડેન્ટિફાય એરિયલ ફિનોમીના) દેખાયાં હોવાનું સ્વીકારવામાં આવ્યું છે. એપ્રિલ તાજેતરમાં અમેરિકાની ડિફેન્સ રિસર્ચ સંસ્થા પેન્ટાગોનના એક રિપોર્ટથી દુનિયા અચંબામાં પડી ગઈ હતી! પેન્ટાગોને પોતાના આ રિપોર્ટમાં એવું સ્વીકાર્યું છે કે, આ બ્રહ્માંડમાં આપણે એકલાં નથી, બીજું કોઈ પણ છે! જી, હા, આપણે વાત કરી રહ્યા છીએ એલિયન્સ (પરગ્રહવાસીઓ) અને UFO (અનઆઇડેન્ટિફાય ઓબ્જેક્ટ)ની, જેને હવે ઓફિશ્યલી UAP (અનઆઇડેન્ટિફાય એરિયલ ફિનોમીના) તરીકે પણ ઓળખવામાં આવે છે. અમેરિકાએ એવું માની લીધું છે કે, છેલ્લાં ૧૫થી ૧૭ વર્ષમાં પૃથ્વી પર ૧૪૪થી વધુ UAP જોવાં મળ્યાં હતાં. અલબત્ત, આ આઈડેન્ટિફાય નહીં થયેલી વસ્તુઓ એલિયન પણ હોય શકે છે! આ બાબતને સીધી સ્વીકારી નથી તો તેનો ઇન્કાર પણ કરાયો નથી. પરિણામે ફરી એક વખત એવી ચર્ચા છેડાઈ છે કે, આ બ્રહ્માંડમાં આપણે એકલાં નથી, બીજું કોઈ પણ હોય શકે છે.

UAPનાં રહસ્યો પર વિવિધ ભાષામાં સેંકડો સાયન્સ ફિક્શન ફિલ્મો બનાવવામાં આવી છે. બોલિવૂડમાં ‘વહાં કે લોગ’(૧૯૬૭) ભારતની પ્રારંભની સાયન્સ ફિલ્મોમાંથી એક છે. આ ફિલ્મ એક એજન્ટના મૃત્યુમાં મંગળ ગ્રહથી આવેલા એલિયન સામેલ હોવાની શોધખોળ પર આધારિત છે. ‘કોઇ મિલ ગયા’ (૨૦૦૩)માં સ્પેસથી આવેલા એલિયન્સ અને માણસ વચ્ચેની દોસ્તીની વાત છે તો હોલિવૂડમાં ‘ઇન્ડિપેન્ડન્સ ડે’, ‘મેન ઇન બ્લેક’, ‘અરાઇવલ’, ‘પ્રિડેટર’ અને ‘પેસિફિક રિમ’ જેવી ફિલ્મો એલિયન અને UAPની રહસ્યમયી દુનિયા પર બનાવવામાં આવી છે.

તાજેતરમાં જૂન ૨૦૨૧માં UAPની તપાસ માટે બનાવવામાં આવેલી અમેરિકાના પેન્ટાગોનની ટાસ્કફોર્સે એક રિપોર્ટ બહાર પાડ્યો છે. ૯ પાનાંના આ રિપોર્ટમાં ૨૦૦૪થી ૨૦૨૧ની વચ્ચે ૧૪૪ UAP (અન-આઈડેન્ટિફાય એરિયલ ફિનોમીના) દેખાયાં હોવાનું સ્વીકારવામાં આવ્યું છે. એપ્રિલ ૨૦૨૦ની વાત કરીએ તો અમેરિકાની ડિફેન્સ મિનિસ્ટ્રીએ ત્રણ વીડિયો જાહેર કર્યાં હતાં. આ વીડિયો અમેરિકાના નૌકાદળના G-18 ફાઇટર જેટ દ્વારા ઝડપવામાં આવ્યાં હતાં. ફાઇટર જેટમાં લગાડવામાં આવેલાં ઇન્ફ્રારેડ કેમેરાની મદદથી રેકર્ડ કરાયાં હતાં. એવું કહેવાય છે કે, આ અન-આઇડેન્ટિફાઇડ ફ્લાઇંગ ઓબ્જેક્ટ છે. વીડિયોમાં આ ઓબ્જેક્ટ હવાઈ સ્ટન્ટ કરતાં ખૂબ જ ઝડપથી ઊડતાં દેખાઈ રહ્યાં હતાં.

અલબત્ત, જ્યારે UFOની વાત નીકળે છે ત્યારે એવા સવાલો થાય છે કે, શું ખરેખર જીવસૃષ્ટિ ઉપરાંત આ બ્રહ્માંડમાં બીજા કોઈ પરગ્રહવાસીઓ છે? શું પૃથ્વીને આ પરગ્રહવાસીઓથી ખતરો છે? શું આપણી રાષ્ટ્રીય સુરક્ષા જોખમમાં છે કે પછી આ ફક્ત એક કલ્પના અને ગપ્પાબાજી છે? આ સવાલોના જવાબ મેળવવા માટે હંમેશાં આપણે અમેરિકા તરફ દોડીએ છીએ. તેની પાછળનું કારણ એટલું જ છે કે, અમેરિકામાં દાયકાઓથી UFO દેખાતાં હોવાનું વારંવાર બહાર આવ્યું છે. આગળ જણાવ્યું તેમ અમેરિકાના ખુફિયા વિભાગે ગત ૧૬ જૂનના રોજ અમેરિકાના અમુક સાંસદોને એક રિપોર્ટ તૈયાર કરીને આ UFO વિશે જાણકારી આપી હતી. આ જાણકારી પછી આ સાંસદોએ જાહેરમાં નિવેદનો પણ કર્યાં હતાં. તેઓનું કહેવું હતું કે, પેન્ટાગોનના રિપોર્ટ પછી અમારી તો ઊંઘ ઊડી ગઈ છે. એક સાંસદે તો એવું કહ્યું કે, UFO દ્વારા જે કંઈ ગતિવિધિઓ થઈ રહી છે એ આપણાંથી હેન્ડલ થઈ શકે એવું લાગતું નથી! ખરેખર આખો મામલો શું છે તેને વિસ્તારથી સમજીએ.

આજથી લગભગ ૭૪ વર્ષ પૂર્વેની વાત છે. વર્ષ હતું ૧૯૪૭નું, તારીખ હતી ૨૪ જૂન. વોશિંગ્ટન સ્ટેટમાં જ્વાળામુખીનો એક પર્વત છે. નામ છે માઉન્ટ રેઈનિયર. આ પર્વતથી થોડે દૂર આકાશમાં એક કોલએયર-૨ વિમાન ઊડતું હતું. આ વિમાનનો પાયલોટ હતો કેનેથ અર્નોલ્ડ. બપોરે લગભગ ત્રણ વાગ્યા હતા. વિમાન ઉડાડતી વખતે અર્નોલ્ડભાઈ સાહેબને એક ચમકદાર પ્રકાશનો ટુકડો દેખાયો હતો! અર્નોલ્ડને સમજમાં ન આવ્યું કે, આકાશમાં આ ચમકદાર રોશની આવી ક્યાંથી? થોડી વારમાં તો અર્નોલ્ડને તેની ડાબી બાજુ આવા જ બીજા ચમકદાર ટુકડાઓ દેખાયા! હેબતાઈ ગયેલાં પાયલોટે ધ્યાનથી જોયું તો રેનિયર પર્વત નજીક આસમાનમાં કંઈક વસ્તુઓ ઊડી રહી હતી. તેણે આ વસ્તુઓની ગણતરી કરી તો નવ હતી. એક હરોળમાં નવ વસ્તુઓ ઊડી રહી હતી. પાછી તેની ઝડપ અવાજ કરતાં ત્રણ ગણી વધુ હતી!

અર્નોલ્ડે બરાબર ચેક કર્યું તો એ કોઈ વિમાન ન હતાં! કારણ કે, તેની બોડી વિમાન જેવી ન હતી. તેનો આકાર બૂમરેંગ જેવો હતો. બૂમરેંગ મતલબ ધનુષ આકારનું લાકડાંનું બાળકોને રમવાનું એક રમકડું. હવામાં ફેંકો તો ફરી તમારી પાસે જ આવી જાય. અર્નોલ્ડે આ વિશે લોકોને જણાવ્યું હતું અને વાયુવેગે વાત ફેલાઈ ગઈ હતી. મીડિયાને ખબર પડી એટલે આ ઘટનાના બે દિવસ પછી શિકાગો સન નામના અખબારે એક ખબર છાપી. બસ, અહીંથી શરૂ થઈ આકાશમાંઊડતી રકાબીની રહસ્યમયી દુનિયાનો આ સિલસિલો.

જો કે, આ પછી તો આવાં પ્રકરણો વારંવાર સામે આવવા લાગ્યાં હતાં. ૧૯૪૭ના વર્ષમાં જ એકલા અમેરિકામાં ૮૦૦થી વધુ આવા બનાવો નોંધવામાં આવ્યા હતા! શું ખરેખર આવું મુમકીન છે? વિશ્વભરની સાયન્સ કમ્યુનિટી તો આ વાત માનવા તૈયાર નથી. તેઓનું કહેવું છે કે, ક્યારેક આવા આકારનાં વાદળો જોઈને, ક્યારેક વેધર બલૂન જોઈને કે પછી બીજા કોઈ કારણથી લોકોને UFOનો આભાસ થતો રહે છે. આવા કિસ્સાઓ વધવા માંડ્યા તો એવું કહેવામાં આવ્યું કે, આ એક માસ હિસ્ટેરિયા, કલ્પનાઓ, પ્રસિદ્ધ થવા માટેનાં કાવતરાં હોય શકે છે.

અલબત્ત, આ હતા સાયન્ટિસ્ટોના ઓપિનિયન. હવે વાત કરીએ ઓથોરિટી, સરકારની, શું તેઓએ પણ આ વાતને નકામી ઠેરવી દીધી હતી? આ વાત ત્યારની છે જ્યારે સોવિયેટ યુનિયન અને અમેરિકા વચ્ચે કોલ્ડવોર ચાલતી હતી. બંને હથિયારોમાં એકબીજાને પાડી દેવા હંમેશાં તત્પર રહેતાં હતાં. આ દરમિયાન હવામાં ઊડતી ક્યારેય ન જોયેલી વસ્તુઓ દેખાતાં બંને માટે આ બાબત તરફ ધ્યાન ન આપવું શક્ય ન હતું. અમેરિકાને એવું લાગતું હતું કે, ક્યાંક સોવિયેટ સંઘે કોઈ એડવાન્સ વિમાન તો નથી બનાવી લીધું ને? સામા પક્ષે સોવિયેટને આવી જ શંકા અમેરિકા પર હતી.

સપ્ટેમ્બર, ૧૯૪૭માં એટલે કે અર્નોલ્ડના દાવાના ત્રણ મહિના પછી UFO વિશેની ચર્ચાએ એવું જોર પકડ્યું કે, અમેરિકાના વાયુસેનામાં અંદરખાને હોટ ટોપિક બની ગયો હતો. યુએસ એરફોર્સના એક અધિકારીએ તો કમાન્ડિંગ જનરલને એક મેમો મોકલીને એવું કહ્યું કે, ઊડતી રકાબીઓ કાલ્પનિક નથી. શક્ય છે કોઈ દુશ્મન દેશે આધુનિક ટેક્‌નોલોજીના વિમાન વિક્સાવી લીધાં હોય! આ એવી ટેક્‌નોલોજી હોય જેનો આપણે વિચાર સુદ્ધાં ન કરી શકીએ. એ પછી અમેરિકાએ એક ગુપ્ત પ્રોગ્રામ શરૂ કર્યો હતો. આ પ્રોગ્રામનું નામ હતું – પ્રોજેક્ટ સાઇન. હેતુ હતો આવી ઊડતી રકાબીઓ દેખાય તો તે મામલાઓની તપાસ કરવી. જો કે, આ પ્રોગ્રામના અધિકારીઓમાં પણ બે ગ્રુપ પડી ગયાં હતાં. કોઈ એવું સમજતું હતું કે, એલિયન આવી રકાબીઓ મોકલી રહ્યાં છે અને બીજું ગ્રુપ આ બાબતને કલ્પનામાં ખપાવતું હતું.

હવે આવીએ વર્ષ ૧૯૪૮માં. અર્નોલ્ડવાળા એપિસોડના એક વર્ષ પછી એક મોટી ખબર સામે આવી હતી. ૨૪ જુલાઈ, ૧૯૪૮ના રોજ અમેરિકાના ઇસ્ટર્ન એરલાઇન્સનું એક વિમાન ૫૦૦૦ ફૂટની ઊંચાઈ પર ઊડી રહ્યું હતું. વહેલી સવારે લગભગ ત્રણ વાગ્યાની આસપાસ એકાએક પાયલોટ ક્લેરન્સ ચિલ્સ અને કો-પાયલોટ જ્હોન વિટ્ટેડે પોતાની દક્ષિણ-પશ્ચિમ દિશામાં એક ઊડતી વિશાળ વસ્તુ જોઈ. એ વસ્તુનો આકાર સિગાર જેવો હતો. એ વસ્તુની પાછળ એક તેજ રોશની નીકળી રહી હતી. આ વસ્તુ ઊડતી ઊડતી વિમાનની નજીક આવી અને બંને પાયલોટે જોયું કે, તેમાં નાની નાની બારીઓ હતી અને આ વસ્તુની અંદર બે માળ બનાવેલા હતા. વળી, આ બારીઓની અંદરના હિસ્સામાં તેજ રોશની હતી. વિમાનની સામે આવી રહેલી આ વસ્તુએ અચાનક ટર્ન લીધો અને પછી આકાશમાં ગુમ થઈ ગઈ હતી! વિમાનમાં બે પાયલોટ સાથે ૨૦ પેસેન્જર્સ પણ હતા. ઉપરાંત નીચે જમીન પર લોકોએ પણ આ વસ્તુને જોઈ હતી અને એક સાથે આટલા બધા સાક્ષીઓ હતા.પહેલી વખત એવી ઘટના બની હતી કે, ઊડતી રકાબી જેવાં આ ઓબ્જેક્ટને લોકોએ નજીકથી જોયું હતું. પ્રોજેક્ટ સાઇનના અધિકારીઓએ આ ઘટનાની તપાસ કરી હતી. તેઓએ પોતાનો રિપોર્ટ સબ્મિટ કર્યો હતો. આ રિપોર્ટનું નામ હતું – એસ્ટિમેટ ઓફ સિચ્યુએશન. આ રિપોર્ટમાં બધાના આશ્ચર્ય વચ્ચે બીજા ગ્રહ પરથી ફ્લાઇંગ ઓબ્જેક્ટ આવ્યું હોવાની ધારણા બાંધવામાં આવી હતી. આ પછી પણ ઊડતી વસ્તુઓ દેખાતી હોવાના દાવાઓ વારંવાર થતા રહ્યા હતા.

૧૯૪૭થી ૧૯૬૯ સુધી અમેરિકાએ એરફોર્સ પ્રોજેક્ટ બ્લ્યૂ બુક નામથી એક તપાસ હાથ ધરી હતી. આ તપાસમાં ૧૨,૬૧૮ રિપોટર્સ તૈયાર કરવામાં આવ્યા હતા. ૨૦૦૭થી ૨૦૧૨ની વચ્ચે એડવાન્સ્ડ એરોસ્પેસ થ્રેટ આઇડેન્ટિફિકેશન પ્રોગ્રામ લોન્ચ કરાયો હતો. પછીથી આ પ્રોગ્રામને બંધ કરવામાં આવ્યો હતો. આ તમામ પ્રોજેક્ટના રિપોર્ટને સિક્રેટ રાખવામાં આવ્યા હતા. ફરી ૨૦૨૦માં આ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો હતો, જેને અન-આઇડેન્ટિફાય એરિયલ ફિનોમીના ટાસ્કફોર્સ નામ આપવામાં આવ્યું છે. હવે આ ટાસ્કફોર્સનો રિપોર્ટ ગત ૨૫ જૂને બહાર પાડવામાં આવ્યો છે. રિપોર્ટસમાં એવું આડકતરી રીતે સ્વીકારાયું છે કે, આ બ્રહ્માંડમાં આપણે એકલાં નથી! હવે જોવાનું એ રહે છે કે, ઊડતી રકાબીનાં આ રહસ્યો પરથી ક્યારે પરદો ઊંચકાશે?

ભારતમાં પણ દેખાઈ હતી ઊડતી રકાબીઓ!

૧૯૫૧માં દિલ્હીમાં ફ્લાઈંગ ક્લબના મેમ્બર્સે એક ઓબ્જેક્ટને આકાશમાં ઊડતો જોયો હતો. આવા અનઆઇડેન્ટિફાઇ ઓબ્જેક્ટ્‌સ ૨૧મી સદીની શરૂઆતમાં દેખાયા હતા. એ પછી કેમકોર્ડરથી આવી ઘટનાઓને રેકોર્ડ કરનારાઓની સંખ્યા વધવા લાગી હતી. ૨૦૧૩ પછી ચેન્નઈથી લખનઉ સુધી આવા ઓબ્જેક્ટ્‌સનું દેખાવું ઘણું કોમન થઈ ગયું હતું. આ ઓબ્જેક્ટ્‌સ બૂલેટના આકારના હતા અને રાતે જોવા મળતા હતા. એ લગભગ ૧૦ મિનિટ સુધી આકાશમાં ફરતાં જોવા મળ્યા હતા. આવી જ રીતે ૨૯ ઓક્ટોબર, ૨૦૧૭ના રોજ ચમકતો ઓબ્જેક્ટ કોલકાતાના પૂર્વમાં જોવા મળ્યો હતો. આ ઓબ્જેક્ટને કેમકોર્ડરથી રેકોર્ડ પણ કરવામાં આવ્યો હતો. જો કે પછીથી એની ઓળખ પ્લેનેટ વિનસના રૂપમાં થઈ હતી.

Most Popular

To Top