Vadodara

પાણી – મચ્છરજન્ય રોગચાળો વકર્યો ડેન્ગ્યૂના 29 કેસ સાથે કુલ આંક 1922

વડોદરા : શહેરમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે. આરોગ્ય વિભાગે કરેલી સેમ્પલિંગની કામગીરી દરમિયાન એક દિવસમાં જુદાજુદા વિસ્તારોમાંથી ડેન્ગ્યુના નવા 29 કેસ મળ્યા હતા. જ્યારે  ચિકનગુનિયાના 11 કેસ નોંધાયા હતા. ડેન્ગ્યુના કુલ પોઝિટિવ દર્દીઓનો આંક 1922 અને ચિકનગુનિયાના દર્દીઓનો કુલ આંક 1074 પર પહોંચ્યો છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની વિવિધ ટિમો શહેરમાં ડોર ટુ ડોર ફરીને સર્વે કરવામાં આવી રહ્યો છે.

જેમાં ઝાડા ઉલ્ટીના 43 કેસ સામે આવ્યા હતા.પાણીજન્ય રોગને કારણે 132 લોકોને તાવ હોવાનું સામે આવ્યું છે.જ્યારે મચ્છરજન્ય રોગોના 599 લોકોને તાવના લક્ષણો હોવાનું જાણવા મળતા 599 જેટલા લોકોના નમૂના લઈને તપાસ અર્થે મોકલી આપ્યા છે.વડોદરા શહેરમાં જીવલેણ ડેન્ગ્યુ , ચિકનગુનિયાના કેસોમાં પણ ઝડપથી વધારો થઈ રહ્યો છે.આરોગ્યની ટીમે શહેરમાંથી લીધેલા 59 સેમ્પલમાંથી 29 કેસ ડેન્ગ્યુના પોઝિટિવ આવ્યા છે.

જેમાં શહેરના પાણીગેટ -2 , બાપોદ , રામદેવનગર , સુદામાપુરી -2 , દિવાળીપુરા -2 , નવાપુરા , નવાયાર્ડ , ગોત્રી , ફતેપુરા , શિયાબાગ , અકોટા , પંચવટી , જેતલપુર , તાંદલજા -3 , કપુરાઈ , ગાજરાવાડી -3 , દંતેશ્વર -2 , માંજલપુર -2 , માણેજા , યમુનામીલ ખાતેથી કેસો મળી આવ્યા હતા.સાથે સાથે ચિકનગુનિયા માટે લેવાયેલા 11 કેસો પૈકી 11 કેસ પોઝિટિવ આવ્યા હતા.શહેરના બાપોદ -2 , રામદેવનગર , અકોટા , પંચવટી -2, તાંદલજા -2 , સુભાનપુરા , માંજલપુર , યમુનામીલ માંથી મળી આવ્યા હતા.જ્યારે મલેરિયાના 2 કેસ માંજલપુર , તરસાલી માંથી મળી આવ્યો છે.તો બીજી તરફ મચ્છરોના કારણે 599 લોકોને તાવના લક્ષણો હોવાનું સામે આવતા 599 લોકોના લોહીના નમૂના લેવામાં આવ્યા હતા.

Most Popular

To Top