Vadodara

ડુપ્લિકેટ બેલ્ટ-વોલેટનું વેચનાર બે ઝડપાયા : 1.13 લાખનો માલ જપ્ત

વડોદરા : શહેરની મંગળબજાર સ્થિત ક્રિષ્ણા સ્ટોર અને મુન્સી માર્કેટમાં આવેલ માય ફેશન આર્ટ બેલ્ટ એન્ડ પર્સ નામની બે દુકાનમાં લીવાઇસ કંપનીના નામે ડુપ્લિકેટ બેલ્ટ અને વોલેટની લોભામણી ઓફર આપીને બ્રાન્ડેડના નામે ડુપ્લિકેટ વસ્તુનું વેચાણ કરતા બે શખ્સને ખાનગી કંપનીના સુપરવાઈઝર અને સીટી પોલીસે સયુંકત ઓપરેશન હાથ ધરી ઝડપી પાડ્યા છે. પોલીસે દુકાનમાંથી લિવાઇઝ કંપનીના બેલ્ટ અને વોલ્ટ મળી કુલ રૂ. 1.13 લાખ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબ્જે કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે ડુપ્લીકેટ વસ્તુનું વેચાણ કરનાર વિરુદ્ધ છેતરપિંડી અને કોપીરાઇટ એક્ટના ભંગનો ગુનો નોંધી વધુ તાપસ હાથ ધરી બંને આરોપીની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

શહેરના પોસ વિસ્તારમાં રહેતા મેહુલ હરિચંદ્ર ઢોલે ખાનગી કંપનીમાં સુપરવાઈઝર તરીકે નોકરી કરે છે. તેમની કંપનીને લિવાઇસ કંપની દ્વારા ટ્રેડમાર્કના હક્કોના રક્ષણ માટે ફરિયાદ કરવાની ઓથોરિટી આપવામાં આવી છે. જેના ભાગરૂપે કંપનીના કપોરાઇટ્સના હક્કોના ભંગ કરતા શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી કાયદેસરની કાર્યવાહી કરવાની ફરજ આપવામાં આવેલ છે. આ દરમિયાન તેમની કંપનીને માહિતી મળી હતી કે, શહેરના મંગળબજારમાં આવેલ ક્રિષ્ણા સ્ટોર અને મુન્સી માર્કેટમાં આવેલ માય ફેશન આર્ટ બેલ્ટ એન્ડ પર્સ નામની બે દુકાનમાં લીવાઇસ કંપનીના નામે ડુપ્લિકેટ બેલ્ટ અને વોલેટ (પાકીટ)વેચીને કંપનીના કોપીરાઇટનો ભંગ થઇ રહ્યો છે.

દરમિયાન સમગ્ર મળેલ માહિતી અંગે તેઓ સીટી પોલીસને સાથે રાખીને મંગળબજાર સ્થિત ક્રિષ્ણા સ્ટોર અને મુન્સી માર્કેટમાં આવેલ માય ફેશન આર્ટ  બેલ્ટ એન્ડ પર્સ નામની બે દુકાનમાં પહોંચ્યા હતા. જ્યાં દુકાનમાં પ્રવેશ કરતા જ કેશ કાઉન્ટર પર બેઠેલા શખ્સની પોલીસે પૂછપરછ કરી હતી. તેણે પોતાનું નામ જીતેન્દ્ર હાસાનંદ મંજાણી(રહે,વિદ્યાનગર સોસાયટી, વારસિયા) અને રાકેશ રમેશભાઈ પંજાબી (રહે, ગુરુદેવ વાટિકા, સામ સાવલી રોડ) હોવાનું જણાવ્યું હતું. તેમજ પોલીસે બંનેની દુકાનમાં તપાસ કરતા ઇન્ટરનેશનલ બ્રાન્ડ લિવાઇસના નામે બેલ્ટ અને વોલેટ વેચાણ કરતા હોવાનું સામે આવ્યું હતું. જોકે, પોલીસને તપાસ કરતા તમામ બેલ્ટ અને વોલેટ  ડુપ્લિકેટ હોવાનું બહાર આવ્યું હતું.

ત્યારબાદ પોલીસે દુકાનમાં તપાસ કરતા લિવાઇઝ કંપનીના વોલેટ અને બેલ્ટ અલગ અલગ સાઈઝના મળી આવ્યા હતા. ત્યારે પોલીસે તેમની પાસે ઓરીજનલ બિલની માંગણી કરતા તેઓ લીવાઇસ કંપનીના પરચેસ બિલ પણ રજૂ કરી શક્ય ન હતા. જેથી પોલીસે રૂ.130ના લેખે 32,760ની કિંમતના 252 અલગ અલગ સાઈઝના અને કલરના બેલ્ટ અને રૂ.100 ના લેખે 80,800ની કિંમતના 808 વોલેટ (પાકીટ) મળી કુલ 1060 વસ્તુઓ સહિત રૂ.1,13,560ની કિંમતનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો. બનાવ અંગે સુપરવાઈઝર મેહુલ હરિચંદ્ર ઢોલેએ સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે મંગળબજાર સ્થિત ક્રિષ્ણા સ્ટોર અને મુન્સી માર્કેટમાં આવેલ માય ફેશન આર્ટ  બેલ્ટ એન્ડ પર્સ નામની દુકાનના માલિક જીતેન્દ્ર હાસાનંદ મંજાણી અને રાકેશ રમેશભાઈ પંજાબી વિરુદ્ધ છેતરપિંડી અને કોપીરાઇટ એક્ટના ભંગનો ગુનો નોંધી વધુ તાપસ હાથ ધરી બંને  આરોપીની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top